લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.
લવિંગનુ સેવન કરવાના ફાયદા
- દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
- જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
- લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.