પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત, 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન

દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર સાંજે ફરી એક વખત દેશને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ 8 વાગ્યે પોતાનું રાષ્ટ્રજોગ સંબોધન કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ અગાઉ 19 માર્ચે પ્રધાનમંત્રીએ દેશને સંબોધિત કર્યો હતો અને જનતા કર્ફ્યૂનું એલાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ વાતની માહિતી ટ્વિટર પર આપી હતી.

પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાતઃ 3 અઠવાડીયા સુધી દેશમાં લોકડાઉન

પીએમ મોદીએ કહ્યું કે આજે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન લાગશે. આ લોકડાઉન 21 દિવસનો રહેશે. આ લોકડાઉન એક પ્રકારે કર્ફ્યૂ જ છે. તમે ભુલ જાઓ કે બહાર નીકળવાનું શું હોય છે. એક એક નાગરિકના જીવનને બચાવવું આપણું કર્તવ્ય છે, જે લોકો સારવારમાં અને સેવામાં છે તેમનું વિચારો.

21 દિવસ મહત્વપૂર્ણઃ PM મોદી

કોરોના સંકટ મામલે PM મોદીએ કહ્યું, આવનારા 21 દિવસ આપણા માટે મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય બહુ જ મહત્વનો છે. જો 21 દિવસ આપણે સાવચેતી ન રાખી તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે, લાખો પરિવારો બરબાદ થઈ જશે.

કોરોનાઃ કોઈ રોડ પર ના નિકળે

પીએમ મોદીએ કહ્યું કે, મારો દેશવાસીઓને આગ્રહ છે કે આ 21 દિવસની અંદર કોઈ રોડ પર બહાર ન નીકળે. તેમણે એક પોસ્ટર પણ બતાવ્યું હતું. જેમાં લખ્યું હતું. કોરોનાઃ કોઈ રોડ પર ના નિકળે.

કોરોનાના સંક્રમણની સાયકલ તોડવી પડશે

કોરોનાથી બચવા કોઈ રસ્તો નથી. કોરોનાને ફેલાતો અટકાવવાનો છે, તો આના સંક્રમણની સાયકલને તોડવી જ પડશે..

જનતા કર્ફ્યૂને દેશવાસીઓએ સફળ બનાવ્યો

22 માર્ચે જનતા કર્ફ્યૂને જે સંકલ્પ આપણે લીધો હતો, એક રાષ્ટ્રના નાતે તેની સિદ્ધી માટે દરેક ભારતવાસીએ સમગ્ર સંવેદનશીલતાની સાથે, સમગ્ર જવાબદારીની સાથે પોતાનું યોગદાન આપ્યું છે. દેશવાસી ધન્યવાદને પાત્ર છે.

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *