Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મોંમાં ઓગળી જાય તેવા દાણાદાર રાજસ્થાની ચૂરમા લાડુ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > મોંમાં ઓગળી જાય તેવા દાણાદાર રાજસ્થાની ચૂરમા લાડુ
ફૂડ

મોંમાં ઓગળી જાય તેવા દાણાદાર રાજસ્થાની ચૂરમા લાડુ

Gujju Media
Last updated: July 4, 2026 4:58 pm
By Gujju Media
5 Min Read
Share
churma laddu 0407.jpg.webp
SHARE

ઘરે બનાવો હલવાઈ જેવા સ્વાદિષ્ટ ચૂરમા લાડુ, નોંધી લો સ્ટેપ-બાય-સ્ટેપ રીત

Contents
  • ચૂરમા લાડુ બનાવવા માટેની જરૂરી સામગ્રી
  • મઠરી તૈયાર કરવાની અને તળવાની સાચી રીત
  • દાણાદાર પાવડર અને ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ
  • અંતિમ સ્ટેપ: માવો મિક્સ કરીને લાડુ વણવા

જ્યારે પણ ભારતીય પરંપરાગત મીઠાઈઓની વાત આવે છે, ત્યારે રાજસ્થાની ભોજનનું નામ સૌથી મોખરે લેવાય છે. દાળ-બાટી સાથે પીરસવામાં આવતા ચૂરમા લાડુ માત્ર રાજસ્થાનમાં જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશમાં અત્યંત લોકપ્રિય છે. શુદ્ધ ઘી, ડ્રાયફ્રૂટ્સની સુગંધ અને એલચીના સ્વાદથી ભરપૂર આ લાડુ જોતાં જ કોઈના પણ મોંમાં પાણી આવી જાય. સામાન્ય રીતે લોકોને એવું લાગતું હોય છે કે આવા શાહી લાડુ ઘરે બનાવવા ખૂબ અઘરા છે અને તે બહાર જેવા દાણાદાર નથી બનતા. પરંતુ જો યોગ્ય માપ અને પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, તો તમે પણ તમારા રસોડામાં હલવાઈ જેવા જ ટેસ્ટી અને મોંમાં ઓગળી જાય તેવા લાડુ આસાનીથી બનાવી શકો છો. આ લાડુની સૌથી સારી વાત એ છે કે તેને તમે કોઈપણ તહેવાર પર બનાવી શકો છો અને એકવાર બનાવ્યા પછી ૧૫ દિવસ સુધી સ્ટોર કરીને તેનો સ્વાદ માણી શકો છો.

ચૂરમા લાડુ બનાવવા માટેની જરૂરી સામગ્રી

એકદમ પરફેક્ટ સ્વાદ મેળવવા માટે સામગ્રીનું માપ સાચું હોવું ખૂબ જરૂરી છે. આ માટે તમારે ૩ કપ ઘઉંનો કરકરો લોટ (જો લોટ ઝીણો હોય તો તેમાં ૨ ચમચી બારીક સોજી અથવા રવો ઉમેરી શકાય), પોણો કપ શુદ્ધ દેશી ઘી મોણ માટે, તળવા માટે પૂરતું ઘી અથવા તેલ, ૩-૩ ચમચી ઝીણા સમારેલા કાજુ અને બદામ, ૧૦૦ ગ્રામ માવો (ખોયા), ૩ ચમચી કિસમિસ, ૨ કપ દળેલી ખાંડ અથવા બૂરું ખાંડ, અડધી ચમચી એલચી પાવડર અને લાડુના ઉપરના કોટિંગ માટે ૨ ચમચી ખસખસની જરૂર પડશે.

- Advertisement -

મઠરી તૈયાર કરવાની અને તળવાની સાચી રીત

સૌથી પહેલાં એક મોટા વાસણમાં ઘઉંનો કરકરો લોટ લો. જો ઘરમાં રોટલીનો ઝીણો લોટ હોય, તો ટેક્સચર સુધારવા માટે તેમાં સોજી ચોક્કસ ઉમેરવી. હવે તેમાં અડધો કપ દેશી ઘીનું મોણ નાખીને હાથથી બરાબર મિક્સ કરો. લોટને હાથમાં પકડતાં મુઠ્ઠી વળે તેવું મોણ હોવું જોઈએ. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરીને લોટને મિક્સ કરો. યાદ રાખો કે આ લોટને રોટલીની જેમ ગૂંદવાનો નથી, બલ્કે માત્ર ભેગો કરીને કઠણ રાખવાનો છે. હવે આ લોટમાંથી નાના અને જાડા મુઠિયા અથવા મઠરી જેવા ગોળા બનાવો. મઠરીને વચ્ચેથી અંગૂઠા વડે થોડી દબાવી દેવી જેથી તે અંદર સુધી બરાબર શેકાઈ શકે.

એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો. ગેસની આંચ એકદમ ધીમી રાખવી ખૂબ જ જરૂરી છે. જો આંચ ફાસ્ટ હશે તો મઠરી બહારથી લાલ થઈ જશે પણ અંદરથી કાચી રહેશે. ધીમા તાપે મઠરીને બંને બાજુથી સોનેરી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. બધી મઠરી તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢીને સંપૂર્ણપણે ઠંડી થવા દો.

- Advertisement -

દાણાદાર પાવડર અને ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ

જ્યારે મઠરી એકદમ ઠંડી થઈ જાય, ત્યારે તેના નાના-નાના ટુકડા કરી લો. આ ટુકડાઓને મિક્સરના મોટા જારમાં નાખીને પલ્સ મોડ પર બરછટ એટલે કે કરકરા પીસી લો. આ પીસેલા ચૂરમાને એક જાડા ચાળણા (સોજી ચાળવાના ચાળણા) વડે ચાળી લો, જેથી કોઈ મોટા ટુકડા રહી ન જાય. જો ચાળણની ઉપર મોટા ટુકડા બચે, તો તેને ફરીથી મિક્સરમાં ફેરવીને પાવડર કરી લો.

હવે એક નાની પેનમાં પા કપ ઘી ગરમ કરો. તેમાં ઝીણા સમારેલા કાજુ, બદામ અને કિસમિસ ઉમેરીને હળવા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. ડ્રાયફ્રૂટ્સ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને આ ગરમ ઘી અને ડ્રાયફ્રૂટ્સને તૈયાર કરેલા ચૂરમાના પાવડરમાં ઉમેરી દો.

- Advertisement -

અંતિમ સ્ટેપ: માવો મિક્સ કરીને લાડુ વણવા

ચૂરમાનું મિશ્રણ જ્યારે થોડું નવશેકું (હળવું ગરમ) હોય, ત્યારે તેમાં ૨ કપ દળેલી ખાંડ અથવા બૂરું ખાંડ ઉમેરો. સાથે જ ૧૦0 ગ્રામ માવાને હાથથી મસળીને અથવા છીણીને આ મિશ્રણમાં નાખો. છેલ્લે સ્વાદ અને સુગંધ માટે એલચી પાવડર અને થોડી ખસખસ ઉમેરીને આ બધી સામગ્રીને બેય હથેળીની મદદથી બરાબર એકજીવ કરી લો.

હવે આ મિશ્રણમાંથી મધ્યમ કદના ગોળ લાડુ વાળવાનું શરૂ કરો. જો તમને એવું લાગે કે મિશ્રણ સૂકું છે અને લાડુ બરાબર વળાતા નથી અથવા તૂટી જાય છે, તો ગભરાવાની જરૂર નથી; તેમાં ૧ થી ૨ ચમચી ગરમ દેશી ઘી ઉમેરી દેવું. લાડુ વળાઈ જાય એટલે તેને પ્લેટમાં રાખેલી ખસખસ પર સહેજ રગદોળી લો, જેથી તેનો લુક એકદમ બજાર જેવો શાહી આવશે. બસ, તૈયાર છે તમારા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રાજસ્થાની ચૂરમા લાડુ! તેને એર ટાઈટ ડબ્બામાં ભરીને આખો પરિવાર મજા માણી શકે છે.

- Advertisement -
- Advertisement -
કેસર-એલચીના ફ્લેવર સાથે ઘરે તૈયાર કરો સ્પંજી રસ મલાઈ, મહેમાનો પણ આંગળા ચાટતા રહી જશે!
ઘરે બનાવો ક્રિસ્પી, હેલ્ધી અને બિલકુલ રેસ્ટોરન્ટ જેવું ચટાકેદાર સોયા મંચુરિયન
હવે ઘરે બનાવો મુંબઇના પ્રખ્યાત બટેટા વડા ફક્ત 15 મિનિટ માં
ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની આ છે બેસ્ટ રીત! એકવાર ટ્રાય કરશો તો બહારના ખાવાનું ભૂલી જશો
મિલ્ક પાવડરથી બનાવો હલવાઈ જેવા સોફ્ટ ગુલાબજાંબુ, જાણો પરફેક્ટ માપ સાથેની રીત
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Sindoor Khela 2.jpg.webp
બંગાળમાં ક્યારે અને કેવી રીતે શરૂ થઈ ‘સિંદૂર ખેલા’ની પરંપરા? જાણો ૪૦૦ વર્ષ જૂનો રોચક ઇતિહાસ!
ધર્મદર્શન
GOLD 0308.jpg.webp
અમદાવાદ, મુંબઈમાં આજે 24 કેરેટ સોનું ક્યા ભાવે વેચાઈ રહ્યું છે?
બિઝનેસ
Stock Market 0308.jpg.webp
શેરબજારમાં આજે મોટી હિલચાલ: ઓલા ઇલેક્ટ્રિકના એક્સ-રાઇટ્સ ઇશ્યૂ અને ટાટા એલેક્સી, હીરો મોટર્સના પરિણામો પર નજર
શેરમાર્કેટ
Shardiya Navratri.jpg.webp
આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, માં કૂષ્માંડા લાવશે જીવનમાં સુખ અને સમૃદ્ધિ
ધર્મદર્શન
1792025868 Amitabh Bachchan 2.jpg.webp
“લોકો કોમેન્ટમાં બુઢ્ઢો કહે છે…” ઓનલાઇન ટ્રોલિંગ પર KBCના મંચ પર છલકાયું અમિતાભ બચ્ચનનું દર્દ!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 17.jpg.webp
ફૂડ

સાદા બિસ્કિટને આપો નવો અવતાર: મિનિટોમાં તૈયાર કરો આ 5 ચટપટા સ્નેક્સ

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 40.jpg.webp
ફૂડ

બાપ્પાના ભોગ માટે ઘરે ઝટપટ બનાવો સ્વાદિષ્ટ નારિયેળ-મિલ્ક પાઉડર મોદક, જાણો સરળ રેસીપી!

By Gujju Media
5 Min Read
farali 2Bidli 1
ફૂડલાઈફ સ્ટાઈલ

હવે ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી ઇડલી,જાણો ફરાળી ઇડલી બનાવવાની રેસિપી

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?