ફરી સંતોષી માતાના રૂપમાં દેખાઈ ગ્રેસી સિંહ

લગાન અને મુન્ના ભાઈ એમબીબીએસ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ગ્રેસી સિંહે 2015માં નાના પડદે એન્ટ્રી લીધી હતી. ત્યારે તે સંતોષી માતાના રૂપમાં દેખાઈ હતી. તે શો 2017માં બંધ થઇ ગયો હતો પરંતુ હવે બે વર્ષ પછી ફરી ગ્રેસી સંતોષી માતા તરીકે કમબેક કરી રહી છે. આ શોમાં તે વ્રત કથાઓ સંભળાવશે. ગ્રેસીએ પોતાના કમબેકની વાત કન્ફર્મ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે………

Return of the Goddess 💫👑.#santoshimaa #onlocation #set #filming #tvseries #andtv #zeenetwork

Gepostet von Gracy Singh am Dienstag, 22. Oktober 2019

સુનાએ વ્રત કથાએ’ એક નવા પ્રકારનો શો હશે. જેમાં સૂત્રધારના રૂપમાં ગ્રેસી વ્રતના વિભિન્ન પહેલુઓ વિશે જણાવશે સાથે જ દરેક વ્રત પાછળની સ્ટોરી અને તૈયારી વિશે પણ જણાવશે………ગ્રેસીએ કમબેક વિશે કહ્યું કે, ‘ફેન્સ મને પૂછે છે કે હું કેમ સિલેક્ટેડ રોલ જ કરું છું જ્યારે મને ઘણા રોલ ઓફર થાય છે. આનું કારણ એ છે કે હું દરેક રોલ સાથે મારી જાતને જોડું છું જેથી હું કંઈક શોધી શકું. સંતોષી માતાનો રોલ મને પૂર્ણ બનાવે છે. એક પવિત્ર ભૂમિકા નિભાવી સરળ નથી પરંતુ તેનાથી એવી સકારાત્મક્તા મળે છે જેને હું જણાવી શકું એમ નથી. સંતોષી માતા માટે મારો લગાવ જ મને ફરી લઇ આવ્યો છે અને આ કમબેકને લઈને હું ખુશ છું.’

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *