પોલીસ ઓફિસરની વર્દીમાં જોવા મળ્યો બોબી દેઓલનો દમદાર અંદાજ.. ‘ક્લાસ ઓફ 83’નું ટ્રેલર થયું રિલીઝ..

બોલિવૂડ એક્ટર બોબી દેઓલ ફિલ્મ ‘ક્લાસ ઓફ 83’થી કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે બોબી દેઓલ કડક અને ઈમાનદાર પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.

ફિલ્મ ‘ક્લાસ ઓફ 83’ના ટ્રેલરમાં જોવા મળે છે કે ખોટા લોકો સામે લડવા બોબી દેઓલ પોતાના મિશનને પૂરું કરવા માટે પાંચ લોકોની ટીમ બનાવે છે. એક્શન અને થ્રિલરથી ભરપૂર ફિલ્મમાં મુંબઈ પોલીસના સાહસ જોવા મળશે.

ફિલ્મ ‘ક્લાસ ઓફ 83’ સૈયદ યુનુસ હુસૈન ઝૈદીની આજ નામ પર લખેલી બુક પર આધારિત છે. જેનું ડિરેક્શન અતુલ સબરવાલ કરી રહ્યા છે. ફિલ્મમાં બોબી સાથે અનૂપ સોની, વિશ્વજીત પ્રધાન, જોય સેનગુપ્તા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *