ભારતના 7 અકલ્પનીય રહસ્યો.. શું તમે જાણો છો તાજ મહેલમાં આવેલા બંધ ઓરડા પાછળનું રહસ્ય..

ભારત એક આશાની ભૂમિ છે અને પરંપરાઓનો દેશ છે.. જ્યાં આજે પણ ગૌતમ બુદ્ધ, ગાંધીજી વગેરેને લઈ હજુ કેટલાક રહસ્યો જીવંત છે.. આ રહસ્યો વિશે કશે કશું લખેલું નથી પરંતુ આજે પણ લોકોને આ વિશે પ્રશ્નો થાય છે અને તેના ઘણીવાર ચર્ચા પણ કરવામાં આવે છે..કેટલીક વાર આ રહસ્યો કે વાતો સાચી છે કે ખોટી તે કહેવું ખુબ મુશ્કેલ છે કેટલીક વાર એવું પણ લાગે છે કે આ વાતો બસ કેટલાક અજાણ્યા લોકો દ્વારા કહેવામાં આવી છે અને લોકો તેમાં કોઈ પુરાવા વિના માનતા રાખે છે.. કેટલીક વાર સાચું છે કે ખોટું કહેવું ખુબ અઘરું થઈ જાય છે માટે કેટલીક વાતો રહસ્ય બનીને જ રહી જાય છે..ભારત એક રહસ્યમય દેશ છે અને રહેશે.. તો આજે આપણે જાણીશું ભારતના કેટલાક અકલ્પનીય રહસ્યો વિશે..

રામેશ્વરમમાં આવેલા રહસ્યમય તરતા પત્થરો (Floating stones of Rameswaram)

આપણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે કે જો પાણીની સરખામણીમાં કોઈ વસ્તુની ઘનતા ઓછી હોય તો તે તરે છે બાકી પાણીમાં ડૂબી જાય છે. લાકડું પાણીમાં તરે છે અને પથ્થર પાણીમાં ડૂબી જાય છે. આ આર્કીમિડીઝ થિયરીથી વિપરીત વસ્તુ રામેશ્વરમમાં જોવા મળી છે જ્યાં પત્થરો તરતા જોવા મળે છે. રામેશ્વરમમાં પ્યુમીસ પથ્થર જોવા મળે છે..પ્યુમિસ પથ્થર એટલે જ્વાળામુખીનો ખડક છે જે ખરેખર ફીણી લાવાને મજબૂત બનાવતો હોય છે જેથી આ ખડક છિદ્રાળુ બને છે. પરંતુ આ પથ્થર કેવી રીતે પાણીમાં તરે છે તે હજુ પણ એક રહસ્ય જ છે.કારણકે પ્યુસીમ પથ્થર હોવા છતાં તે એક સખત પથ્થર છે જેની ઘનતા પાણી કરતા વધારે છે. આ પથ્થરોનું વજન હોય છે છતાં તે પાણીમાં તરે છે.. ઘણા લોકો આને ભગવાનનો ચમત્કાર માને છે અને તેની પૂજા પણ કરે છે..

ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ (Origin of Christianity)


ઈસુના અજાણ્યા વર્ષો એટલે કે સાયલન્ટ વર્ષો ઈસુના જીવનનો એક એવો ભાગ છે જેના વિશે કોઈને કશું જ ખબર નથી..એટલે કે એ સમયગાળા દરમિયાન ઇસુ ક્યાં હતા.. તેના વિશે કશેજ લેખિત નોંધ કે પ્રૂફ નથી.. પરંતુ એવું કહેવામાં આવે છે કે ઈસુએ તેમના જીવનનો એક ભાગ કાશ્મીરમાં પસાર કર્યો હતો જ્યાં તેમણે ભારતની મૂળ આધ્યાત્મિકતા શીખી અને અનુભવી હતી.. ઈસુની જીવનગાથામાં ઈસુના જીવનની 12-30 વર્ષની ઉંમરને બ્લેક હોલ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે, એટલે કે તે સમયગાળા દરમિયાન તે ક્યાં હતા તેનો કોઈ પુરાવો નથી.જો તે સમયગાળા દરમિયાન ઇસુ ખ્રિસ્ત ભારતમાં હતા તો ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ વિશે પ્રશ્નો ઉભા થાય છે. અને જો આ વાતમાં હકીકત છે તો એવું કહી શકાય કે ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ ભારતથી ગણાય પરંતુ આ વાત કેટલી સાચી છે કે ખોટી તે આજે પણ એક રહસ્યમય વાત જ છે..

કાંગરામાં આવેલુ જ્વાલાજી મંદિર (Jwala Ji Temple in Kangra)

 

હિમાલયના નીચલા ભાગના કાંગરામાં હિન્દુ દેવીનું એક રહસ્યમય મંદિર આવેલું છે.. આ મંદિરમાં બ્લુ કલરની અખંડ જ્યોત આવેલી છે.. જે મંદિરનું નિર્માણ થયું ત્યારથી જીવંત છે.. અને આ કુદરતી અખંડ જ્યોત કેવી રીતે જીવંત છે તે એક રહસ્યમય વાત છે.. ઘણા વૈજ્ઞાનિકોએ આ વિશે ઘણું રીસર્ચ કર્યું છે પરંતુ હજુ કોઈ ઉકેલ હાથમાં આવ્યો નથી.. આ જ કારણથી કાંગરામાં આવેલું જ્વાલાજી મંદિર લોકોમાં ખુબ પ્રખ્યાત થયું છે.. અને આજે પણ મંદિરમાં આવેલી અખંડ જ્યોત એક રહસ્યમય વાત છે..

કુલધારાના ડરાવના અને અવિશ્વસનીય રહસ્યો (Haunting and Unrevealed secrets of Kuldhara)

રાજસ્થાનના ગામ કુલધારાની કેટલીક ખુબ જ રહસ્યમય અને અવિશ્વસનીય વાતો છે.. રાજસ્થાનના આ ગામમાં 5 થી વધુ સદીઓથી 1,500 થી વધુ લોકો રહેતા હતા અને ત્યાંની સંસ્કૃતિ ખૂબ જ વ્યવસ્થિત હતી.ત્યાં બધા જ લોકો ખુબ જ સમૃદ્ધ હતા.. પરંતુ એક દિવસ કોઈ અજાણ્યા કારણોસર લોકો તેમના અસ્તિત્વની છાપ છોડ્યા વિના રાતભરમાં ગામ છોડી જતા રહ્યા. લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે ત્યાં કોઈ આત્માઓનો વાસ છે જેના લીધે લોકો રાતોરાત ગામ છોડી ભાગી ગયા. એવી વાત ગામવાસી દ્વારા જાણવા મળી છે કે ત્યાં કોઈ પ્રેમીઓ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો તેથી ત્યાં જે પણ રહેશે એ જીવંત નહી રહી શકે.. હવે આ ગામમાં ફક્ત ખાલી અને તૂટેલા ઘર જ જોવા મળે છે.. ઘણીવાર ત્યાં લોકોએ મકાન બાંધવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હજુ ત્યાં રહેવા જતા લોકોમાં એક ડર ફેલાયેલો છે હવે આ લોકોની વાતોમાં કેટલું સાચું છે અને કેટલું ખોટું એ આજની તારીખમાં પણ રહસ્યમય વાત છે.

તાજ મહેલનું રહસ્ય (Clouded story of Taj Mahal)

તાજ મહેલ, વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે.. જેના ઇતિહાસની પાછળ કેટલાક રહસ્યો છુપાયેલ છે. ‘The true story of Taj Mahal’ પુસ્તક મુજબ, આ કિલ્લો મૂળ રૂપે આગ્રામાં આવેલો છે.. એવું કહેવામાં આવે છે કે મુઘલકાળ પહેલા રાજપૂત શાસન દરમિયાન તાજ મહેલની જગ્યાએ એક શિવ મંદિર હતું. બાદમાં જ્યારે શાહજહાંએ રાજપૂતો સામે યુદ્ધ જીત્યું ત્યારે તે મંદિર પર પણ વિજય મેળવ્યો હતો. આ વાત પર સરકારી કોઈ પુરાવા નથી પણ તાજ મહેલના નિર્માણથી જ તેના અંદરના કેટલાક ઓરડા બંધ છે જેના વિશે કોઈ પાસે કોઈ માહિતી નથી.. પરંતુ આ બંધ ઓરડાને કેટલાક લોકો મંદિર હોવાનું પ્રૂફ માને છે પરંતુ શાહજહાના સમયથી કિલ્લામાં રહેલા બંધ ઓરડાઓથી આ રહસ્ય વધુ મજબૂત બને છે અને સંશોધનકારોના જણાવ્યા મુજબ આ ઓરડામાં પુરાવા છે કે સમાધિ શિવનું મંદિર હતું. આજે પણ આ એક ચર્ચાનો વિષય છે. અને આ વાત સાચી છે કે ખોટી તે એક રહસ્યની વાત છે..

લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ (Death of Lal Bahadur Shastry)

ભારત સાથે ભારતીય રાજકારણ પણ ખુબ જ રહસ્યમય છે.. જેમાં લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ પણ ખુબ જ ચર્ચાસ્પદ વિષય છે..જેમાં ખુબ જ વધારે રહસ્યો અને રહસ્યોનું માળખું છે. એવી કહેવામાં આવે છે કે શાસ્ત્રીજી રશિયા પ્રવાસ પર હતા ત્યારે તેમને કુદરતી રીતે હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ જ્યારે તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાને પરત લાવવામાં આવ્યા ત્યારે તે વાદળી થઈ ગયું હતું. ત્યાં થોડા અવાજો ઉભા થયા હતા કે તે તેમનું કોઈ સામાન્ય મૃત્યુ નથી થયું પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આટલું જોયા અને લોકોના બોલ્યા છતાં કોઈ પોસ્ટ મોટર્મ કરવામાં આવ્યું નથી અને કેસ પણ નોંધાયો નથી. ત્યારથી તેમના મૃત્યુ પાછળ ઘણા રહસ્યો છે.. અને શું સાચું છે અને શું ખોટું તે એક ખુબજ રહસ્યમય વાત છે.. જેની હકીકત આજે પણ કોઈને ખબર નથી.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *