સવારના નાસ્તામાં બનાવો ટેસ્ટી એવી પાલખ પેટીસ: પાલખ પેટીસ રેસીપી

પાલખની-પેટીસ

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ પાલખ પેટીસ. જી હા, આપણે પાલખની વિવિધ વાનગીઓ બનાવતા હોઈએ છીએ, જેમકે પાલખ પનીર, પાલખનું શાક વગેરે પણ એના સિવાય બીજું કાઈ બનાવવાનું વિચાર્યું છે. નહિ ણે તો આજે માણો પાલખ પેટીસ ની વાનગી. આ વાનગી બનાવીને તમારા પરિવારજનોને ખુશ કરો.

જરૂરી સામગ્રીઃ

 • ૨ – ૩ મોટા બટેટા  ૨ – ૩
 • ૨ કપ પાલખ
 • ૧ કપ લીલાં વટાણા
 • ૩ – ૪ લીલાં મરચાં ઝીણા સમારેલાં
 • ૧/૨ કપ કોથમીર ઝીણી સમારેલી
 • ૩ ટે.સ્પૂન ચણાનો લોટ
 •  ૧/૪ કપ બ્રેડ ક્રમ્સ
 • ૨ ટે.સ્પૂન આદુ-લસણની પેસ્ટ
 • ૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
 • ૧/૪ ટી.સ્પૂન લીંબુનો રસ અથવા આમચૂર પાવડર
 • ૧/૪ ટી.સ્પૂન ચાટ મસાલો, પેટીસ સાંતડવા માટે તેલ

બનાવવાની રીતઃ

 1. ચણાના લોટને શેકી લો.
 2. પાલખને ધોઈને ઉકળતા પાણીમાં 2 મિનિટ માટે નાખીને કાઢી લો અને ઠંડા પાણીમાં ૧ મિનિટ માટે રહેવા દો.
 3. ત્યારબાદ સારી કરીને નિતારી લો અને ઝીણી સમારી લો.
 4. વટાણા તેમજ બટેટાને બાફી લો.
 5. બટેટાને ખમણી લો.
 6. એક કઢાઈમાં આદુ-લસણની પેસ્ટ તેમજ લીલાં મરચાં સાંતડી લો અને ગરમ મસાલો થોડો સાંતડી લો.
 7. હવે એમાં સમારેલી પાલખ, કોથમીર, બટેટાનું ખમણ, તેમજ કોથમીર અને સ્વાદ મુજબ મીઠું તેમજ મસાલા ઉમેરી દો.
 8. ચણાનો લોટ મિક્સ કરીને એમાંથી ૧ ટે.સ્પૂન મિશ્રણ લઈને ચપટા ગોળા વાળો.
 9. ગોળા ઢીલા હોય તો એમાં બ્રેડ ક્રમ્સ ઉમેરો.
 10. બધાં ગોળા વાળી લીધાં બાદ પેનમાં તેલ લઈને સોનેરી રંગના સાંતડી લો.
 11. હવે આ પેટીસ ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં અમને જણાવો. તમે તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં આપી શકો છો. અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારા પેજને લાઇક કરો. જો આ લેખ તમને ગમ્યો હોય લાઇક કરો અને આ માહિતી અન્ય લોકો સુધી પહોચાડવા શેર કરો.
આભાર…

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *