બોલીવુડ
શિવાલિકા ઓબેરોયએ સાઇન કરી બીજી ફિલ્મ
Published
3 years agoon

પોતાની ડેબ્યુ ફિલ્મ યે સાલી આશિકીની રિલીઝ પહેલા જ અભિનેત્રી શિવાલિકા ઓબેરોયએ બીજી ફિલ્મ સાઇન કરી લીધી છે………જેમા વિધુત જામવાલ જોવા મળશે,ફિલ્મનું નામ છે ખુદા હાસિઝ, અને આ ફિલ્મ પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે…..આ ફિલ્મમાં શિવાલિકા વિધુતની પ્રેમિકાના રોલમાં જોવા મળશે……આ ફિલ્મની શૂટિંગ ઉઝ્બેકિસ્તાનમાં શુરૂ કરી દેવામાં આવ્યું છે……
પ્રથમ ફિલ્મના રિલીઝ પહેલા જ બીજી ફિલ્મ મળતા શિવાલિકા ખૂબ ખુશ છે…….અને તેના વિશે વાત કરતા તેને કહ્યું કે મારા પર વિશ્ર્વાસ કરવા માટે હું કુમાર મંગતજીનો આભાર માનું છું…….અને વિધુત સાથે કામ કરવા માટે ઘણી ઉત્સાહિત છું…..મને તેમની સાથે કામ કરી ઘણુ બધુ સિખાવા મળશે…..અને આ ફિલ્મમાં મારો કિરદાર મારી પહેલી ફિલ્મ કરતા એકદમ અલગ છે…….ફિલ્મ ખૂદાહાફિઝને ફારૂક કબીર ડાયરેક્ટ કરી રહ્યા છે…….આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે……તમને જાણાવી દઇએ કે ફિલ્મ યે સાલી આશિકામાં શિવાલિકા અમરીશ પૂરીના પૌત્ર વર્ધાન સાથે જોવા મળશે…….આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થશે……
You may like
બોલીવુડ
કરીના કપૂર અને અમિષા પટેલની 22 વર્ષ જૂની દુશ્મની, હવે એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો કહાની વિશે.
Published
9 mins agoon
October 20, 2022By
Aryan Patel
બોલિવૂડ ઉદ્યોગમાં દોસ્તી અને દુશ્મની અંગે દરરોજ નવા સમાચાર આવતા રહે છે. ક્યારેક સમાચારનું વાસ્તવિક સત્ય કંઈક બીજું હોય છે અને આપણને કંઈક બીજું જ બતાવવામાં આવે છે. આજે અમે તમને બોલિવૂડ ઉદ્યોગની બે પ્રખ્યાત અને મોટી અભિનેત્રીઓ વચ્ચેની દુશ્મનીનો કિસ્સો સાંભળવા જઈ રહ્યા છીએ.
વાત 22 વર્ષ જૂની છે. વર્ષ 2000, જ્યારે રિતિક રોશન અને અમીષા પટેલની ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ પ્રસારિત થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત પ્રખ્યાત રહી હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મે રિતિક અને અમીષાને રાતોરાત તારલા બનાવી દીધા. આ બંનેની પહેલી ફિલ્મ હતી.
આ ફિલ્મ પ્રસારિત થયા પછી કરીના કપૂરનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે અમીષા પટેલને ખૂબ જ ખરાબ અભિનેત્રી ગણાવ્યા હતા. તે સમયે અમીષાને તૂટેલી આંખવાળી કરીના પસંદ નહોતી. તેનું કારણ એ હતું કે, ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’માં અમીષાની જગ્યાએ કરીનાને લેવામાં આવ્ય હતા.
રિતિક રોશને તેમની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ માટે કરીનાને સાઈન કર્યા હતા. અભિનેત્રી સાથેના કેટલાક દ્રશ્યો પણ સૂટ થયા, પણ પછી કરીના અને તેમની માતા બબીતાના કારણે આ ફિલ્મ તેમના હાથમાંથી નીકળી ગઈ. નિર્માતાએ કરીનાને ફિલ્મમાંથી બહાર કાઢીને અમીષાને ફિલ્મમાં લાવ્યા હતા. ત્યારથી કરીનાને અમીષા બિલકુલ પસંદ ન હતા.
હવે ‘ગદર 2’થી 22 વર્ષ પછી આ મામલે પાછા ફરી રહેલા અમીષા પટેલની પ્રતિક્રિયા આવી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતાની અને કરીના વચ્ચેના સંઘર્ષ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે લોકોએ જાતે જ એવી વસ્તુઓ બનાવી છે જે વાસ્તવિકતામાં નથી. તેમણે કહ્યું કે ‘મારો કોઈ દુશ્મન નથી.’
અમીષા ઉમેરે છે, “જ્યારે પણ કરીના સુંદર દેખાય છે અને ગીત કે ફિલ્મમાં સારું પ્રદર્શન કરે છે, ત્યારે હું મારા મિત્રો તરફથી તેમની ખૂબ જ પ્રશંસા કરું છું. મને લાગે છે કે, કરીના એક સુંદર અને અદ્ભુત અભિનેત્રી છે. મને તેમના વિશે કોઈ ખરાબ લાગણી નથી.”
અમીષાએ વધુમાં જણાવ્યું કે, ‘કહો ના પ્યાર હૈ’માં મારું કામ જોઈને જ્યારે કરીનાએ મને ખરાબ અભિનેત્રી કહી તો સોશિયલ મીડિયાએ તેના પર તેમની પ્રતિક્રિયા માંગી હતી, પણ તેમણે મીડિયાને સ્પષ્ટ કહ્યું હતું કે, મારી પાસે કરીના વિશે કોઈ ટિપ્પણી નથી. હું તેમના વિશે હકારાત્મક છું. મને તે ખૂબ જ પસંદ છે. હું તેમના વિશે એટલું જ કહીશ કે તે કરીના એક ખૂબ જ સરસ અભિનેત્રી છે.
‘કહો ના પ્યાર હૈ’ જેવી પ્રખ્યાત ફિલ્મમાંથી બહાર થયા પછી કરીનાએ અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ ‘રેફ્યુજી’થી પ્રયાસ કર્યો હતો. જોકે આ ફિલ્મ ધ્યેયવિહીન રહી હતી.
એન્ટરટેઈન્મેન્ટ
કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.
Published
1 day agoon
October 18, 2022By
Gujju Media
બૉલીવુડની ફેમસ અભિનેત્રી કેટરીના કેફનું ફિલ્મ ‘ફોનભૂત’ જલ્દી જ રીલીઝ થવાનું છે. કેટરીના કૈફએ હમણાં જ લગ્ન પહહઈ પહેલું કરવા ચૌથનું વ્રત કર્યું હતું. આ વ્રત કર્યાના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેટરીના કૈફએ પતિ વિક્કી કૌશલની લાંબી ઉમર માટે વ્રત કર્યું હતું. આ સાથે તેણે તૈયાર થઈને ચંદ્રની પૂજા પણ કરી હતી.
કેટરીનાનું આ પહેલું કરવા ચૌથ હોવાને લીધે વિક્કી કૌશલએ પણ આ દિવસને ખાસ બનાવ્યો હતો. આ દિવસે વિક્કી કૌશલએ કેટરીનાને એક સરપ્રાઈઝ આપી હતી. આ સરપ્રાઈઝથી કેટરીના ખૂબ ખુશ થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો કેટરીના કૈફએ જાતે કરી હતી.
એક મીડિયા હાઉસને આપેલ ઇંટરવ્યૂમાં કેટરીના કૈફએ કહ્યું હતું કે વિક્કી કૌશલએ કેટરીના કૈફના પહેલા કરવા ચૌથને ખૂબ ખાસ બનાવ્યો હતો. વાત એમ હતી કે આ દિવસે અભિનેતા વિક્કી કૌશલે પણ કેટરીના કૈફ માટે વ્રત કર્યું હતું. અભિનેત્રીએ આ વિષે વાત કરતા કહ્યું હતું કે, ‘મને આશા નહોતી કે વિક્કી આવું કરશે. પણ તેમણે જાતે જ આ નિર્ણય કર્યો એ ખૂબ ગમ્યું મને. વિક્કીના મમ્મી પપ્પાએ પણ કરવા ચૌથ સેલિબ્રેટ કરી લાગતું હતું કે આ તેમનું પણ પહેલું કરવા ચૌથ છે.’
પહેલું કરવા ચૌથ વ્રતને લદિહે કેટરીના કૈફએ બધી વિધિ ખૂબ સારી રીતે નિભાવી હતી, પણ ચંદ્રની રાહ જોતાં જોતાં તે ખૂબ ભૂખી થઈ ગઈ હતી. આ વાત પણ તેણે જણાવી હતી. કેટરીના કૈફએ કહ્યું હતું કે ‘મુંબઈમાં ચંદ્ર 9:01એ આવી જાય છે પણ એ દિવસે 9:30 સુધી ચંદ્ર દેખાયો હતો નહીં ને મને ખૂબ ભૂખ લાગી હતી.’ જો કે જ્યારે અભિનેત્રી કેટરીનાને ખબર પડે છે કે વિક્કી કૌશલએ પણ તેની મેટ વ્રત કર્યું છે ત્યારે તે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને તેને ખૂબ સારું લાગ્યું હતું.
વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં 9 તારીખે થયા હતા. તેમના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. તેમના લગ્નમાં પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા હતા. કેટરીના અને વિક્કીના લગ્નને લઈને તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત હતા.
બોલીવુડ
સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.
Published
2 days agoon
October 17, 2022By
Aryan Patel
દર્શકો બોલિવૂડ ઉદ્યોગના સિતારાઓને ખૂબ સારી રીતે જાણે છે અને તેમની વૈભવી જીવનશૈલી વિશે બધા જાણે છે. જોકે, ચાહકોને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના તારલાના અંગત જીવન અને વૈભવી જીવનશૈલી વિશે જાણવાની તક ભાગ્યે જ મળે છે.
આજે અમે તમને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના કેટલાક એવા મોટા તારલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ રાજાની જેમ શાહી જીવન જીવે છે. તેમની પાસે જરૂરી બધું છે અને તેમની પાસે કોઈ વસ્તુની કમી નથી. અમે જે તારલા વિશે વાત કરી રહ્યા છીએ તેમની પાસે પોતાનું ખાનગી જેટ પણ છે. તો ચાલો આજે જાણીએ દક્ષિણ ભારતના આવા જ કેટલાક કલાકારો વિશે.
રામ ચરણ
રામ ચરણ જ્યારે ફિલ્મના શૂટિંગ માટે અને ફિલ્મના પ્રમોશન માટે જાય છે, ત્યારે ઘણીવાર તેમના ખાનગી જેટનો ઉપયોગ કરે છે. જ્યારે તેઓ તેમના પરિવાર સાથે બહાર જાય છે, ત્યારે પણ તે ખાનગી જેટ દ્વારા જાય છે.
પ્રભાસ
બાહુબલી ફિલ્મથી પ્રભાસે દેશ અને દુનિયામાં ખૂબ મોટું નામ કમાવ્યું હતું, તેમજ ચાહકો દિલમાં ખૂબ સારી છાપ છોડી હતી. આ ફિલ્મ ખૂબ જ પ્રખ્યાત બન્યા પછી પ્રભાસની ગણતરી પ્રખ્યાત તારલામાં થવા લાગી. મળતી માહિતી મુજબ પ્રભાસ પાસે એક ખાનગી જેટ પણ છે. તેઓ વ્યાવસાયિક પ્રવાસો માટે જેટનો ઉપયોગ કરે છે.
રજનીકાંત
રજનીકાંતને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા તારલા તરીકે ગણતરી કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં રજનીકાંતને ભગવાનની જેમ તેમના ચાહકો દ્વારા પૂજવામાં આવે છે. તેમના ચાહકોને પ્રેમથી ‘થલાઈવા’ પણ કહેવામાં આવે છે.
સાઉથ ફિલ્મ ઉદ્યોગની સાથે રજનીકાંતનું બોલિવૂડ ઉદ્યોગમાં પણ ખૂબ મોટું નામ છે. રજનીકાંત પોતાના અંગત જેટનો ઉપયોગ વ્યવસાયી કામ અને અંગત કામ બંને માટે કરે છે.
અલ્લુ અર્જુન
આ દિવસોમાં દરેક જગ્યાએ અલ્લુ અર્જુનનો દબદબો છે. અલ્લુ અર્જુનની તાજેતરમાં પ્રસારિત થયેલી ફિલ્મ ‘પુષ્પા’એ સફળતાના નવા ઝંડા લગાવ્યા છે અને સફળતાના નવા આયામો સ્થાપિત કર્યા છે. દુનિયાભરમાં આ ફિલ્મની ચર્ચા અને ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.
‘પુષ્પા’એ અલ્લુની લોકપ્રિયતામાં વધુ વધારો કર્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત તારલા અલ્લુ પાસે પણ પોતાનું અંગત જેટ છે. તે પરિવાર સાથે જેટમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. અલ્લુની સમૃદ્ધિનો અંદાજ તમે એ વાત પરથી પણ લગાવી શકો છો કે હૈદરાબાદમાં 100 કરોડ રૂપિયાનું તેમનું ઘર છે.
જુનિયર NTR
જુનિયર એનટીઆરને આજે કોઈ ઓળખમાં રસ ધરાવતા નથી. તેઓ તેલુગુ ફિલ્મ ઉદ્યોગનું મોટું નામ છે અને તેમના દાદા એનટી રામારાવ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ હતા.
જુનિયર એનટીઆર જે તેમની આગામી ફિલ્મ ‘RRR’ માટે ચર્ચામાં છે, તે કરોડો રૂપિયાના માલિક છે અને તે પણ રાજાની જેમ શાહી જીવન જીવે છે. જુનિયર એનટીઆર પાસે પોતાનું એક અંગત જેટ પણ છે. સોશિયલ મીડિયા અહેવાલ અનુસાર તેમના જેટની કિંમત 80 કરોડ રૂપિયા છે.
નાગાર્જુન
નાગાર્જુન દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત છે. દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત નાગાર્જુને ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ સારું કામ કર્યું છે. નાગાર્જુનનો પુત્ર નાગા ચૈતન્ય પણ પ્રખ્યાત અભિનેતા છે. અભિનેત્રી સામંથા તેમની ભૂતપૂર્વ પુત્રવધૂ છે. નાગાર્જુન પણ પોતાના અંગત જેટમાં મુસાફરી કરે છે.

કરીના કપૂર અને અમિષા પટેલની 22 વર્ષ જૂની દુશ્મની, હવે એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો કહાની વિશે.

પિતાએ 2 વર્ષના બાળકને રમવા માટે મોબાઈલ આપ્યો, બાળકે 2 લાખનો ઓર્ડર આપ્યો, સામાન ઘરે પહોંચ્યો

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન