દૂધ પણ હોઈ શકે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક..

તૂટેલા હાડકાંથી લઈને થાક સુધી, દૂધ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનું પ્રાથમિક કારણ હોઈ શકે છે. પરંતુ દુધથી પણ આવી સમસ્યાઓ આવી શકે છે તે કોઈ વિચારી શકતું નથી..તેથી હવે જયારે તમે દૂધ વિશે વિચારો ત્યારે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી.. દૂધ જેટલું સ્વાસ્થ્ય માટે સારું હોઈ શકે છે તેટલું જ હાનિકારક પણ હોઈ શકે છે..

1.મોટાભાગે વધુ પડતો થાક લાગે છે..

દૂધમાં અફીણના અણુઓ હોય છે જેનાથી ખુબ વધારે નિંદ્રા આવે છે.. પરંતુ વૈજ્ઞાનિક રીતે કહીએ તો દૂધ પીવાથી ઊંઘ આવે છે કે પરંતુ તેનો અર્થ એ નથી કે ખુબ સારી ઊંઘ આવે..તેનું પાચન કરવું મુશ્કેલ હોય છે એટલે વધારે પડતા દુધના સેવનથી શરીર પર વધારે શ્રમ પડે છે જેથી મોટાભાગે વધુ પડતો થાક લાગે છે.. વધુ સારી રીતે સૂવા માટે ટ્રિપ્ટોફન રિચફળો અને બ્રોકોલી, શક્કરીયા, કેળા અથવા સફરજન જેવા શાકભાજી વધુ ઉપયોગી છે..

 

2.ખીલ વધુ થાય છે..

કેટલાક અભ્યાસ મુજબ વધારે દૂધના સેવનથી યુવાનોને ખીલ વધુ થાય છે.. અન્ય સંશોધન મુજબ ઓછી ચરબીવાળા દૂધ તમારી ત્વચાના આરોગ્યને નકારાત્મક અસર કરી શકે છે. દુધથી ઇન્સ્યુલિન અને આઇજીએફ -1 જેવા હોર્મોન્સ પર અસર થતી હોવાથી વધારે પડતા દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખરાબ પણ થઈ શકે છે..

 

3.પાચન સરળતાથી થતું નથી..

એક અભ્યાસ સૂચવે છે કે વિશ્વની 65-70% વસ્તી લેક્ટોઝની અનિશ્ચિતતાથી પીડાય છે. ગાયનું દૂધ પાચન માટે ખુબ ભારે હોય છે. ગાયના દુધમાં લેક્ટોઝનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે .. પેટનું ફૂલવું, ઉબકા, ગેસ જેવી ફરિયાદો હોય તો વધારે પડતું દૂધ ન પીવું જોઈએ..

 

4.શરીરના સાંધામાં વધારે દુખાવો થાય છે..

દૂધ ખૂબ એસિડિક હોવાથી, તે બળતરાનું કારણ બને છે, જે તમારા સાંધા અને સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે.. કસરત કરતી વખતે કે ક્યારેય પણ જો તમારા મસલ સ્નાયુ ખેચાઈ જાય તો તેમાં જલ્દી સુધારો લાવવા અને સાજુ થવા દુધનો વપરાશ ઓછો  કરવો જોઈએ..

 

5.બ્રેઈન ફોગનો અનુભવ થાય છે..

બ્રેઈન ફોગએ રોગ નથી, પરંતુ એક લક્ષણ છે.  મેમરીની સમસ્યાઓ, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા અને માનસિક અસ્પષ્ટતા વગેરેનો સમાવેશ બ્રેઈન ફોગમાં થાય છે.. બીજા ઘણા કારણોથી પણ આવું થાય છે પરંતુ દુધના વધારે પડતા વપરાશથી પણ બ્રેઈન ફોગ થઈ શકે છે દૂધમાં કેસિનનો દર ઉંચો હોવાને કારણે ખોટી સંતોષની લાગણી થાય છે. ઘણાં સંશોધન સૂચવે છે કે દૂધનો વપરાશ ઓછો થવાથી ડિપ્રેસન સામે લડવામાં મદદ મળી શકે છે.

 

6.એલર્જી અને અન્ય ત્વચાના રોગ થાય છે..

કબજિયાત, ઝાડા વગેરે દૂધની એલર્જીના લક્ષણો હોઈ શકે છે.. જ્યારે 5% બાળકોને દૂધની એલર્જી હોય છે, તો દૂધની એલર્જી પુખ્તવય દરમિયાન પણ વિકસિત થઈ શકે છે. દુધને કારણે ખરજવું પણ થાય છે.. દુધના કારણે ઘણા ત્વચાના રોગ થાય છે.. અને દૂધ પીવાનું ઓછુ કરવાથી કેટલીક એલર્જી મટી જાય છે..

 

7.હાઈ કોલેસ્ટ્રોલની તકલીફો વધે છે..

લોહીમાં કોલેસ્ટ્રોલ સીધુ આહારમાંથી આવે છે. યુ.એસ.ડી.એ. અનુસાર, 100 ગ્રામ નિયમિત ગાયના દૂધમાં 10 ગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે, જે રોજિંદા ધોરણે ખુબ વધારે ગણાય છે અને સ્વાસ્થ્ય માટે ખરાબ પણ બની શકે છે..

 

8.હાડકાં નબળા પડે છે..

ખાસ કરીને બાળપણમાં હાડકાના વિકાસ અને હાડકાના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ મૂળભૂત છે. જો કે બધા ડેરી ઉત્પાદનોમાં પ્રોટીન સામાન્ય રીતે એસિડિક હોય છે, જે કેલ્શિયમનું સેવન ઘટાડે છે. એક અભ્યાસ મુજબ જે લોકો દરરોજ 3 કે તેથી વધુ ગ્લાસ દૂધ પીવે છે તેમને ફ્રેક્ચર થવાનું જોખમ વધારે રહે છે..

 

9.ખરાબ ક્વોલીટીનું દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે..

કેટલીક વાર દૂધ દોષી નથી હોતું પરતું ગાયને આપવામાં આવતી એન્ટીબાયોટીક્સના કારણે પણ ખરાબ ક્વોલીટીનું દૂધ સ્વાસ્થ્યને ખરાબ અસર કરી શકે છે..  એક તરફ, દવા પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે, પરંતુ બીજી બાજુ તે એન્ટિમાઇક્રોબાયલ-રેઝિસ્ટન્ટ બેક્ટેરિયાનું કારણ બને છે.. માંદગીને ઝડપથી દુર કરવા માટે દુધ ઓછુ કરવાથી બેક્ટેરિયા લેવલ ઓછુ થવાથી એન્ટીબાયોટીક્સની અસર વધુ સારી રીતે થઈ શકે છે..

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *