Petrol Diesel Price Today: રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવે છે. નવીનતમ અપડેટ અનુસાર, આજે એટલે કે 20મી એપ્રિલ 2024ના રોજ ઈંધણની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત $87.29 અને WTI ક્રૂડની કિંમત $83.14 થઈ ગઈ છે. ભારતમાં તેલના ભાવની વાત કરીએ તો, સરકારી તેલ કંપનીઓએ શુક્રવાર, 20 એપ્રિલના રોજ અપડેટેડ ઈંધણના દરો જાહેર કર્યા છે. ચાલો જાણીએ કે મેટ્રો સહિત અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?
દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ?
- દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 104.21 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 92.15 છે.
- કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 100.75 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 92.34 છે.