Connect with us

Navratri Culture

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ કરી દીકરી શમિષાની પૂજા, બોલાવી માતાજીની જય વિડીયો થયો વાઇરલ.

Published

on

આખા દેશમાં દુર્ગાઅષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય વ્યક્તિથી લઈને મોટા મોટા સ્ટાર્સ પણ માતાની પૂજામાં દેખાયા હતા. આ બધા સેલિબ્રિટીમાં એક છે યોગા કવીન એટલે કે શિલ્પા શેટ્ટી. શિલ્પા દરવર્ષે પોતાના ઘરે નવરાત્રી નિમિત્તે કન્યાપૂજા અને આઠમનો તહેવાર ઉજવતી હોય છે.

આ વર્ષે પણ સોશિયલ મીડિયા પર શિલ્પા નવરાત્રી દરમિયાન ખૂબ એક્ટિવ હતી. પગમાં ઘાવ હોવા છતાં પણ તેણે ગરબે રમતો વિડીયો શેર કર્યો હતો. નવરાત્રી તહેવાર જ એવો હોય છે કે લોકો તેની ખૂબ આતુરતાથી રાહ જોતાં હોય છે. વાત કરીએ શિલ્પા શેટ્ટીની આ વર્ષે કરવામાં આવેલ કન્યા પૂજા અને કન્યાભોજની તો આ વર્ષે પણ શિલ્પાએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

શિલ્પા શેટ્ટી એ બૉલીવુડની ખૂબ મોર્ડન અભિનેત્રીમાંથી એક છે. તે ખૂબ ધાર્મિક વૃતિની વ્યક્તિ છે કોઈપણ તહેવાર હોય તે પોતાના પરિવાર સાથે ખૂબ ધામધૂમથી ઉજવતી હોય છે. ગણપતિ બાપ્પાનું આગમન હોય કે પછી હોય માતાજીની નવરાત્રી તે પોતાના ઘરમાં ખૂબ સારી રીતે પૂજા કરે છે અને કન્યાભોજનમાં પોતાના ઘરે નાની નાની બાળકીઓને ભોજન પણ કરાવે છે.

શિલ્પાએ આ પૂજા નિમિત્તનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં શિલ્પાના પતિ રાજ એ દીકરી શમિષાના પગ ખૂબ પ્રેમથી ધોઈ રહ્યા દેખાઈ રહ્યા છે. આ વિડીયોમાં લોકો શમિષાને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. વિડીયોમાં તે ખૂબ ક્યૂટ દેખાઈ રહી છે. વિડીયોમાં રાજ દીકરીના પગએ પૂજા કરે છે અને તેના આશીર્વાદ પણ લે છે.

આ વિડીયોની સાથે શિલ્પાએ કન્યા પૂજનના કેટલાક વિડીયો ઇન્સટા સ્ટોરીમાં પણ શેર કર્યા હતા. આ સ્ટોરીમાં અભિનેત્રી નાની નાની બાળકીઓને ભોજન કરાવી રહી છે. કન્યાપૂજા નિમિત્તે શિલ્પાએ દરેક બાળકીઓને લાલ ચુંદડી પણ ઓઢાડી છે. ‘જય માતાજી’ લખેલ આ ચુંદડીમાં દીકરીઓ ખૂબ સુંદર દેખાઈ રહી છે.

શિલ્પાના પગમાં વાગ્યું હોવા છતાં પણ તેણી બાળકીઓને ખૂબ પ્રેમથી જમવાનું પીરસી રહી છે. શિલ્પાએ શેર કરેલ ફોટોમાં શિલ્પા બાળકીઓને જમવાનું પીરસી રહી છે. આ વિડીયોમાં શિલ્પાની માતા તેની પાછળ ઊભેલી જોવા મળે છે. શિલ્પા શેટ્ટી પોતાની બહેન, માતા, પતિ, દીકરા અને દીકરી સાથે દરેક તહેવાર ખૂબ સારી રીતે ઉજવતી હોય છે.

રાજ અને દીકરી શમિષાનો આ વિડીયો શેર કરતાં શિલ્પાએ કેપ્શનમાં સાથે લખ્યું હતું કે, ‘મારા ઘરની મહાગૌરી સાથે કંજીકા પૂજન, સનગ્લાસિસ તમે ઇગ્નોર નહીં કરી શકો.’ આ વિડીયો પર યુઝર્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. વિડીયોમાં શમિષા પોતાના પિતાને પૂજા કરતાં જોઈ રહી છે અને તે ચશ્મા સાથે રમી રહી છે એ જોઈ શકાય છે. વિડીયોમાં લોકો ‘જય માતા દી’ કોમેન્ટ્સ કરી રહ્યા છે. શિલ્પાની છેલ્લી ફિલ્મ નિકમ્મા હતી જએ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Navratri Culture

Navratri Culture 2022 : ગુજરાતી પ્રજાનું સંસ્કૃતિ સૌભાગ્ય એટલે ‘ગરબો’

Published

on

આદ્યશક્તિની આરાધના માટે વર્ષમાં ૪ નવરાત્રી પૈકી આસો માસની નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. ત્યારે કલાકારો માટીના ગરબા તૈયાર કરવા માટે નવરાત્રીના 3 માસ પહેલાથી મહેનત શરૂ કરી દે છે. નવરાત્રી દરમ્યાન બજારોમાં રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના છિદ્રોવાળા ’ગરબા’ તો તમે જોયા જ હશે. પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેર ઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મૂકી તેની ઉપર કોડિયું રાખીને તેમાં ઘીનો દિપક પ્રગટાવવાની પ્રથા છે.

ભાવિકો ખૂબ જ શ્રદ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવે નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે. સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું આજેય એટલું જ મહત્વ છે. મોટા ભાગના માઇ ભક્તો ઘટસ્થાપનમાં દેશી ગરબા લેવાનું જ પસંદ કરે છે. અમુક લોકો તો ખાસ સફેદ ગરબાની જ ખરીદી કરે છે. પહેલાના સમયમાં ગરબા માત્ર સફેદ રંગના જ હતા.

સમયની સાથે ગરબાએ પણ નવા રૂપરંગ ધારણ કર્યા.અવનવા ચિત્રો સાંખીયા સહિતના શણગારેલા ગરબાઓએ પોતાનું સ્થાન જમાવી લીધું છે. ગરબા વિના નોરતા અધૂરા કહેવાય છે. જેમ જેમ દિવસો નજીક આવતા જાય તેમ તેમ માઇ ભક્તોનો ઉત્સાહ પણ વધતો જાય છે. પરંપરા સાથે નવલા નોરતનું અભિન્ન અંગ ગણાતા માટીના ગરબાની ગરિમા આધુનિક જમાનામાં પણ ઝાકમઝોળ ભર્યું છે..

Continue Reading

Navratri Culture

Navratri Culture 2022 : પૌરાણિક કથા: જાણો આસો નવરાત્રી કેમ છે ખાસ?, શું છે તેનું મહત્વ

Published

on

નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસો દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ પર્વ પર જો માતાની ઉપાસના કરવામાં આવે તો પરમ આનંદ મળે છે. આપણે જાણીએ છીએ કે, કોઈ પણ કાર્ય જે બધા એકત્ર થઈને કરીએ તો સમાજની એકતા મજબૂત થાય છે. સમાજ સંગઠિત થાય તો રાષ્ટ્રીય એકતા પણ મજબૂત થાય. તેથી માતાની ઉપાસના સામૂહિક રૂપે કરવાથી આનંદ મળે છે.

દુર્ગામાતાની આરાધના માટે નવરાત્રિનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. હિંદુ પંચાંગ મુજબ આસો મહિનાની સુદ એકમે નવરાત્રિ પ્રારંભ થાય છે. આ શુભ સમયે માતાના અલગ અલગ નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. એવી લોકમાન્યતા છે કે, આ દરમિયાન દૂર્ગા માની વિશેષ પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. આજે અમે તમને કલ્યાણકારી આસો નવરાત્રિ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે જણાવીશું.

વર્ષમાં માતાને સમર્પિત નવરાત્રિનો પર્વ ચાર વખત આવે છે. જેમાં ચૈત્ર નવરાત્રિ,આસો નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ સામેલ છે. ગુપ્ત શક્તિઓ માટે આરાધના કરતા ભક્તો માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વળી, સામાન્ય લોકો માટે ચૈત્ર નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. નવરાત્રિનો દરેક દિવસ માતાના અલગ રૂપને સમર્પિત હોય છે.

આસો નવરાત્રિની પૌરાણિક કથા શાસ્ત્રો અનુસાર નવરાત્રિનો તહેવાર મનાવવા પાછળ મુખ્ય બે કારણ છે. પહેલી પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તે બ્રહ્માજીનો પરમ ભક્ત હતો. તેણે પોતાની કઠોર તપસ્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એક વરદાન મેળવી લીધુ. વરદાનમાં તેણે માંગ્યુ કે કોઈ પણ દેવ, દાનવ કે પૃથ્વી પર રહેતો કોઈ પણ મનુષ્ય તેને મારી નહિ શકે. વરદાન મળ્યા બાદથી મહિષાસુર ખૂબ જ નિર્દયી થઈ ગયો. તેણે ત્રણે લોકમાં આતંક મચાવી દીધો. તેના આતંકથી પરેશાન થઈને દેવી દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે મળીને મા શક્તિ રૂપે દૂર્ગાને જન્મ આપ્યો. દુર્ગા માતા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભીષણ યુદ્ધ થયુ અને છેવટે દસમા દિવસે મા દૂર્ગાએ મહિષાસુરનો વધ કરી દીધો. આ દિવસે અનિષ્ટ પર સારાઈની જીત તરીકે મનાવવામાં આવે છે.

નવરાત્રિ સાથે જોડાયેલી બીજી પૌરાણિક કથા મુજબ શ્રીરામે લંકા પર આક્રમણ કરીને પૂર્વ અને રાવણ સાથ યુદ્ધમાં વિજય મેળવવા માટે શક્તિની દેવી માતા ભગવતીની આરાધના કરી હતી. ભગવાન રામે નવ દિવસ સુધી રામેશ્વરમમાં માતાની પૂજા-અર્ચના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાએ તેમને લંકા વિજયી થવાના આશીર્વાદ આપ્યા. દસમાં દિવસે પ્રભુ શ્રીરામે લંકેશ્વર રાવણને યુદ્ધમાં હરાવીને તેમનો વધ કર્યો અને લંકા પર વિજય મેળવ્યો. નવરાત્રિ બાદ દસમાં દિવસને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે.

Continue Reading

Navratri Culture

Navratri Culture 2022 : જાણો કોણે કરી નવરાત્રિ પર્વની ઉજવણીની શરૂઆત

Published

on

નવરાત્રી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાંથી એક છે. 9 દિવસ ચાલનાર આ તહેવારમાં માં દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીનો શાબ્દિક અર્થ નવ રાતોનો સમૂહ હોય છે. દરેક દિવસે માં અંબેના 9 અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી વર્ષમાં બે વખત આવનાર તહેવાર છે. આસો મહિનામાં આવનાર નવરાત્રીને શારદીય નવરાત્રી કહે છે. આસો શુક્લ પક્ષની પહેલી તિથિથી નોમ સુધી નવરાત્રી મનવવામાં આવે છે. ત્યારબાદ વિજયાદશમી એટલે દશેરાનો પર્વ આવે છે. આ વર્ષે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઇ છે.

આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઇ છે. નવરાત્રીમાં ઘણા બધા લોકો 9 દિવસનું વ્રત રાખે છે. કેટલાક લોકો નવરાત્રીના પ્રથમ અને છેલ્લા દિવસે જ ઉપવાસ રાખે છે. નવરાત્રીના પ્રથમ દિવસ ઉપવાસનો સંકલ્પ લીધા બાદ કળશની સ્થાપના કરવામાં આવે છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending