Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શા માટે ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવાથી લાગી શકે છે ચંદ્રદોષ:- ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > શા માટે ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવાથી લાગી શકે છે ચંદ્રદોષ:- ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય
ધર્મદર્શન

શા માટે ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવાથી લાગી શકે છે ચંદ્રદોષ:- ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય

Gujju Media
Last updated: September 13, 2018 11:15 am
By Gujju Media 3 Min Read
Share
Ganeshji-Chandra-Dosh
SHARE

ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત ગણેશજીનું છે. ગણેશજી સુખ સંપત્તિના દાતા છે. આ વ્રત કરનારે સવારે વહેલા તૈયાર થઇને ગણેશજીની કરેણના લાલ ફૂલોથી પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો. ગણેશજીને લાડવાનો નૈવેધ ચડાવવો. ગણપતિનું વ્રત કરનારે ચન્દ્રના દર્શન ન કરવા જોઇએ. એના પાછળની વાર્તા આ છે.

શ્રીગણેશજીએ આપ્યો હતો ચંદ્રને શ્રાપ: આ છે પૂરી વાર્તા

Ganesh Story

- Advertisement -

ભગવાન ગણેશને ગજનું મુખ લગાવવામાં આવ્યું હતું તો તેઓ ગજવંદન કહેવાયા અને માતા-પિતાના રૂપમાં પૃથ્વીની સૌ પ્રથમ પરિક્રમા કરવાને લીધે અગ્રપૂજ્ય બન્યા. બધા દેવતાઓને તેમની સ્તુતિ કરી પરંતુ ચંદ્ર ધીરે-ધીરે હંસતાં હતા. તેથી ગણપતિ ચન્દ્ર પર ગુસ્સે થયાં. અને તરત જ તેઓએ ચન્દ્રને શ્રાપ આપી દીધો કે તને તારા રૂપ પર અભિમાન છે તો આજથી તું કાળો બની જઈશ. અને આજના દિવસે જે તારી સામે જોશે તે કોઇ પણ વાંક વિના મુશ્કેલીમાં પડશે.

Chandra Darshan

- Advertisement -

શ્રાપ સાંભળી ચન્દ્ર ધ્રૂજવા લાગ્યો અને ભયભીત થઈ તે કમળમાં જઈને છુપાઈ ગયો. ચંદ્રના કમળ માં છુપાય જવાથી પૃથ્વી પર અંધકાર છવાઇ ગયો. આ જોઈ બધા જ દેવો ચિંતામાં આવી ગયાં. તેમાંથી કેટલાક દેવો તેના શ્રાપનું નિરાકણ પુછવા માટે બ્રહ્મા પાસે દોડી ગયાં.

તેઓની વાત સાંભળી બ્રહ્માએ કહ્યું- ગણપતિનો શ્રાપ તો કોઇ જ મિથ્યા ન કરી શકે. છતાં પણ જો તમારે શ્રાપનું નિવારણ કરવું હોય તો ગણેશજીનું વ્રત કરીને ચન્દ્રએ તેમને રીજવવા પડશે. ભાદરવા માસની અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે. આ વ્રતથી ગણપતિ જરૂર પ્રસન્ન થશે અને ચન્દ્રને શ્રાપમાંથી મુક્તિ મળી જશે. ભાદરવાની અજવાળી એકમ આવતાંની સાથે ચન્દ્રએ વ્રતની શરૂઆત કરી અને વ્રત પૂર્ણ થતાં તેને ક્ષમા માંગી કે હે દેવ હુ જાણે-અજાણે તમારા દોષમાં આવ્યો છું તો મને ક્ષમા કરો.

- Advertisement -

Chandra Darshan

ચન્દ્રની ક્ષમાથી ગણેશજી તેઓની પર પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપતાં બોલ્યાં હે ચન્દ્ર તને હુ શ્રાપમુક્ત તો ન કરી શકું કેમકે મારો આપેલો શ્રાપ ક્યારેય મિથ્યા જતો નથી છતાં પણ હુ તને તેના કલંકથી મુક્ત કરુ છું. સૂર્યના પ્રકાશથી તને ધીરે-ધીરે પોતાનું સ્વરૂપ ફરીથી પ્રાપ્ત થશે, પરંતુ આજનો (ભાદરવા, સુદ ચતુર્થી) દિવસને દંડ આપવા માટે હંમેશાં યાદ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ આ દિવસે તમારા દર્શન કરશે, તો તે કોઇ પણ વાંક વિના મુશ્કેલીમાં પડશે.

- Advertisement -
- Advertisement -

ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય:

shri krishna

ગ્રંથોના જણાવ્યા અનુશાર ભગવાન શ્રીકૃષ્ણએ પણ ચંદ્રના દર્શન કરી લીધા હતા જેનાથી તેમની પર પણ ચોરીનો જૂઠો આરોપ લાગ્યો હતો. આ વાત નારદ ઋષિએ શ્રીકૃષ્ણએ બતાવી હતી. પછી શ્રીકૃષ્ણ ભગવાને શ્રીગણેશની પૂજા કરી અને આરોપથી મુક્તિ પ્રાપ્ત કરી હતી. પરંતુ ભૂલથી ચંદ્ર જોઈ લેવાથી પણ પુરાણોમાં આરોપથી મુક્તિ મેળવવા મંત્ર પણ બતાવ્યો છે. જેને વાંચવાથી ચંદ્ર દર્શનનો દોષ નથી લાગતો.

- Advertisement -

મંત્રઃ

सिंह: प्रसेन मण्वधीत्सिंहो जाम्बवता हत:।
सुकुमार मा रोदीस्तव ह्येष: स्यमन्तक:।।

આ મંત્રના પ્રભાવથી કલંક પણ નથી લાગતું. જે મનુષ્ય જૂઠા આરોપ પ્રત્યારોપમાં ફસાઈ જાય, તે આ મંત્રનો જાપ કરીને આરોપથી મુક્ત થઈ શકે છે. જો મંત્ર ન વાંચવામાં આવે અને ગણેશજીની પૂજા કરવામાં આવે અને વ્રત કરવામાં આવે તો પણ તેનો દોષ નથી લાગતો.

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
TAGGED:story of chandra darshanચંદ્રદોષચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media 3 Min Read
shiv tandav
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

By Gujju Media 3 Min Read
satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?