લેડી ગાગાનો વિડિઓ થયો વાયરલ

હોલિવુડ સિંગર અને એક્ટ્રેસ લેડી ગાગા દુનિયાની સૌથી પોપ્યુલર સેલિબ્રિટીમાંથી એક છે. ફિલ્મ અ સ્ટાર ઈઝ બોર્નની એક્ટ્રેસ લેડી ગાગા એક ગ્લોબલ આઈકન છે અને તે પોતાની અલગ-અલગ સ્ટાઈલ અને ફેશન માટે વધારે જાણીતી છે. લેડી ગાગા જ્યાં પણ જાય છે ત્યાં લોકોને પોતાના પ્રત્યે આકર્ષિત કરી લે છે. તે લાઈમલાઈટમાં પણ વધારે રહે છે.જો કે, હાલમાં જ લેડી ગાગા બીજીવાર ચર્ચામાં આવી છે પરંતુ આ વખતનું કારણ થોડું અલગ છે. વાત એમ છે કે, હાલમાં જ લાસ વેગાસમાં તેનો કોન્સર્ટ યોજાયો હતો અને તે નીચે પટકાઈ.

ઘટના ત્યારે બની જ્યારે તે પોતાના ફેન્સ સાથે ડાન્સ કરી રહી હતી અને અચાનક જ લપસી ગઈ. ઘટના ગુરુવારે સાંજે બની જ્યારે સિંગર લાસ વેગાસ રેઝિડેન્સીમાં પોતાના ફેન્સની ભારે ભીડ વચ્ચે પર્ફોર્મ કરી રહી હતી.સૌથી સારી વાત એ છે કે, લેડી ગાગા અને તેના ફેનને ઈજા પહોંચી નથી અને બંને ઠીક છે. આટલું જ નહીં પડ્યા બાદ તે ફરી ઊભી થઈ અને સ્ટેજ પર પાછી ગઈ. તેણે તે ફેનનો હગ કર્યું અને કહ્યું કે તેનો કોઈ વાંક નથી. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *