બાળપણી 10 એવી રમતો જે તમે સ્કુલમાં રમ્યા જ હશો.

સ્કુલના દિવસો યાદ છે, એમાં પણ કોઈ ન ગમતા ટીચર હોય કે પછી ફ્રી ક્લાસ અથવા તો આપણો બેસ્ટ ફ્રેન્ડ આપણી બેંચ પર બેઠો હોય. બસ પછી તો શું જોઈએ આપણે ટીચરથી કે મોનીટરથી બચી બચીને આ ગેમ્સ રમી જ છે. શું કહો છો તમે રમી છે કે નહિ? કમેન્ટ સેક્શનમાં જરૂરીથી જણાવજો. તો ચાલો જોઈએ કે તમે રમેલી એ ગેમ્સ કઈ હોઈ શકે?

1) નામ, ગામ, પ્રાણી અને વસ્તુ:

આ ચારેયના નામ એક જ શબ્દ પરથી શરુ કરવાના અને મગજ કસવાનું કામ થાય શરુ.

2) ટ્રુથ ઓર ડેર:

યાદ છે એ દિવસ જયારે તમને કોની પર ક્રશ છે એ પૂછવામાં આવેલું અને શરત હતી કે તમારે સાચું જ બોલવાનું છે. અથવા તો એવું ડેર પણ આપવામાં આવ્યું હોય કે જા કચરા પેટીમાં તારું માથું નાખી દે. ટ્રુથ એન્ડ ડેર આજે પણ એટલી જ મજા આપે એવી ગેમ છે.

3) પેન ફાઈટ:

એમાં કૈક અલગ જ મજા હતી. જેની પાસે સૌથી ભારે પેન હોય એ વ્યક્તિ આ પેન ફાઈટમાં જીતી શકે છે. અને એની કલગીમાં એક પીછું ઉમેરાઈ જતું.

4) એક્સ એન્ડ ઝીરો:

ક્યાં ઝીરો મુકવું એ એક સૌથી મૂંઝવતો પ્રશ્ન હતો અને મોટા ભાગે ગેમ ટાઈ થતી. સાચું કેજો તમે તમારા મિત્ર સામે હારી જ ગયા હશો આ ગેમમાં?

5) બિન્ગો:

આડી અને ઉભી લાઈનમાં રહેલા નંબર સાથેની આ રમત, અને જો તમે જીત્યા તો જાણે કે સિકંદર.

6) ટપકા જોડો:

અતિશય ધ્યાન માંગી લેતી આ ગેમ છેલ્લે સુધી મજા કરાવતી અને કસાકસી જાળવી રાખતી. કેટલી મજા આવતી નહિ?

7) ચકલી ઉડે ફર:

બધામાં તમે તો ફરર જ બોલતા હતા ને? ના ના હું નિર્જીવ વસ્તુઓને ક્યારેય ઉડાડતી નહિ.

8) પેપર ફોલ્ડ:

કોઈ એક કલર પસંદ કરો અને જવાબમાં તમને તમારું ગમતું કોમ્બીનેશન મળે. આ ગેમ હું તો નથી રમી.

9) ચોર-પોલીસ:

મોટા થતા ગયા અને આ ગેમ રમતા ગયા. ખુબ મજા કરી છે આ ગેમ ચાલુ ક્લાસમાં રમીને.

10) લવ કાઉન્ટ:

નામના શબ્દ પરથી લવ કાઉન્ટ કરતા અને મનોમન આપણા ક્રશ સાથે વધુ પ્રેમ કરી બેસતા

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *