અત્યારે દેશ-ભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે,તેની વચ્ચે આપણા પીએમ દ્રારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, તો આ સમયમાં તમારા પરિવાર અને બાળકોને નવી-નવી અને ટેસ્ટી વાનગીઓ બનાવીને ખવડાવો.
Contents

21 દિવસના લોકડાઉનમાં તમારા બાળકોને ટેસ્ટી તેમજ એકદમ હેલ્થી એવું સલાડ આપો જે તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારવામાં ખૂબ ઉપયોગી છે.

ભોજનમાં સલાડનું ખુબજ મહત્વ રહેલું છે. સલાડ ખાવાથી શરીરને જરૂરી વિટામીન મળી જાય છે. જ્યારે સલાડમાં પનીર મેળવી દેવામાં આવે ત્યારે સલાડ ખુબજ સ્વાદિષ્ટ અને પોષ્ટિક બની જાય છે. પ્રોટીનથી ભરપુર પનીરનું આ રીતે બનાવો સલાડ, ખાનારા ફરી ફરી માંગશે
1 કપ પનીર

1 નંગ શિમલા મિર્ચ

1 નંગ ટામેટું

સ્વાદઅનુસાર મીઠું

1 ચમચી મરી પાવડર

સલાડ બનાવવાની પદ્ધતિ
- સૌ પ્રથમ પનીરના એક સરખા ચોરસ નાના ટુકડા કરી લો.
- શિમલા મિર્ચ અને ડૂંગળીને એક સરખી લાંબી લાંબી કાપો.
- મી઼ડિયમ આંચ પર એક પેનમાં પાણી ઉકાળો.
- કાપેલા શાકભાજીને 5 મિનિટ ઉકાળો, થોડા નરમ પડે એટલે ઉતારી પાણી નીતારી લો.
- ટમેટાને બારીક સમારીલો આ તમામ વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરો.
- મીઠું, મરી, લીંબુ નાંખી સરખુ હલાવો
- તૈયાર છે તમારૂ પનીર સલાડ. આ સલાડ ખુબજ પૌષ્ટિક છે.


