કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર આપી શકે છે આ કંપની

કોરોના વાયરસ વિશ્વભરમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધીમાં 52 લાખથી વધુ લોકો આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. અત્યાર સુધી 3 લાખ 37 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. પરંતુ હજી સુધી કોરોનાની સારવાર વિશ્વના કોઈ પણ ખૂણામાં મળી નથી. હાલમાં સૌથી વધુ રસીઓ પર કામ ચાલી રહ્યું છે.

જેમાંથી 9 જેટલા માનવીય પરીક્ષણો ચાલી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈને ચોક્કસ સફળતા મળી નથી. વિશ્વની નજર રસી બનાવતી પૂણે સ્થિત એક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પર ટકી રહી છે. કંપનીમાં વિશ્વની અડધાથી વધુ રસી તૈયાર કરવામાં આવે છે.

કોરોના વાયરસના સમયમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ચર્ચામાં છે. જો ઓક્સફર્ડ યુનિવર્સિટીની બનાવેલી વેક્સીન સફળ રહે છે તો તેનું ઉત્પાદન અહીં જ કરવામાં આવશે. આ સમયે આ વેક્સીનનું માનવીય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે તેના ઉત્પાદનને લઈને વાતચીત કરી છે.

 


સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પર કેન્દ્ર સરકારની પણ નજર છે. અહીંના સ્ટાફ દિવસ રાત કામ કરે છે. કંપનીને રોજ સરકારની તરફથી મેસેજ મોકલાય છે. સરકાર જાણવા ઈચ્છે છે કે શું તેમને કામમાં કોઈ તકલીફ તો નથી ને.

કંપનીના રિસર્ચ ડેવલપમેન્ટના પ્રમુખ ઉમેશ શાલીગ્રામના આધારે આ મેસેજ પીએમ મોદીના સાયન્ટિસ્ટ એડવાઈઝરના વિજય રાઘવનની તરફથી મોકલાશે. મેસેજમાં કહેવાયું છે કે જો તેમને કોઈ મુશ્કેલી છે તો તેઓ જણાવી શકે છે. સરકારની તરફથી પરમિશન મળવામાં 4-6 મહિનાનો સમય લાગતો હતો. હવે એક બે દિવસમાં થઈ રહ્યા છે

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *