જુઓ દીપિકા પાદુકોણ – રણવિર સિંહના લગ્નની પહેલી તસવીરો

બોલિવુડની સુપરસ્ટાર જોડી રણવીર સિંહ ભવનાની અને દીપિકા પાદુકોણે બુધવારે ઈટાલીના લેક કોમોમાં શાહી ઠાઠ માઠ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. કોંકણી તથા સિંધી વિધિથી થયેલા લગ્નમાં માત્ર 30-40 મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં ફેમિલી મેમ્બર્સ, નિકટના સંબંધીઓ તથા ફ્રેન્ડ્સ સામેલ રહ્યાં હતાં. કોંકણી વિધિથી થયેલા લગ્નમાં દીપિકાએ વ્હાઈટ એન્ડ ગોલ્ડ સાડી પહેરી હતી. રણવિરે દીપિકા સાથે મેચિંગ કર્યું હતું. જ્યારે સિંધી વિધિથી થયેલા લગ્નમાં દીપિકા લાલ લહેંગામાં તથા રણવિર વ્હાઈટ કાંજીવરમ શેરવાનીમાં જોવા મળ્યો હતો. આ લગ્નને મીડિયાથી દૂર રાખવામાં આવ્યા છે પરંતુ તેમની કેટલીક ખાસ તસવીરો મીડિયામાં સામે આવી છે.

બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી સંપન્ન થયા અને બંને પતિ-પત્ની બની ગયા. આ લગ્ન એકદમ ગુપ્ત રાખવામાં આવ્યા હતાં. આ ફોટો દીપિકા અને રણવીરે ટ્વિટર એકાઉંટ પર જાહેર કર્યા હતાં. આ ફોટો જાહેર થયાની સેકંડમાં જ વાયરલ થયા હતાં. દીપિકાના ઈન્ટાગ્રામ એકાઉંટ પર એક જ મીનિટમાં લગભગ 12 હજારથી વધારે લોકોએ આ ફોટો પસંદ કર્યા હતાં.

આ તસ્વીરમા સ્પષ્ટ રીતે દેખાઈ આવેછે કે છે કે મહેમાનો કેવી ભવ્ય રીતે યૉટમાં બેસીને લગ્ન સ્થળે આવી રહ્યા છે

તમને જણાવી દઈએ કે, 13 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરની મહેંદી, સંગીત તથા સગાઈ થઈ હતી. મહેંદી સેરેમનીમાં દીપિકા એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી. તેમજ દીપિકાની મહેંદી સેરેમનીમાં શુભા મુદગલ ઠુમરી પર્ફોમ કર્યું હતું.

ફોટોમાં બંને કોંકણી રીતિ-રિવાજ અનુંસાર લગ્નની પરંપરા નિભાવતા નજરે પડે છે. એકદમ દક્ષિણ ભારતીય દુલ્હનના રૂપમાં દીપિકા ખરેખર નિખરી ઉઠેલી નજરે પડે છે. તો સફેદ કલરના આઉટફીટમાં રણવીર સિંહ ખુબ જ હેંડસમ લાગી રહ્યો છે.

Villa del Balbianelloમાં દીપિકા-રણવિરે કર્યાં લગ્ન

2 દિવસના પ્રાઈવટ વેટિંગમાં પસંદગીના 30 થી 40 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રણવીર મોંઘીદાટ યોટમાં પહોંચ્યો હતો. જેની કિંમત 4 કરોડ રૂપિયા હતી. જ્યારે કોંકણી પરંપરા પ્રમાણે લગ્નની વિધિમાં રણવીરે પ્લેનથી એંટ્રી મારી હતી.

દીપિકાનાં પિતા પ્રકાશ પાદુકોણે રણવિર તથા તેના પરિવારનું નારિયેળ આપીને સ્વાગત કર્યું હતું.

રણવિર-દીપિકા ગેટ પર ઉભા રહીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

દીપિકા અને રણવીરના લગ્નનું આયોજન સેલિબ્રિટી વેડિંગ પ્લાનર વંદના મોહને કર્યું છે. ઈટાલીના ક્લાસિક આર્કિટેક્ચર અને સુંદરતાને લીધે લેક કોમોને લગ્નના ચાર દિવસ સુધી ઈવેન્ટ ડેસ્ટિનેશન તરીકે પસંદ કરાયું છે.

આના વિષે વધુમાં જણાવીએ તો, દીપાવિરની જોડીએ તેમના લગ્નમાં વપરાતા જ્વેલરીનો વીમો કરાવ્યો છે. ઓરીએન્ટલ વીમા કંપની પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ પોલીસી ઇટાલીમાં લગ્નના બન્ને વેન્યુ પર સુરક્ષા ઉપલ્બધ કરાવશે.

જુઓ વધુ ફોટોગ્રાફ

ડિઝાઈનર સબ્યાસાચી તથા ફોટોગ્રાફર્સે પણ આ જ ફોટો શૅર કર્યાં હતાં.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *