Connect with us

એન્ટરટેઈન્મેન્ટ

ટીવીની આ અભિનેત્રીએ સાજિદ ખાન પર લગાવ્યો આવો આરોપ, વિડીયોમાં કહી બધી વાત.

Published

on

બિગ બોસ 16માં જ્યારથી સાજિદ ખાનની એન્ટ્રી થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા પર દરરોજ સાજિદ ખાનને લઈને અવનવા ખુલાસા થઈ રહ્યા છે. સામાન્ય જનતાની સાથે સાથે અમુક સેલિબ્રિટીઓએ પણ સાજિદ વિરુધ્ધ નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે. ઘણા બધા લોકો સાજિદ ખાનની વિરુધ્ધ છે પણ ઘણા તેમના સહકારમાં પણ છે. તેમના વિરોધમાં હવે હજી એક નામ જોડાઈ ગયું છે.

ટીવી અભિનેત્રી કનિષ્કા સોનીએ સાજિદ ખાન પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યો છે. કનિષ્કા સોનીએ થોડા સમય પહેલા જ પોતાની સાથે લગ્ન કર્યા છે. ત્યારે પણ તેઓ ખૂબ ચર્ચામાં રહી હતી. હવે કનિષ્કાએ દાવો કર્યો છે કે સાજિદ ખાનએ તેની સાથે ગંદી હરકત કરી હતી. સોશિયલ મીડિયા પર તેણે એક વિડીયો શેર કરીને પોતાની એ વાતનો ખુલાસો કર્યો છે.

વિડીયોમાં કનિષ્કા સોનીએ ઘણી બધી વાતો કહી છે તેણે કહ્યું છે કે, ‘હું કોઈનું નામ નથી લેવા માંગતી. થોડા સમય પહેલા જ મે એક પ્રોડ્યુસર વિશે વાત કરી હતી. આ પ્રોડ્યુસરએ મને તેમના ઘરે બોલાવી હતી. ઘરે તેમણે મને મારુ પેટ દેખાડવા કહ્યું હતું. આ ઘટના વર્ષ 2008ઇ છે જ્યારે મને તેણે પોતાની ફિલ્મમાં કામ આપવાનું વચન આપ્યું હતું.

તેણે મને ટીશર્ટ પણ કાઢવા માટે કહ્યું હતું. હવે મને એવું જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ બિગ બોસના ઘરમાં ચાલ્યો ગયો છે અને પરિવારના લોકો હવે ઈચ્છે છે કે એ વ્યક્તિ વિષે હું ખુલ્લા મનથી વાત કરું.’

 

View this post on Instagram

 

A post shared by Kanishka Soni (@itskanishkasoni)

કનિષ્કા વધુ જણાવે છે કે ‘હું બધાને મારી કહાની જણાવવા માંગુ છું. તે કામ આપવાના બદલામાં મારો ફાયદો ઉઠાવવા માંગતો હતો. હું મરી કહાની કહેતા ડરી રહી છું. હું જાણું છું કે તેઓ બહુ મોટા વ્યક્તિ છે. હકીકત બહાર આવવા પર મને ભારતમાં આવવા નહીં મળે. તેની પહોંચ બહુ ઉપર સુધી છે. તે કશું પણ કરી શકો છો. તે મારો જીવ પણ લઈ શકે છે. મને વિશ્વાસ છે કે એક દિવસ મને ન્યાય મળશે. હું તમને જણાવવા માંગુ છું કે હું અહિયાં સાજિદ ખાન વિષે વાત કરી રહી છું.’

કનિષ્કા સોનીએ જણાવ્યું કે, ‘હું સલમાન ખાનને પૂછવા માંગુ છું કે શું બિગ બોસના ઘરમાં જવા માટે કોઈપણની પાત્રતા નથી જોવામાં આવતી? સલમાન ખાન મારા ફેવરિટ એક્ટર છે. તેમણે સાજિદ ખાનનો સપોર્ટ કર્યો છે. હું જે પણ કહી રહી છું તે સાચું છે. આ ખુલાસો કર્યા પછી હવે હું ક્યારેય પણ ઈન્ડિયા પાછી આવવાની નથી. હું નબળી નથી પણ ડરી ગઈ છું. હું પાવરફૂલ છું. હવે હું હોલીવુડમાં મારા કરિયરની નવી શરૂઆત કરીશ.’

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

એન્ટરટેઈન્મેન્ટ

ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.

Published

on

મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશાલી એ અભિનેતા સુશાંત રાજપૂતના નજીકના મિત્રોમાંથી એક છે.

જાણકારી પ્રમાણે વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. વૈશાલી સસુરાલ સિમર કા, આશિકી, લાલ ઈશ્ક, સુપર સિસ્ટર અને વિષ ઓર અમૃત માં પણ કામ કર્યું હતું. યે રિશ્તા સિરિયલમાં તેણે અજંલિનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીને નેગેટિવ પાત્ર માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ મળ્યો હતો.

ટીવી સિવાય વૈશાલીએ કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. કહેવાય છે કે તેનો પરિવાર ઉજ્જૈન પાસે મહિદપૂરના રહેવાસી છે. પણ વૈશાલી ઈન્દોર જ ભણી ગણી છે. તેને પહેલાથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો.

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

વૈશાલી ઇન્સટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી તેની છેલ્લી બંને પોસ્ટ કે જે મસ્તી માટે એક શોર્ટ વિડીયો હતો તેમાં પણ તે મસ્તીના મૂડમાં મરી જવાની વાત કરી રહી છે અને બીજા એક વિડીયોમાં તેણે કોઈ પંખાનો વિડીયો શેર કર્યો હતો. જો કે તે બંને વિડીયો મસ્તી માટે જ હતા. પણ તે વિડીયો હમણાં 5 અને 6 દિવસ પહેલાના જ છે. હવે જોવું એ રહેશે કે આ 5 દિવસમાં એવું તો શું થયું કે તેણે આવું પગલું ભર્યું?

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

ટીવી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ બે વર્ષ પહેલા ઈન્દોરના હીરાનગરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને લીધે 25 માર્ચથી ઈન્દોર આવી ગઈ હતી. આ દરમિયાન તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

પોલીસએ પ્રેક્ષાના રૂમમાંથી નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, ‘મારા તૂટેલા સપનાએ મારા કોનફિડેન્સને તોડી દીધો હતી. હું મારા સપના સાથે જીવી નથી શકતી. આ નેગેટિવિટી સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે મે બહુ ટ્રાય કર્યું પણ હવે હું થાકી ગઈ છું.’ આ સાથે જ પ્રેક્ષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલી વાર એક msg પોસ્ટ કર્યો હતો, પોસ્ટમાં લખ્યું હતું, ‘સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું.’

Continue Reading

એન્ટરટેઈન્મેન્ટ

બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ.

Published

on

તહેવાર કોઈપણ હોય સામાન્ય વ્યક્તિની સાથે હવે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ તહેવારો ખૂબ ધામ ધૂમથી ઊજવતાં હોય છે. દિવાળી હોય કે ગણપતિ, ઈદ હોય કે પછી હોળી. અમુક કલાકાર એવા છે જેવો દરેક તહેવારને ખૂબ ઉત્સાહ સાથે ઊજવતાં હોય છે. ગઇકાલે પૂરી થયેલ કરવા ચોથ એ બૉલીવુડની પત્નીઓએ બહુ સારી રીતે ઉજવી હતી.

આજે અમે તમને આ અભિનેત્રીઓ વિષે જ જણાવી રહ્યા છે. ઘણી અભિનેત્રીઓ હતી જેમણે ખૂબ સારી રીતે આ દિવસ ઉજવ્યો તો ઘણી એવી પણ અભિનેત્રીઓ હતી જેમણે વ્રત નહોતું રાખ્યું પણ સેલિબ્રેટ જરૂર કર્યું છે. ઘણી અભિનેત્રીઓ છે જેમણે આ વર્ષે પહેલીવાર આ વ્રત કર્યું છે તેમાં કેટરીના કૈફ, મૌની રૉય, આલિયા ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

કેટરીના કૈફએ આ દિવસે ખાસ ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. રેડ સાડી સાથે તેણે ફ્લોરલ બ્લાઉઝ મેચ કર્યું હતું. આ સાથે તેણે લગ્નમાં જે મંગલસૂત્ર પહેરેલું એ પણ પહેર્યું હતું અને લાલ બંગડી, મહેંદી અને પાથીમાં સિંદુર પહેરેલી તે ખૂબ સુંદર દેખાઈ રહી હટી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. તો વિકીએ પણ તે ફોટો પોતાની ઇન્સટા સ્ટોરીમાં શેર કર્યા હતા. કેટરીના અને વિક્કી ખૂબ સુંદર લાગી રહ્યા છે.

આ સિવાય બૉલીવુડની બ્યુટીઝ માટે અનિલ કપૂરના ઘરે કરવા ચૌથની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, નીલમ અનિલ કપૂરની પત્ની સુનિતા બધા સાથે મળ્યા હતા આ સાથે બૉલીવુડના વરુણ ધવન અને તેમની પત્ની નતાશા પણ ત્યાં આવ્યા હતા. શિલ્પાએ એક સુંદર વિડીયો પણ આ પૂજાનો શેર કર્યો હતો જેમાં બધી મહિલાઓ ગીત સાથે પૂજા કરતી દેખાઈ રહી છે.

શિલ્પાએ બીજો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પતિ રાજ કુંદ્રા સાથે પૂજા કરી રહી છે. આ ફોટો અનિલ કપૂરએ પડ્યો હતો એવો ખુલાસો શિલ્પાએ તેની પોસ્ટના કેપ્શનમાં કર્યો હતો.

લગ્ન પછી આલિયા ભટ્ટ પોતાનું પહેલું કરવા ચૌથ સેલિબ્રેટ કરી રહી છે, જો કે આલિયાએ આ વર્ષે વ્રત કર્યું છે કે નહીં એ વાતની કોઈ માહિતી મળી નથી. તે પ્રેગ્નેન્ટ છે અને હવે જલ્દી જ આલિયા અને રણબીરના જીવનમાં તેમના પહેલા બાળકનું આગમન થવાનું છે. આ દિવસે આલિયાએ એક પોસ્ટ શેર કરીને બધાને શુભેચ્છાઓ આપી છે તો સામે નીતુ કપૂરએ પણ વહુ આલિયાને અને દીકરી રિધ્ધિમાને કરવા ચૌથની શુભેચ્છાઓ આપી છે.

ઇંડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર ધનશ્રી વર્માએ કરવા ચૌથનું આ સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું હતું. યુઝવેન્દ્ર એ ટીમ ઈન્ડિયા સાથે બહાર છે ત્યારે આ કપલએ વિડીયો કોલ પર આ દિવસ ઉજવ્યો હતો. તેનો વિડીયો પણ આ કપલએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

મૌની રૉયએ કરવા ચૌથ નિમિત્તે સૌથી પહેલા મહેંદીના ફોટો શેર કર્યા હતા અને આ પછી તેણે આ દિવસની ખાસ ઉજવણી કરવાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે મૌનીએ મહેંદીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘પહેલું હમેશા ખાસ હોય છે… હેપ્પી કરવા ચૌથ બ્યુટીઝ’

તમને આ બધા ફોટોમાંથી કોનો ફોટો વધારે પસંદ આવ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. આવી જ અવનવી માહિતી માટે ફોલો કરો અમારી પ્રોફાઇલ.

Continue Reading

એન્ટરટેઈન્મેન્ટ

શહનાઝ ગિલના પિતાને મળી ધમકી, દિવાળી પહેલા ઘરમાં ઘૂસીને મારશે.

Published

on

પંજાબી અભિનેત્રી અને બિગ બોસ 13ની સફળ સ્પર્ધક રહેલ એવી શહનાઝ ગિલના પિતા સંતોખ સિંહને મારી નાખવા માટેની ધમકી ફોન પર આપવામાં આવી છે. ધમકી આપવાવાળાએ કહ્યું છે કે તેમને દિવાળી પહેલા તેમના ઘરમાં ઘૂસીને મારી નાખવા માટે કહેવામાં આવ્યું છે.

આ વાત પછી સંતોખ સિંહએ પોલીસમાં ફરિયાદ કરી છે. તમને જણાવી દઈએ કે આની પહેલા ગયા વર્ષે બે અજાણ્યાં હુમલાખોરોએ તેમની પર હુમલો પણ કર્યો હતો. જો કે આ હુમલામાં તેઓ માંડ માંડ બચી ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે શહનાઝ ગિલના પિતા યાત્રા કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમના ફોન પર અજાણ્યાં નંબર પરથી ફોન આવે છે. તેઓ ફોન ઉપાડે છે તો બીજી બાજુથી વાત કરવાવાળો વ્યક્તિ તેમની સાથે ગાળાગાળી કરવા લાગે છે.

એ પછી તે તેમને દિવાળી આપહેલા ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ ઘટના પછી તેમના પરિવારએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તમને હાલમાં જણાવી દઈએ કે શહનાઝના પિતા સંતોખ સિંહને આની પહેલા પણ મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. તેઓ વર્ષ 2021માં ભાજપમાં શામેલ થયા હતા અને 25 ડિસેમ્બરએ બે અજાણ્યાં લોકો બાઇક પર આવી તેમની પર ફાયરિંગ કર્યું હતું. આ પછી તેમના સુરક્ષાકર્મીઓ તેમને બચાવવા માટે દોડે છે તો તે જોઈને હુમલો કરવાવાળા ભાગી જાય છે.

આ હુમલામાં તેઓ માંડ માંડ બચ્યા હતા. આ ઘટના ત્યારે ઘટે છે જ્યારે સંતોખ સિંહએ અમૃતસરથી વ્યાસ જઈ રહ્યા હતા અને જનડિયાલ ગુરુના એરિયા પસે આવેલ ઢાબામાં રોકાયા હતા.

શહનાઝના કામની વાત કરીએ તો તે સલમાન ખાનની આવનાર ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. તમને જણાવી દઈએ કે શહનાઝ બિગ બોસ 13ની એક સ્પર્ધક હતી તે દરમિયાન તેને ખૂબ દર્શકોનો પ્રેમ મળ્યો હતી.

તે આ શોના ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી. આ પછી હવે સતત ચર્ચામાં છે. શહનાઝ ગિલ ઘણા મ્યુઝિક વિડીયોમાં પણ દેખાઈ ચૂકી છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending