કોરોના કહેર વચ્ચે N-95 માસ્કને લઇ મોટો ખુલાસો,કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જાહેર કરી ચેતવણી

કોરોનાકાળમાં જે વસ્તુ સૌથી ઉપયોગી બની છે તે છે માસ્ક અને સેનિટાઇઝર.કોરોનાવાઈરસના કહેરથી બચવા માટે માસ્કનો ઉપયોગ અનિવાર્ય છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોનાવાઈરસ સામે N-95 માસ્ક સૌથી વધુ અસરકારક છે.

આ પહેલા ગુજરાતમાં સેનિટાઝરની કોલિટીને લઇને વિવાદ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી એક વિવાદ સામે આવ્યો છે.સરકારના સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને પત્ર લખી તેનો ઉપયોગ રોકવા માટે ભલામણ કરી છે. વાલ્વવાળા N-95 માસ્ક વાઈરસને બહાર નીકળતા હોય ત્યાર તેને રોકવામાં મદદ કરતા નથી. તેથી N-95 માસ્કનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા માટે અસફળ છે.

મળતી માહિતી મુજબ સરકારની એડવાઈઝરી અનુસાર, ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધારે અસરકારક છે. હવે ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સ N-95 માસ્ક સાથે ટ્રિપલ લેયર માસ્કનો પણ ઉપયોગ કરી રહ્યા છે.સરકારના નિર્દેશ પ્રમાણે, ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધુ સારો છે. WHOએ પણ વાલ્વવાળા N-95 કરતાં ટ્રિપલ લેયર માસ્કને શ્રેષ્ઠ ગણાવ્યો છે.

તેની સાથે જ સરકારે એપ્રિલ મહિનામાં ફેસકવર કરવા માટે હોમમેડ માસ્કનો ઉપયોગ કરવા માટે સલાહ આપી હતી. ઘરની બહાર નીકળતા લોકો માસ્ક પહેરે તેમ કહેવાયું હતું. નિર્દેશાનુસાર, હોમમેડ માસ્કને દરરોજ ધોઈને સાફ કરવો જરૂરી છે. માસ્ક બનાવવા માટે સુતરાઉ કાપડનો ઉપયોગ કરી શકાય છે.

આપણે ટેવ હોય છે કે આપણા ઘરમાં કોઇનું પણ માસ્ક પહેરીને નિકળી પડતા હોઇએ છે ત્યારે હવે આ વાતનું પણ ધ્યાન રાખવું કે હોમમેડ માસ્ક ચહેરાને સારી રીતે કવર કરે તે જરૂરી છે. સાથે તે પણ આવશ્યક છે કે ઘરમાં દરેક સભ્યનો અલગ માસ્ક હોય તમારા માસ્કને કોઈ અન્ય સાથે શેર ન કરવો જોઈએ.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *