ઇન્ડીયાના ટોપ 10 યુટ્યુબર્સ.. જે યુટ્યુબથી કરે છે લાખોની કમાણી..

યુટ્યુબ એક સૌથી ફેમસ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. જ્યાં તમે શિક્ષણ, મનોરંજન, કોમેડી, એક્શન, ટેક્નોલોજી, ફેશન  વગેરેના વિડિઓઝ જોઈ શકો છો. YouTube એ ડિજિટલ સફળતાનું એક મોટું ઉદાહરણ છે. આ યુટ્યુબ પ્લેટફોર્મથી લોકો લાખોની કમાણી કરે છે.. અને યુટ્યુબ પર અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ પણ જોવા મળે છે.. તો ઇન્ડિયાના ટોપ 10 યુટ્યુબર નીચે મુજબ છે..

અમિત (Amit Bhadana) – 17.5 M

અમિતે તેની યુટ્યુબ જર્ની 24 ઓક્ટોબર, 2012 ના રોજ શરૂ કરી હતી.. અમિતનો જન્મ ફરીદાબાદમાં 7 સપ્ટેમ્બર, 1991 ના રોજ થયો હતો.. અમિત યુટ્યુબ પર કોમેડી કન્ટેન્ટ માટે ફેમસ છે..લોકો તેના કોમેડી કન્ટેન્ટને ખુબ જ પસંદ કરે છે..તેના હાલમાં ટોટલ 17.5 મીલીયન સબસ્ક્રાઈબર્સ છે.. અને તે ઇન્ડિયાના ટોપ યુટ્યુબર્સમાનો એક છે જેના હાઈએસ્ટ સબસ્ક્રાઈબર્સ છે..અમિત લાઈફસ્ટાઈલ, રીલેશનશીપ અને કોમેડી અને બીજા પણ કેટલાક કન્ટેન્ટ પર વિડિયોઝ બનાવે છે..અમિત ફક્ત યુટ્યુબર જ રહેવા નથી માંગતો પણ તેને બોલિવુડ પ્રત્યે ખુબ જ પ્રેમ છે તે બોલીવુડમાં પણ કોમેડી મુવીઝ બનાવવા માંગે છે..

 

ભુવન બામ-બીબી કી વાઈન્સ

(Bhuvan Bam-BB ki vines) – 15.9 M

ભુવને તેની યુટ્યુબ જર્ની 20th January 2015 ના રોજ શરૂ કરી હતી.. ભુવનનો જન્મ ન્યુ દેલ્હીમાં 21st January 1994 ના રોજ થયો હતો.. ઘણા ઓછા લોકોને ખબર છે કે ભુવન એક ખુબ જ સારો સિંગર અને રાઈટર પણ છે.. અને તે ઇન્ડિયાના ટોપ યુટ્યુબર્સમાનો એક છે જેના હાઈએસ્ટ સબસ્ક્રાઈબર્સ છે.. તેના હાલમાં ટોટલ 15.9 મીલીયન સબસ્ક્રાઈબર્સ છે.. તેની યુટ્યુબ ચેનલનું નામ બીબી કી વાઈન્સ છે.. અને તેના કોમેડી કન્ટેન્ટને લોકો ખુબ જ પસંદ કરે છે..

 

આશિષ ચાંચલાની

(Ashish Chanchlani – Ashish Chanchlani vines) -15.3 M

આશિષ ચંચલાનીએ 6 જુલાઇ 2009ના રોજ તેની મુસાફરીની શરૂઆત કરી હતી. તેનો જન્મ ઉલ્હાસનગર, મહારાષ્ટ્ર (ભારત) માં થયો હતો અને તેનો જન્મ 7 નવેમ્બર, 1993 ના રોજ થયો હતો. તેણે નવી મુંબઈની દત્તા મેઘે કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી હતી. પરંતુ તેને એક્ટિંગમાં રસ હોવાને કારણે બી.ટેક પૂરુ કર્યું ન હતું… અત્યારે તે ઇન્ડિયાના ટોપ યુટ્યુબર્સમાનો એક છે જેના હાઈએસ્ટ સબસ્ક્રાઈબર્સ છે.. તેના હાલમાં 15.3 M સબસ્ક્રાઈબર્સ છે.. તેની યુટ્યુબ ચેનલનું નામ આશિષ ચાંચલાની વાઈન્સ છે..

 

સંદિપ મહેશ્વરી (Sandeep Maheshwari) – 13.1 M

ટોચના 10 યુટ્યુબર્સની લિસ્ટમાં સંદિપ મહેશ્વરી પાંચમાં સ્થાને છે. તેઓ ભારતના સર્વશ્રેષ્ઠ પ્રેરક વક્તામાંના એટલે કે બેસ્ટ મોટીવેશનલ સ્પીકર્સમાના એક છે.. અને તે એક ખુબ જ સારા Entrepreneur છે.. સંદીપનો જન્મ 28 સપ્ટેમ્બર 1980 ના રોજ થયો હતો. તેણે કિરોરિમલ કોલેજમાં બેચલરની ડીગ્રી મેળવી હતી. પરંતુ કેટલાક પર્સનલ ઇશ્યુઝના કારણે ડીગ્રી પૂરી કરી ન હતી.. સંદીપે ઘણી નાની કંપનીઓ સાથે ફોટોગ્રાફર, ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું હતું. તેમણે કેટલાક પુસ્તક પણ લખ્યા છે.. સંદીપે તેની યુટ્યુબ જર્ની 13 ફેબ્રુઆરી 2012 ના રોજ શરૂ કરી હતી અને તેમાં તેમાં તેને ખુબ સારી સફળતા મળી છે. અને તેના 10 કરોડથી વધારે સબ્સ્ક્રાઇબર્સ છે.

 

ડો.વિવેક બિન્દ્રા (Dr. Vivek Bindra ) – 10.4 M

વિવેક બિન્દ્રાએ 6 ડિસેમ્બર, 2013 ના રોજ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.. વિવેક બિન્દ્રાનો જન્મ 5 એપ્રિલ, 1978 ના રોજ થયો હતો.. વિવેકનો જન્મ અને ઉછેર દિલ્હીમાં થયો હતો. તે માત્ર ભારતમાં જ નહીં પણ અન્ય ઘણા દેશોમાં પણ ફેમસ મોટીવેશનલ સ્પીકર છે. યુટ્યુબ ચેનલ સિવાય તેની ગ્લોબલ એક્ટ નામની એકેડેમી પણ છે તેણે ઘણી મોટીવેશનલ બુક્સ પણ લખી છે.. ઇન્ટરનેશનલ એસોસિએશન લાયન્સ ક્લબ દ્વારા ડો.વિવેક બિન્દ્રાને ભારતના સર્વશ્રેષ્ઠ પ્રેરક અને મુખ્ય વક્તા તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો.. તેના હાલમાં 10.4 M સબસ્ક્રાઈબર્સ છે..

 

અજેય નાગર (Ajey Nagar) -9.08 M

અજેય નાગર એક ફેમસ કોમેડીયન છે જેણે પોતાના કરિયરની શરૂઆત 30 ઓક્ટોબર 2014 ના રોજ કરી હતી. અજેયનો જન્મ હરિયાણામાં 12 જૂન 1999 માં થયો હતો. તે યુટ્યુબ પર તેના આશ્ચર્યજનક અવાજ માટે ફેમસ છે. તેના સૌથી ફેમસ વિડિઓઝ ગેમ પ્લેઝ અને રેન્ટઝ બીજા ઘણા છે. કેરીમિનાટી તેની પ્રથમ યુટ્યુબ ચેનલ નથી અજયની પ્રથમ યુટ્યુબ ચેનલ ડિસેમ્બર 2010 માં આવેલી “STELThFeArzZ” હતી. તેના હાલમાં 9.08 M સબસ્ક્રાઈબર્સ છે..

 

નિશા મધુલિકા ( Nisha Madhulika ) -7.98 M

નિશા મધુલિકાએ 2 ઓગસ્ટ 2009 ના રોજ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તે 60 વર્ષિય હોવા છતાં તે પોતાની યુટ્યુબ પર રસોઈ ચેનલ ચલાવે છે. નિશા મધુલિકાને બાળપણથી જ રસોઈનો ખુબ જ શોખ છે..  2007 માં તેની યુટ્યુબ ચેનલ પહેલાં, તેણે તેના બ્લોગમાં રસોઈ વિશે લખવાનું શરૂ કર્યું હતું. અને રસોઈ પ્રત્યેના તેના જુસ્સા અને પ્રેમથી જ તે સૌની પ્રિય નિશા મધુલિકા બની ગઈ છે.નિશા મધુલિકા 60 વર્ષની છે પરંતુ તે હજી પણ જાણે છે કે નવા યુગ પ્રમાણે પોતાને કેવી રીતે ચેન્જ કરવી. તેણીના ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ઘણા ચાહકો છે. તેના હાલમાં 7.98 M સબસ્ક્રાઈબર્સ છે..

 

હર્ષ બેનીવાલ (Harsh Beniwal) – 7.1 M

હર્ષ બેનીવાલે તેની યુટ્યુબ કારકિર્દી 6 મે 2015 થી શરૂ કરી હતી. હર્ષનો જન્મ 13 ફેબ્રુઆરી 1996 ના રોજ દિલ્હીમાં થયો હતો. હર્ષે કમ્પ્યુટર એપ્લિકેશન (બી.સી.એ) બેચલર કરેલું છે. પરંતુ જ્યારે તે ડાન્સ સોસાયટીમાં જોડાયો ત્યારે તેણે સોશિયલ મીડિયા પર શોર્ટ વીડિયોઝ પોસ્ટ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ  તેને વીડિયો માટે ખુબ જ સારો રીસપોન્સ મળ્યો અને ત્યારબાદ તેની યુટ્યુબની જર્ની શરૂ થઈ.. તેના હાલમાં 7.1 M સબસ્ક્રાઈબર્સ છે..

 

વિદ્યા વોક્સ (Vidya Iyer)- 6.૩8 M

વિદ્યા વોક્સે તેનો પહેલો વિડિઓ 14 માર્ચ 2014 ના રોજ પોસ્ટ કર્યો હતો. તેનો જન્મ 26 સપ્ટેમ્બર 1990 ના રોજ ચેન્નઇમાં થયો હતો અને તેનો ઉછેર વર્જિનિયા (યુએસએ) માં થયો છે અને હવે તે લોસ એન્જલસમાં રહે છે. જ્યારે તે માત્ર 5 વર્ષની હતી ત્યારે તેણે ગાવાનું શરૂ કર્યું હતું. 2015 માં પોતાની યુટ્યુબ ચેનલ “વિદ્યા વોક્સ” શરૂ કરતા પહેલા વિદ્યાએ શંકરની યુટ્યુબ ચેનલ ‘શ્રીતિબોક્સ’ માં પર્ફોર્મ કર્યું હતું. વિદ્યા બહુભાષી છે, તે અંગ્રેજી, ફ્રેન્ચ, તમિલ, તેલુગુ અને હિન્દી જેવી ભાષાઓમાં કમ્ફર્ટેબલ છે.. તેના હાલમાં 6.38 M સબસ્ક્રાઈબર્સ છે..

 

ગૌરવ ચૌધરી-ટેકનીકલ ગુરુજી

(Gaurav Chaudhary- Technical Guruji) -2.92 M

ગૌરવ ચૌધરીએ 18 ઓક્ટોબર, 2015 ના રોજ યુટ્યુબર તરીકે કરીયરની શરૂઆત કરી હતી. તે ગેજેટ્સ અને ટેકનોલોજી પર માહિતીપ્રદ વિડિઓઝ બનાવે છે. તેની ચેનલના તકનીકી ગુરુજી પર 12 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હોવાને કારણે, ગૌરવ ચૌધરી ભારતના સૌથી લોકપ્રિય યુટ્યુબર્સમાંનો એક છે. અજમેર, રાજસ્થાન (ભારત) માં જન્મેલો ગૌરવ ચૌધરી હવે દુબઈમાં રહે છે.. તેણે દુબઇ કેમ્પસમાં બીઆઈટીએસ પિલાનીમાંથી માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ (એમ. ટેક) નો અભ્યાસ કર્યો છે.

 

 

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *