India
વિશ્વના ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતના એક એરપોર્ટનું નામ સામેલ છે. આ યાદીમાં અમેરિકાના પાંચ એરપોર્ટ છે.
World’s Busiest Airport List: વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં ભારતનું નામ 10મા સ્થાને છે. આમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ સામેલ છે.
ઇન્ટરનેશનલ એરપોર્ટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં હાર્ટસફિલ્ડ-જેકસન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોચ પર છે. દુબઈ એરપોર્ટ બીજા સ્થાને અને ડલાસ એરપોર્ટ ત્રીજા સ્થાને છે.
સોમવારે આ યાદી બહાર પાડતાં ACIએ જણાવ્યું હતું કે 2023 દરમિયાન કુલ 850 કરોડ મુસાફરો વૈશ્વિક સ્તરે ઉડાન ભરે તેવી અપેક્ષા છે, જે 2022ની સરખામણીમાં 27.2 ટકા વધુ છે. આ આંકડો મહામારી પહેલાના આંકડા કરતા 93.8 ટકા વધુ છે.
2023માં દિલ્હી એરપોર્ટ પર 7.22 કરોડથી વધુ મુસાફરો આવશે. અગાઉ 2022ની યાદીમાં દિલ્હી એરપોર્ટ નવમા સ્થાને હતું.
કોરોના રોગચાળા પછી, વિશ્વના મોટાભાગના એરપોર્ટ પર હવાઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.