ઇન્ટરનેશનલ સ્ટાર કેટી પેરી પહોંચી ભારત

હોલિવૂડની ફેમસ સિંગર કેટી પેરી મંગળવારે ભારત પહોંચી ગઈ છે. કેટી પેરીના સ્વાગત માટે તેના ફેન્સની સાથે બોલિવૂડ પણ તૈયાર છે. કેટી 16 નવેમ્બરનાં મુંબઈનાં ડીવાય પાટીલ સ્ટેડિયમમાં આયોજિત મ્યુઝિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવા માટે ભારત આવી છે. આ ફેસ્ટિવલની તૈયારી માટે કેટી ભારતમાં ચાર દિવસ વહેલા આવી છે. મંગળવારે કેટીએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. ફિલ્મમેકર કરણ જોહર કેટીને વેલકમ પાર્ટી આપવાનો છે. આ પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે.

કરણે કેટીના સ્વાગતમાં ડિનર અને કોકટેલ પાર્ટી રાખી છે. કરણ જોહર અગાઉ હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથ અને ડિરેક્ટર ડેરેન એરોનોસ્કી માટે પણ પાર્ટી હોસ્ટ કરી ચૂક્યો છે. કેટી સાથે ડુઆ લીપા પણ પર્ફોર્મ કરવાની છે. આ સાથે ગ્લોબલ પોપ સ્ટાર્સ સિવાય અમિત ત્રિવેદી, ઋત્વિજ જેવા ભારતીય સિંગર્સ સાથે અન્ય લોકલ સ્ટાર્સ પણ હાજર રહેશે. આ ઇવેન્ટ માટે ટિકિટનો દર 3000 રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવ્યો છે. કેટીના એક્સ હસબન્ડ રસેલ બ્રાન્ડે તેને તાજ મહેલ સામે પ્રપોઝ કર્યુ હતુ અને બંનેએ રાજસ્થાનમાં 2010માં લગ્ન કર્યાં હતાં. 2012માં કેટીએ ચેન્નઈમાં આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *