સરગવો ખાવોએ આપણી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. આમ તો સરગવાનુ ભરેલું શાક પણ સરસ થાય છે ઇનો પણ સ્વાદ લાજવાબ હોય છે. આજે અમે તમને સરગવાની કઢી કેવી રીતે બનાવવી તેની રેસીપી જણાવીએ છીએ. તો નોંધી લો રીત ને એકવાર જરૂર ટ્રાય કરજો. ભાત સાથે આ કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે.
સામગ્રી
સરગવો 2 નંગ
છાસ 250 મિલી
હળદર 1/2 ચમચી
ઝીરું 1 ચમચી
મેથી 1/2 ચમચી
લીલા મરચા લસણ ની પેસ્ટ 1ચમચી
હિંગ 1/4 ચમચી
લીમડી 4/5 નંગ
ધાણા ગાર્નીસિંગ માટે
બેસન 3 ચમચી
તેલ 2 ચમચી
મીઠુ સ્વાદ અનુસાર
પાણી જરૂર મુજબ
રીત
સૌપ્રથમ એક પેન માં બેસન ને તેલ માં સેકી લો બેસન સેકાય જાય,એટલે સરગવા ની સીંગ ને બાફી લો પછી એમાંથી સરગવાની સીંગ કાઢી લો. પછી છાસ ને બરોબર મિક્સ કરી લો એમાં બેસન અને એડ કરી મિક્સ કરી લો અને થોડું પાણી એડ કરી બરોબર મિક્સ કરી લો હલાવી દો.
પછી એક પેનમાં તેલ મૂકી એમાં ઝીરું મેથી ના દાણા મરચા લસણ અને હળદર એડ કરી વઘાર કરી લો,એમાં છાસ એડ કરી સરગવો એડ કરી મિક્સ કરી લો.થોડી વાર ઉકળે એટલે એમાં ધાણા એડ કરી મિક્સ કરી લો.
તો તૈયાર છે સરગવાની કઢી આ રેસીપી જરૂરથી બનાવજો કેમકે ઠંડીની સીઝનમાં ગરમ ગરમ કઢી ખીચડી ખાવાની ખુબજ મજા આવશે..