લોકડાઉનના સમયમાં ફેમશ થયેલી ડાલગોના કોફી તમે પણ ઘરે બનાવો, ડાલગોના કોફી બનવવાની સરળ રીત

ડાલગોના કોફી એ કોરિયાની ફેમસ કોફી છે જેને વ્હીપ્ડ કોફી પણ કહેવામાં આવે છે. જ્યારે હાલ કોરોના વાયરસને લઇને સરકાર દ્રારા લોકડાઉન આપવામાં આવ્યું છે. જેને લઇને લોકો ઘરે બેસીને અવનવા ચેલેન્જ કરે છે. આ વચ્ચે ડાલગોના કોફીનું ચલન વધી ગયું છે. ત્યારે આવો જોઇએ કેવી રીતે બનાવાય ડાલગોના કોફી.

4 ચમચી – કોફી પાવડર

3-4 ચમચી ખાંડ

3 ચમચી હુફાળું પાણી

4 કપ દૂધ

2 ચમચી બુરું ખાંડ

ગાર્નિશ માટે -કોફી પાવડર

ડાલગોના કોફી બનાવવાની રીત

  1. સૌ પ્રથમ દુધમાં ખાંડનું બુરું એડ કરી મિક્સ કરી ફ્રીઝમાં ઠંડું કરવા મુકો.
  2. એક ડીપ બાઉલમાં કોફી પાવડર, ખાંડ અને પાણી ઉમેરી તેને મિક્સરની જાર કે બ્લેન્ડરની મદદથી ફીણી લો.
  3. ૧૫ મિનિટ બાદ કોફી એકદમ ક્રીમ જેવી બની જશે.
  4. ત્યારબાદ સૌ પ્રથમ કાચના ગ્લાસમાં પોણા ગ્લાસમાં આઈસ કયુબ અને ચીલ્ડ મિલ્ક રેડવું
  5. ત્યારબાદ ચમચી વડે વ્હીપ કરેલ કોફીનું લેયર કરી કોફી પાવડરથી ગાર્નિશિંગ કરી
  6. એકદમ ચીલ્ડ કોફી સર્વ કરો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *