Connect with us

એન્ટરટેઈન્મેન્ટ

જ્હાન્વી કપૂરએ સામેથી આ વ્યક્તિને આપ્યો પોતાનો મોબાઈલ નંબર, થઈ ગઈ લટ્ટુ.

Published

on

સલમાન ખાનના ફેમસ રિયાલિટી ‘બિગબોસ 16’ હમણાં ટીવી પર ખૂબ છવાયેલ છે. અબદુ રોઝીકની ક્યૂટનેસ લોકોને અને સલમાનને તો પસંદ આવે જ છે આ સાથે જ શૉમાં સ્પર્ધકને પણ ખૂબ પસંદ આવી રહ્યા છે. શોમાં અબદુનો ગેમ પ્લાન પણ દર્શકોને ખૂબ જ મનોરંજન કરાવવાનું છે.

હમણાં જ બિગબોસ 16નો એક નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જ્હાન્વી કપૂર એ બિગબોસની મહેમાન બની છે આ વિડીયો કલર્સ ટીવીના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં જ્હાન્વી કપૂર અબદુ રોજીકની ક્યૂટનેસ જોઈને તેને પોતાનો મોબાઈલ નંબર પણ આપી દે છે.

આ વિડીયોમાં જ્હાન્વી કપૂર અબદુને પૂછે છે કે ‘અબદુ હું કેવી લાગી રહી છું?’ આની ઉપર તે કહે છે કે તમે ખૂબ સુંદર લાગી રહ્યા છે. અબદુની વાત સાંભળીને જહાનવી કહે છે કે મને હજી પણ વધુ કોમ્પલિમેન્ટ્સ જોઈએ, તમે બધાને સુંદર તો કહો જ છો. આ પછી જ્હાન્વી અબદુને કહે છે કે તેનો ફોન નંબર મને પણ યાદ રહી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

આ પછી જ્હાન્વી કપૂર અબદુના કાનમાં પોતાનો નંબર જણાવે છે અને કહે છે કે તમને મારો નંબર યાદ તો રહેશેને? તો અબદુ કહે છે કે હું તમને ફીણ કરીશ.

વિડીયોમાં જ્હાન્વી કપૂર અબદુ સાથે ફ્લર્ટ કરતી દેખાઈ રહી હતી તેને લઈને બીજા લોકો પણ ખૂબ હેરાન રહી ગયા હતા. બિગબોસ 16ના આ પ્રોમો વિડીયો પર ચાહકો ખૂબ કોમેન્ટ્સ આપી રહ્યા છે.

વાત એમ હતી કે જ્હાન્વી કપૂર એ પોતાની આવી રહેલ ફિલ્મ મિલીના પ્રમોશન માટે સલમાન ખાનના શો બિગબોસમાં પહોંચી હતી. આ દરમિયાન સન્ની કૌશલ પણ તેમની સાથે હતા. આ દરમિયાન જ્હાન્વી કપૂરએ બ્લ્યુ રંગનો બોડીકોન આઉટફિટ પહેર્યો હતો, આ કપડાંમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

એન્ટરટેઈન્મેન્ટ

‘વ્હાલમ જાઓ ને’નું નવું સોન્ગ ‘ઘેલો રે ઘેલો’થઇ ચૂક્યુ છે રીલિઝ!

Published

on

ફિલ્મમાં સૌપ્રથમ વખત સચિન-જીગર ગીત ગાતા નજરે આવી રહ્યાં છે

ગુજરાતઃપ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલા રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉં’ અને સિઝનનું પરફેક્ટ વેડિંગ નંબર‘મુરતિયો મૂડમાં નથી’ સાથે પ્રેક્ષકોને રોમાંચિત કર્યા બાદ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ટ્રેક ‘ઘેલો રે ઘેલો’ કે જે વિચિત્ર અને રમુજી છે તેને રીલિઝ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી,આપણે પ્રખ્યાત મ્યુઝિકલ ડ્યુઓ સચિન-જીગરને સંગીતકાર અને ગાયક તરીકે જોયા છે,પરંતુ આ પહેલીવાર હશે જ્યારે પ્રેક્ષકો સચિન-જીગરને ગુજરાતી ફિલ્મના ગીતમાં જોઇ રહ્યાં હશે.

મ્યુઝિકલ ડ્યુઓ સચિન-જીગર દ્વારા સંગીત કંપોઝ આવ્યું છે, આ ગીતના શબ્દો ફિલ્મના મૂડને ધ્યાનમાં રાખીને ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે, જેને સચિન સંઘવી અને જીગર સરૈયાએ ગાયું છે.
‘ઘેલો રે ઘેલો’ એ એક નૉન-સ્ટોપ એન્ટરટેઇનિંગ સોન્ગ છે, જે પ્રેક્ષકોને તે જ સમયે તે નાયક માટેની અનુભૂતિ કરાવશે, જે પોતાના જીવનમાંથી ઘણી વસ્તુઓને પૂર્વવત્ કરવા ઇચ્છુક છે. આ ગીત ઉન્માદ અને આનંદી ક્ષણોને દર્શાવે છે,જેમાં આપણા મુખ્ય પાત્ર સુમિત ગાંધી (પ્રતિક ગાંધી) પોતાના જીવનમાંથી પસારથઇ રહ્યા છે.

‘ઘેલો રે ઘેલો’કંપોઝ કરવા પર મ્યુઝિકલ ડ્યુયો સચિન-જીગર જણાવે છે, “ઘેલો રે ઘેલો એક મેડ સોન્ગ છે, જે ફિલ્મના સારને ખરેખર સારી રીતે દર્શાવે કરે છે. આ સોન્ગને કંપોઝ કરતી વખતે અમને ખૂબ જ મજા આવી અને પહેલીવાર દર્શકો અમને ગુજરાતી ફીચર ફિલ્મમાં ગીત પર પરફોર્મ કરતા જોશે. આ સોન્ગ એક પેપી નંબર છે અને મૂવીમાં પ્રતિકના પાત્રના ઉન્માદ અને રોલર કોસ્ટર રાઇડને હાઇલાઇટ કરે છે.”

‘વ્હાલમ જાઓ ને’ એક મલ્ટી-સ્ટારર રોમેન્ટિક કોમેડી છે, જેનો રોલર કોસ્ટર પ્લોટ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે, જેને માત્રને માત્ર થિયેટર્સમાં જ જોવો જોઈએ.

અહીં ગીત જુઓ –

જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયો અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત તેમજ હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત‘વ્હાલમ જાઓ ને’ પ્રતિક ગાંધી, દીક્ષા જોશી, ટીકુ તલસાણિયા, સંજય ગોરાડિયા, કવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ અભિનિત છે. જે 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Continue Reading

એન્ટરટેઈન્મેન્ટ

અનુપમા અને અનુજના જીવનમાં વાવાઝોડું ત્રાટકશે, ટીવીની આ અભિનેત્રીની થશે એન્ટ્રી?

Published

on

અનુપમા અને અનુજના જીવનમાં વાવાઝોડું ત્રાટકશે, ટીવીની આ અભિનેત્રીની થશે એન્ટ્રી?

રૂપાલી ગાંગુલીના સુપર હિટ શો ‘અનુપમા’એ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. દરરોજ આ શોમાં કોઈને કોઈ અવનવા વળાંક આવતા રહે છે. આ સિરિયલના મેકર્સ પણ દર્શકોને ખુશ કરવા અને શો સાથે જોડાયેલ રાખવા માટે સતત કોઈને કોઈ પ્રયત્ન કરતાં રહે છે. સિરિયલમાં ચાલતા અવનવા વળાંક અને ટ્વીસ્ટથી દર્શકો ખૂબ ખુશ છે અને હવે આગળ સિરિયલમાં શું આવશે એ જાણવા માટે સતત પ્રયત્ન કરતાં હોય છે.

હમણાં સિરિયલ ‘અનુપમા’માં જોવા મળ્યું હતું કે અનુપમાએ કોલેજમાં એડમિશન લીધું છે તે પોતાનું આગળનું ભણવાનું પૂરું કરવા માટે ખૂબ પ્રસન્ન અને એક્સાઈટેડ છે. હમણાં આ બધા ટ્વીસ્ટ અને ટર્ન વચ્ચે અનુપમાને લઈને એક સમાચાર આવી રહ્યા છે કે આ સિરિયલમાં ટીવીની એક ફેમસ અભિનેત્રી સુપ્રિયા પિલગાવકરની એન્ટ્રી થઈ શકે છે. જો હવે આ બાબત વિષે અભિનેત્રીએ જાતે પ્રતિક્રિયા આપી છે.

સુપરહિટ સિરિયલ અનુપમાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે શોમાં સુપ્રિયા પિલગાવકરની એન્ટ્રી એ અનુપમાના ટીચર તરીકે થવાની છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે અભિનેત્રી સુપ્રિયાનું કહેવું છે કે તેમણે આવા કોઈ પાત્ર માટે ઓડિશન પણ આપ્યું નથી અને તેમને આ બાબતમાં કોઈ કોલ પણ આવ્યો નથી. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, ‘આ મારી માટે પણ નવાઈ લાગે એવું છે. આ સાચું નથી. મે ઈન્ટરનેટ પર વાંચ્યું હતું અને હું પોતે હેરાન રહી ગઈ હતી કે લોકો આવી વાર્તાઓ કેવીરીતે બનાવી શકે છે.’

રૂપાલી ગાંગુલીના સુપરહિટ શો ‘અનુપમા’ વિષે વાત કરતાં સુપ્રિયા આગળ જણાવે છે કે, ‘મને પ્રોડક્શન હાઉસથી કોઈ ફોન પણ નથી આવ્યો અને મે કોઈ ઓડિશન પણ નથી આપ્યું. આ બહુ રસપ્રદ શો છે અને જ્યારે હું લંડન ગઈ હટી તો લોકો આ વિષે મને પૂછી રહ્યા હતા. હું પોતે પણ આ શો પણ પસંદ કરું છું, પણ મને હજી સુધી અનુપમા માટે બોલાવી નથી. મને સસુરાલ ગેદાં ફૂલ-2′ પછી ઘણી ઓફર આવી હતી પણ હું થોડો બ્રેક લેવા માંગતી હતી. હવે હું જલ્દી જ ટીવી પર પરત આવીશ.’

Continue Reading

એન્ટરટેઈન્મેન્ટ

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

Published

on

બૉલીવુડની ફેમસ અભિનેત્રી કેટરીના કેફનું ફિલ્મ ‘ફોનભૂત’ જલ્દી જ રીલીઝ થવાનું છે. કેટરીના કૈફએ હમણાં જ લગ્ન પહહઈ પહેલું કરવા ચૌથનું વ્રત કર્યું હતું. આ વ્રત કર્યાના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેટરીના કૈફએ પતિ વિક્કી કૌશલની લાંબી ઉમર માટે વ્રત કર્યું હતું. આ સાથે તેણે તૈયાર થઈને ચંદ્રની પૂજા પણ કરી હતી.

કેટરીનાનું આ પહેલું કરવા ચૌથ હોવાને લીધે વિક્કી કૌશલએ પણ આ દિવસને ખાસ બનાવ્યો હતો. આ દિવસે વિક્કી કૌશલએ કેટરીનાને એક સરપ્રાઈઝ આપી હતી. આ સરપ્રાઈઝથી કેટરીના ખૂબ ખુશ થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો કેટરીના કૈફએ જાતે કરી હતી.

એક મીડિયા હાઉસને આપેલ ઇંટરવ્યૂમાં કેટરીના કૈફએ કહ્યું હતું કે વિક્કી કૌશલએ કેટરીના કૈફના પહેલા કરવા ચૌથને ખૂબ ખાસ બનાવ્યો હતો. વાત એમ હતી કે આ દિવસે અભિનેતા વિક્કી કૌશલે પણ કેટરીના કૈફ માટે વ્રત કર્યું હતું. અભિનેત્રીએ આ વિષે વાત કરતા કહ્યું હતું કે, ‘મને આશા નહોતી કે વિક્કી આવું કરશે. પણ તેમણે જાતે જ આ નિર્ણય કર્યો એ ખૂબ ગમ્યું મને. વિક્કીના મમ્મી પપ્પાએ પણ કરવા ચૌથ સેલિબ્રેટ કરી લાગતું હતું કે આ તેમનું પણ પહેલું કરવા ચૌથ છે.’

પહેલું કરવા ચૌથ વ્રતને લદિહે કેટરીના કૈફએ બધી વિધિ ખૂબ સારી રીતે નિભાવી હતી, પણ ચંદ્રની રાહ જોતાં જોતાં તે ખૂબ ભૂખી થઈ ગઈ હતી. આ વાત પણ તેણે જણાવી હતી. કેટરીના કૈફએ કહ્યું હતું કે ‘મુંબઈમાં ચંદ્ર 9:01એ આવી જાય છે પણ એ દિવસે 9:30 સુધી ચંદ્ર દેખાયો હતો નહીં ને મને ખૂબ ભૂખ લાગી હતી.’ જો કે જ્યારે અભિનેત્રી કેટરીનાને ખબર પડે છે કે વિક્કી કૌશલએ પણ તેની મેટ વ્રત કર્યું છે ત્યારે તે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને તેને ખૂબ સારું લાગ્યું હતું.

વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં 9 તારીખે થયા હતા. તેમના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. તેમના લગ્નમાં પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા હતા. કેટરીના અને વિક્કીના લગ્નને લઈને તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત હતા.

Continue Reading
Advertisement
Advertisement

Trending