Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મેડ ઈન સૌરાષ્ટ્ર ‘છકડો’ હવે ઈતિહાસમાં સમાઈ જશે: અતુલ ઓટો બંધ કરશે પ્રોડક્શન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > મેડ ઈન સૌરાષ્ટ્ર ‘છકડો’ હવે ઈતિહાસમાં સમાઈ જશે: અતુલ ઓટો બંધ કરશે પ્રોડક્શન
ગુજરાત

મેડ ઈન સૌરાષ્ટ્ર ‘છકડો’ હવે ઈતિહાસમાં સમાઈ જશે: અતુલ ઓટો બંધ કરશે પ્રોડક્શન

Gujju Media
Last updated: May 2, 2019 12:41 pm
By Gujju Media
4 Min Read
Share
chakdo 2
SHARE

કેમ બંધ થઈ રહ્યું છે પ્રોડક્શન?

chhakdo

Contents
  • કેમ બંધ થઈ રહ્યું છે પ્રોડક્શન?
  • ગમે તેવા રસ્તા પર સડસડાટ દોડતો છકડો
  • 1970માં તૈયાર થઈ હતી ડિઝાઈન
  • ખેતર ખેડવા પણ વપરાતો છકડો
  • ખૂશ્બુ ગુજરાત કીમાં અમિતાભે ચલાવ્યો હતો છકડો
  • ફિલ્મોમાં પણ દેખાયો છે છકડો
  • પ્રોડક્શન બંધ, પણ જૂના છકડા દોડતા રહેશે

અમદાવાદ: ગુજરાતના ગ્રામીણ વિસ્તારો અને ખાસ તો સૌરાષ્ટ્રની ઓળખ સમાન છકડો રિક્ષાનું પ્રોડક્શન હવે બંધ થવા જઈ રહ્યું છે. આ વાહનનું ઉત્પાદન કરતી રાજકોટની અતુલ ઓટો કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. નવા વાહનોમાં હવે પ્રદૂષણ તેમજ સેફ્ટી ફીચર્સને લગતા નિયમોમાં ખાસ્સા ફેરફાર થવાથી હવે છકડાનું ઉત્પાદન કરવું ટેકનિકલી અઘરું બન્યું છે, આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનના ઢગલાબંધ વિકલ્પો પણ ઉપલબ્ધ થતાં છકડો અપ્રસ્તુત બની રહ્યો છે.

ગમે તેવા રસ્તા પર સડસડાટ દોડતો છકડો

chakdo
કાચો રસ્તો હોય કે પછી કચ્છનો રેતાળ વિસ્તાર, છકડો ગમે તેવા રસ્તા પર જાણે ગર્જના કરતો હોય તેમ દોડતો, અને માલસામાન કે પછી મુસાફરને તેના ગંતવ્ય સ્થાને પહોંચાડી દેતો. વરસાદનું પાણી ભરાયું હોય તેમાં આજના મોર્ડન કહેવાતા વાહનો ખોટકાઈ જતાં, પણ છકડાને રસ્તા પર ભરાયેલા પાણી ક્યારેય ન નડતા. જોકે, અસ્સલ કાઠિયાવાડી મિજાજની માફક ખડતલ અને મજબૂત એવો છકડો હવે બદલાતા સમય સાથે હવે છકડો રિટાયર્ડ થઈ થવામાં છે.

- Advertisement -

1970માં તૈયાર થઈ હતી ડિઝાઈન

paresh acharya 44
1970ના અરસામાં જ્યારે સૌરાષ્ટ્રમાં ટ્રાન્સપોર્ટેશનના સાધનોની તંગી હતી, ત્યારે જામનગરના જામસાહેબે અતુલ ઓટોના સ્થાપક જગજીવનભાઈ ચાંદ્રાને પોતાની જૂની ગોલ્ફ કોર્ટ વાપરવા આપી હતી, અને ત્યાં જ તેમણે છકડો રિક્ષાની ડિઝાઈન તૈયાર કરી હતી. આગળ જતાં છકડાનું પ્રોડક્શન શરુ થયું, અને જોતજોતામાં તે સૌરાષ્ટ્રનો જાણે બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો. ચારથી પાંચ દાયકામાં આજે પણ છકડાની લોકપ્રિયતામાં જરાય ઓટ નથી આવી.

ખેતર ખેડવા પણ વપરાતો છકડો

chakdo in farm
મૂળ તો છકડાનું એન્જિન ખેતરોમાં પાણી ખેંચવા વપરાતા જૂના સમયના એન્જિનની ડિઝાઈનમાં જ ફેરફાર કરીને બનાવવામાં આવ્યું હતું. સેલ્ફ સ્ટાર્ટના જમાનામાં આજેય દોરડું ખેંચીને જ છકડાના એન્જિનને ચાલુ કરવામાં આવે છે. ટ્રેક્ટરો ખાસ પ્રચલિત નહોતા ત્યારે છકડાથી સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતર પણ ખેડતા હતા. આજે પણ ક્યારેક આ દ્રશ્ય જોવા મળી જાય છે.

- Advertisement -

ખૂશ્બુ ગુજરાત કીમાં અમિતાભે ચલાવ્યો હતો છકડો

amitabha bacchan
મહાનાયક અમિતાભ બચ્ચને પણ ખૂશ્બુ ગુજરાત કી સિરીઝનું શૂટિંગ કર્યું ત્યારે તેમાં પણ છકડાનો ખાસ સમાવેશ કરાયો હતો. આ કેમ્પેઈને દેશ-વિદેશમાં ગુજરાતને ખ્યાતિ અપાવી, અને તેમાં છકડાનો સમાવેશ જ બતાવે છે કે છકડો અને સૌરાષ્ટ્ર એકબીજા સાથે કેટલા ગાઢ રીતે સંકળાયેલા છે. આજે ભલે જીપ કે પછી ગાડીઓમાં લોકો મુસાફરી કરતા થઈ ગયા હોય, પરંતુ છકડો ચારથી પાંચ દાયકાથી પોતાનું અડગ સ્થાન જમાવીને બેઠો છે.

ફિલ્મોમાં પણ દેખાયો છે છકડો

chakdo 2
ગુજરાતી ફિલ્મોમાં તો છકડાએ અનેકવાદ દેખા દીધી જ છે, પરંતુ ગુજરાતી બેકગ્રાઉન્ડ સાથે બનેલી હિન્દી ફિલ્મોમાં પણ છકડો જોવા મળ્યો છે. વર્ષો પહેલા બનેલી ઐશ્વર્યા-સલમાન અભિનિત ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ હોય કે તાજેતરમાં આવેલી દીપિકા-રણવીરની રામલીલા. કાઠિયાવાડી બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મમાં પણ છકડો જોવા મળ્યો હતો.

- Advertisement -

પ્રોડક્શન બંધ, પણ જૂના છકડા દોડતા રહેશે

CHAKDO d
વાહનોના નવા સેફ્ટી ફિચર્સ અને એન્જિનમાં બીએસ-6 સ્ટાન્ડર્ડ થોડા સમયમાં જ ફરજિયાત થઈ રહ્યા છે, ત્યારે નવા ફેરફાર સાથે છકડાનું પોસાય તેવી કિંમતે ઉત્પાદન કરવું લગભગ અશક્ય છે. તેવામાં તેનું પ્રોડક્શન હવે બંધ થઈ રહ્યું છે. જોકે, જે છકડા હાલ રસ્તા પર દોડી રહ્યા છે તે તો દોડતા જ રહેશે. પરંતુ નવું પ્રોડક્શ જ બંધ થઈ જતાં હાલ દોડી રહેલા છકડા કેટલું ખેંચી શકશે તે પણ એક સવાલ છે.

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત
પાકિસ્તાનનો હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ, જમ્મુથી ભુજ સુધીના ભારતના આ 15 શહેરો નિશાના પર હતા
રાજ્યમાં 10 દિવસમાં 7 વૃદ્ધો સહિત 21 દર્દીએ કોરોનાને આપી માત, રાજકોટના 75 વર્ષીય વૃદ્ધાને તો વેન્ટીલેટરની પણ જરુર ન પડી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો, પતિ-પત્નીના મોત
અમદાવાદનું સૌથી મોટું જમાલપુર APMC માર્કેટ આ તારીખ સુધી લોકડાઉન
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

adsfvfv
ગુજરાત

કોંગ્રેસ કોર્પોરેટ બદરુદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન

By Palak Thakkar
1 Min Read
mask
ગુજરાતજાણવા જેવું

ગુજરાતના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યુ એવુ માસ્ક કે તેના સંપર્કમાં આવતા જ કોરોના ખતમ થઈ જશે !

By Chintan Mistry
1 Min Read
Singtel and cottonseed oil have risen by Rs 500 in the last 6 months.
ગુજરાત

સિંગતેલ અને કપાસિયા તેલમાં છેલ્લા 6 માહિનામાં કટકે કટકે 500 રૂપિયા વધી ગયા!

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?