કોરોના મહામારીને કારણે પહેલીવાર લાલ કિલ્લા પર આવી રીતે થશે સ્વતંત્રતા સમારોહ

કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશમાં સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે. કોરોના કાળમાં ઈતિહાસમાં પહેલીવાર આવા સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહ માટે કેન્દ્ર સરકાર તરફથી કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી વચ્ચે ભારતમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં સંક્રમણને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ શકતા નથી એવામાં ઈતિહાસમાં પહેલીવાર અલગ રીતે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષની તુલનામાં માત્ર 20 ટકા વીવીઆઈપી જ ત્યાં ઉપસ્થિત રહેશે બાકીના લોકો લાઈવ ભાષણ સાંભળશે

સૂત્રો દ્વારા મળતી માહિતીઓ અનુસાર આ વર્ષે સ્વતંત્રતા દિવસના સમારોહમાં મૂળભૂત ફેરફારો કરવામાં આવશે. સમારોહમાં કોઈ બાળક સામેલ થશે નહીં. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ રક્ષા સચિવ અજય કુમારે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું જેમાં તેમણે સોશિયલ ડીસ્ટન્સ માટેના નિર્દેશ આપ્યા છે.

આ વર્ષે લાલકિલ્લાના અગ્રભાગની બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવશે. પહેલા લાલકિલ્લાના અગ્રભાગમાં 900 લોકો બેસતા હતા હવે નીચલા સ્તર પર માત્ર 100 લોકોને જ બેસવાની મંજૂરી આપવામાં આવશે.

આ સિવાય આ સમારોહમાં 1500 લોકો એવા સામેલ થશે જેમણે કોરોના વાયરસ સામે જંગ જીતી છે જેમાંથી 500 સ્થાનિક પોલીસ અને અન્ય એક હજાર વ્યક્તિ દેશના ખૂણેખૂણેથી સામેલ થશે. હાલમાં જ રક્ષા મંત્રાલયમાં થયેલ એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ ગૃહમંત્રાલયની યોજના અનુસાર તેના પર કામ શરુ કરી દેવામાં આવ્યું છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *