કાળા વાળ જાળવી રાખવા કરો મીઠા લીમડાનો ઉપયોગ

સ્ત્રીઓની સુંદરતા છે તેના લાંબા કાળા વાળ! પરંતુ આજ કાલ નાની ઉમરમાં જ વાળ સફેદ થવાની તકલીફ જોવા મળી રહી છે. વિવિધ પ્રકારના નુસખા અજમાવવા છતાં પણ વાળની સમસ્યાઓ દુર નથી થતી જેમાં વાળ સફેદ થતા જાય તે સૌથી વધુ સતાવતી સમસ્યા છે.

સફેદ વાળ છુપાવવા મહેંદી અને વિવિધ પ્રકારના કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવે છે જે વાળ માટે હાનીકારક છે. પરંતુ નેચરલ ઔષધીઓના ગુણ વિશે બહુ ઓછા લોકો જાણે છે. મીઠા લીમડાના પાનમાં એટલા બધા ગુણો રહેલા છે કે તેના ઉપયોગથી વૃદ્ધાવસ્થા સુધી વાળ કાળા રહી શકે છે.

મીઠો લીમડો ખુબ સરળતાથી મળી રહે છે જેમાં અનેક ઔષધીય ગુણ છે. તેના નિયમિત ઉપયોગથી લાંબા સમય સુધી વાળ કાળા રહી શકે છે. વાળ માટે તેનો ઉપયોગ કરવો ખુબ સરળ છે. લીમડાના પાન સૂકવી તેનો પાઉડર બનાવી લેવો. આ પાઉડર નાળિયેર તેલમાં મિક્સ કરી એકદમ ઉકાળી લેવું. આ તેલ દરરોજ રાત્રે વાળમાં લગાવવું. આ રીતે નિયમિત તેનો ઉપયોગ કરવાથી ધીમે ધીમે તેની અસર વાળ પર જોવા મળશે. આ ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ જેવી કે ખોડો, ખરતા વાળ વગેરે માટે પણ મીઠો લીમડો ખુબ અસરકારક છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *