ભારત સરકારનો મોટો નિર્ણય,ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર લગાવ્યો પ્રતિબંધ

ભારત-ચીન વચ્ચે બોર્ડર પર તણાવ બાદ હવે ભારતીયોએ ડિજીટલ જંગ શરૂ કરી છે. દેશભરમાં લોકોએ ચાઈનીઝ એપને બોયકોટ કરી છે. લાખો લોકો ચાઈનીઝ એપને ડિલીટ કરી રહ્યા છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારે ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.


દેશમાં નાગરિકોમાં પણ ચીન વિરુદ્ધ ગુસ્સો ફૂટી નીકળ્યો છે. લોકોએ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે પ્રદર્શનો શરૂ કરી દીધા છે. માત્ર ચાઈનિઝ પ્રોડક્ટ જ નહીં પરંતુ સ્માર્ટ ફોન પરની ચાઈનિઝ એપ્સ પરથી પણ ભારતીયોનો મોહભંગ થઈ રહ્યો છે.

 

તેવામાં હવે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. TikTok સહિતની એપ્લિકેશન પર પ્રતિબંધ લાગ્યો છે. Tiktok સહિત Helo, WeChat, ShareIt, BeautyPlus અને LIKE સહિતની એપલીકેશન બંધ કરી છે.

માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act)ની કલમ 69 એ હેઠળ સૂચના ટેક્નોલોજી અધિનિયમની જોગવાઇઓ લાગૂ કરતા સૂચના ટેક્નોલોજી મંત્રાલય (Procedure and Safeguards for Blocking of Access of Information by Public) નિયમ 2009 અને ખતરાની આકસ્મિક પ્રકૃતિને જોતા 59 એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *