આ વર્ષે 22 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર

દિવાળી પહેલાં ખરીદી માટે 22 ઓક્ટોબર મંગળવારે પુષ્ય નક્ષત્ર…..આ સંયોગમાં જે પણ ખરીદી કરવામાં આવે તે શુભ રહેશે. આ વર્ષે 22 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર સાથે ગ્રહ વિશેષ સ્થિતિમાં છે. જેના કારણે 4 મોટાં યોગ બની રહ્યા છે. તેમાં કરેલી ખરીદી ખૂબ જ શુભ રહેશે. ખરીદીના આ મુહૂર્તમાં સોના-ચાંદી, હીરા-મોતી અથવા ઘરની ઉપયોગી સામગ્રી ખરીદી શકાય છે. 22 ઓક્ટોબરે સૂર્યોદયથી સાંજે લગભગ 5 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્રના સંયોગમાં ખરીદી કરી શકાશે.

ત્યાર બાદ રાતે પણ ખરીદીનું મુહૂર્ત બનશે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ધમાન યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં કરેલી ખરીદી, લેણ-દેણ અને રોકાણથી ધનની વૃદ્ધિ થાય છે. આ સમૃદ્ધિ વધારતો શુભ યોગ છે. મંગળવાર હોવાથી આ શુભયોગમાં પ્રોપર્ટી, વાહન અને સોના તથા તાંબાથી બનેલી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ મનાય છે.

આ સિવાય આ દિવસે પરિવારના પોષણમાં મદદગાર થતી વસ્તુઓની ખરીદી પણ કરી શકાય છે.આ દિવસે માતા લક્ષ્મીની ઉપાસના અને શ્રીયંત્રની ખરીદી કરીને જીવનમાં સમૃદ્ધિ લાવી શકાય છે. આ શુભ નક્ષત્ર દરમિયાન લગ્નને સિવાય દરેક પ્રકારના ધાર્મિક અને આર્થિક કાર્યોથી જાતકોની ઉન્નતિ થાય છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *