હવે નાસ્તામાં બનાવો મગની ફોતરાવાળી દાળના પૂડલા: મગની ફોતરાવાળી દાળના પૂડલા રેસિપી

Mung Ki dal Ka chhilaa

સવારના નાસ્તામાં દરેક ગૃહિણીની રોજની એક જ મથામણ હોય છે કે આજે નાસ્તામાં શું બનાવવું? અને એમાય જો નાસ્તો જટપટ બની જય તો મજા આવી જાય. દરેક વખતે જો નાસ્તામાં અવનવી વાનગી બને તો ઘરના બધા ખુશ થઇ જાય. તો ચાલો જોઈએ “ મગની ફોતરાવાળી દાળના પૂડલા ” ની રેસિપી!

જરૂરી સામગ્રીઃ

1 કપ – મગની ફોતરાવાળી દાળ
1 ઈંચ – આદુ
5-6 કળી – લસણ
7-8 લીલાં મરચાં
ચપટી હીંગ
1 કાંદો
½ કપ – કોથમીર (ઝીણી સમારેલી)
½ કપ – મીઠું, દહીં

બનાવવાની રીતઃ

  • સૌ પ્રથમ દાળને ધોઈને 5-6 કલાક માટે પાણીમાં પલાળી દો.

Mung

  • ત્યારબાદ પૂડલા ખાવાના થોડા સમય પહેલાં મીક્ષરમાં થોડું પાણી નાખીને મગની દાળ, આદુ-લસણ તેમજ દહીં નાખીને પીસી લો.

Mung Ki dal Ka chhilaa

  • આ મિશ્રણનું ખીરૂં ઢોકળાંના ખીરાં જેવું હોવું જોઈએ.

Mung Ki dal

  • ત્યારબાદ એમાં કોથમીર, કાંદો તેમજ લીલાં મરચાંને ઝીણાં સમારીને ઉમેરી દો.
  • તેમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરો.
  • એક નોન સ્ટીક પેનમાં થોડું થોડું તેલ નાખીને પૂડલા ઉતારી લો.

Mung Ki dal

  • ગેસની આંચ મધ્યમ રાખવી જેથી પૂડલા ક્રિસ્પી બનશે.

Mung

  • હવે પૂડલાને કોથમીરની ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *