Connect with us

ગુજરાત

શું તમે વેકેશનની રજા માણવાનો પ્લાન કરી રહ્યા છો તો ગુજરાતના આ સુપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહી ..

Published

on

વેકેશનનો સમય આવી રહ્યો છે.અને બધાના મનમાં એવું થતું હશે કે ચાલો આ વેકેશન દરમિયાન ક્યાંક ફરી આવીએ..પણ આપણે કન્ફયુઝ હોઈએ છીએ કે ક્યાં જઈશું?વધારે આપણને એ સ્થળ વધારે ગમે છે જ્યાં રણ જેવો વિસ્તાર હોય અને પહાડીઓ પરથી ઝરણાઓ ફૂટતા હોય એ જગ્યા આપણા બધા માટે ખુબ જ પ્રિય હોય છે નહી ?અને શહેરના ઘોંઘાટથી ત્રાસી આપણે શાંત જગ્યા પસંદ કરતા હોઈએ છીએ કે આવી કોઈ જગ્યા પર જઈ ત્યાં આરામથી ફરી શકીએ.અને કુદરતની પ્રકૃતિ માણીએ.અને આપણા વેકેશનના દિવસો વિતાવીએ તો ચાલો જાણીએ ગુજરાતના કઇક એવા સ્થળો જે આપણે સૌ જવાનું પસંદ કરીએ છીએ….

ગીરનું જંગલ

ગીરના જંગલનું નામ આવતાની સાથે જ આપણને એ ગીરમાં ફરવા જવાની ઇચ્છા જરૂરથી હોય છે ને આપણામાં એ ઈચ્છા હોય છે કે ત્યાં જઈ સિંહ કે સાવજને જોવા..ફોટોગ્રાફી કરવી ઉપરાંત આપણે સિંહ કે સાવજને માત્ર ફોટા માં જ જોતા ત્યારે હવે ગાંડી ગીર તરીકે ઓળખાતું આ ગીરનું જંગલ ખુબ જ રમણીય અને આકર્ષિત કરનારું છે ત્યાના સિંહ એ તો ગીરનું ઘરેણું છે અને ખુલ્લામાં ત્યાં સિંહ ફરતા દેખાય છે તેની આજુબાજુમાં રોકવા માટે રિસોર્ટ પણ છે જેથી આપણે ત્યાં રહી શકીએ આમ ગીરનું જંગલ ખુબ જ રમણીય અને ખુબ જ સુંદર છે તો આ વેકેશનમાં ત્યાં મુલાકાત લેવાનું ચુકતા નહી…

સાપુતારા

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું એક સુંદર સ્થળ એટલે સાપુતારા..જે ડાંગ જીલ્લાના આહવા તાલુકામાં આવેલું છે જે ગુજરાતનું હિલ સ્ટેશન છે.સાપુતારા એટલે જાણે આપને કેનેડાના નન્ટનમાં આવી ગયા હોય એવો અનુભવ કરાવે છે અને અહી લોકો ઉનાળામાં રજા માણવા આવે છે.સાપુતારા એ પહાડોની હારમાળામાં જાણે વીંટળાયેલું હોય એવું જ લાગે જાણે તે પ્રકૃતિના ખોળે રમે છે.ત્યા જ સનસેટ પોઈન્ટ,સ્યુસાઈડ પોઈન્ટ પણ આવેલો છે તેમજ તેનાથી થોડે આગળ ગીરા ધોધ અને વઘઈ ગાર્ડન પણ આવેલું છે અને ત્યાં હમેશા ઠંડકતા પથરાયેલી જ રહે છે આવું પહાડીઓ વચ્ચે આવેલું સ્થળ એટલે સાપુતારા..અને ત્યાં ફરવા લાયક આદિવાસી મ્યુઝીયમ પણ આવેલું છે…

દીવ

દીવનું નામ આપણા હોઠ પર આવતા આપણને ત્યાં જવાની ઈચ્છા થઇ જ જાય છે..અને આખરે દીવ જવું તો કોને ન ગમે ત્યારે.ચાલો જાણીએ દીવ વિશે.તો ત્યાં નાગોઆ બીચ,ઘોઘલા બીચ,જલંધર બીચ આવેલો છે.જ્યાં દરિયા સાથે મજા માણવાની મજ્જા જ કઈક અલગ હોય છે.ત્યારે વાત કરીએ તો ત્યાના મ્યુઝીયમની તો વિશ્વનું એકમાત્ર એવું મ્યુઝીયમ જ્યાં સમુન્દર માંથી મળતા શંખ કે છીપલાંનું સી-શેલ-મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે તેમાં તમે જાત જાત ના શંખ અને છીપલાં જોઈ શકો છો.આ મ્યુઝીયમ નાગોઆ બીચ પાસે આવેલું છે.આ દીવનો વિશાળ દરિયા કિનારો અને એનું અકલ્પનીય વાતાવરણ જાણે સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.

શેત્રુંજય પર્વત પાલીતાણા

આ પર્વત એટલે કે જાણે એક નાનું કાશ્મીર.ત્યાનું વાતાવરણ એની સુંદરતામાં ઓર વધારો કરે છે..આ પર્વત ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલો છે.ત્યાં પર્વત પર જૈન દેરાસરો આવેલા છે.જે પવિત્ર તીર્થ ધામ માનવામાં આવે છે.અહી ૧૨૫૦ આરસના જૈન દેરાસરો ખુબ જ સુશોભિત લાગી રહ્યા છે.અને આ પર્વતની ટોચ પર મુખ્ય મંદિર પ્રથમ તીર્થકર આદિનાથનું મંદિર આવેલું છે.અહી કોઈને પણ રાત રેવા નથી દેતા અને પુજારીને પણ નહી.અને આ ગોહિલ રાજપુતોનું રજવાડાનું પાટનગર હતું..આ ઉપરાંત તેની આજુબાજુ શેત્રુંજી નદી આવેલી છે.જેને શેત્રુંજય ડેમ પણ કહે છે.અને ત્યાં જ પાલીતાણામાં હસ્તગીરીના ડુંગરો આવેલા છે અને તે જાણે લીલીછમ ધરતી પાથરીને બેઠા હોય તેવું મોહક દ્રશ્ય જોવા મળે છે.હસ્તગીરીનું સોંદર્ય અલોકિક છે જાણે એજ જન્નત મળી ગઈ હોય તેમ…

તારંગા

મહેસાણામાં સતલાસણા તાલુકામાં આવેલું તારંગા એ તારંગા હિલ તરીકે ઓળખાય છે જે અરવલ્લીની પર્વતમાળામાં આવેલ છે તેને ટેકરી ૧૨૦૦ ફૂટ ઉંચી છે.અહી ઘણા જૈન મંદિરો આવેલો છે.અને તેની સુંદરતા અને તેનું મોહક દ્રશ્ય જાણે આપણું ધ્યાન ખેંચતી હોય તેવું લાગે છે.જાણે તે સદીઓથી ઈતિહાસ દર્શાવતું હોય તેવું લાગી આવે.

પોલો ફોરેસ્ટ

પોલો ફોરેસ્ટનું જંગલ સાબરકાંઠા ના વિજયનગરમાં આવેલું છે.આ જંગલની વચ્ચેથી જ હરણાવ નામની નદી ખળ ખળ વહે છે ત્યાં બંધ બાંધવામાં આવ્યા છે અને ઘણા આડબંધ પણ બાંધવામાં આવ્યા છે.આમ અહી બારેમાસ પણ આવી શકાય છે અને ટુર કે વન ડે પીકનીક પણ થઈ શકે છે ઉપરાંત અહી ચોમાસનું દ્રશ્ય બધાનું મન હરી લે છે.જાણે કે મોહકતા ચારે બાજુ વ્યાપી ગઈ હોય તેમ…જાણે કે તે પ્રકૃતિના ખોળે પાંગર્યું હોય.પ્રકૃતિપ્રેમી માટે આ જગ્યા બેસ્ટ કહી શકાય.અને ચોમાસાના સમયમાં તેની સુંદર બમણી થઈ જાય છે.આ જંગલ ૪,૫ કીલોમીટરમાં વ્યાપેલું છે.અહી માત્ર ઝરણું કે પહાડી જ નથી પણ અહી શિવ મંદિર અને જૈન મંદિર ઉપરાંત હરણાવ નદી અને ડેમ પણ આવેલો છે.આ જગ્યા એ ટ્રેકિંગ માટે પણ ખુબ જ સારી છે.

ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

Published

on

ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.

નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે

તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.

ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન

આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.

Continue Reading

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રેન્કિંગ પર ભારત: ‘ભૂલભર્યું, ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે’

Published

on

ભારતે શનિવારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 રેન્કિંગને નકારી કાઢ્યું હતું. અને કહ્યું હતું કે ઇન્ડેક્સ ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રેન્કિંગ એ “ભૂખનું ખોટું માપ” છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું 107મું રેન્કિંગ એ “એક રાષ્ટ્ર કે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી” તરીકે દેશની છબી ખરાબ કરવાના સતત પ્રયાસનો એક ભાગ છે, કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતને 121 દેશોમાંથી 107માં સ્થાન આપવામાં આવ્યું છે અને તેના બાળકોનો બગાડ દર 19.3 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending