Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોર્ડ્સમાં આ ઇતિહાસ રચનાર પ્રથમ ભારતીય બન્યો હતો ગાંગુલી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > લોર્ડ્સમાં આ ઇતિહાસ રચનાર પ્રથમ ભારતીય બન્યો હતો ગાંગુલી
સ્પોર્ટ્સ

લોર્ડ્સમાં આ ઇતિહાસ રચનાર પ્રથમ ભારતીય બન્યો હતો ગાંગુલી

Subham Agrawal
Last updated: June 22, 2022 8:29 pm
By Subham Agrawal
3 Min Read
Share
Ganguly became the first Indian to make this history at Lord's
SHARE

ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ ક્રિકેટ જગતમાં સૌરવ ગાંગુલી એક આક્રમક સુકાની તરીકે જાણીતો છે. તેમાં પણ લોર્ડ્સ મેદાનમાં તેની બે ઘટના ભારતીય ક્રિકેટ પ્રેમીઓના દિલમાં ઘર કરી ગઈ છે. 2002માં નેટવેસ્ટ સીરિઝની ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ જીત્યા બાદ લોર્ડ્સની ગેલેરીમાંથી ટીશર્ટ કાઢીને હવામાં લહેરાવીને અંગ્રેજોનો ઘંમડ તોડ્યો તે એક ઐતિહાસિક ઘટના હતી. જોકે, તે પહેલા ગાંગુલીએ લોર્ડ્સ ખાતે જ પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી હતી. આ પ્રથમ ટેસ્ટમાં જ સૌરવ ગાંગુલીએ એક ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમ 1996માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. જેમાં 20-24 જૂન દરમિયાન લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ રમાઈ હતી. આ ટેસ્ટ દ્વારા ભારતના બે મહાન ક્રિકેટર્સે પોતાની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જેમાં એક હતો સૌરવ ગાંગુલી અને બીજો હતો રાહુલ દ્રવિડ. ગાંગુલીએ 22 જૂન એટલે કે મેચના ત્રીજા દિવસે લોર્ડ્સના મેદાન પર સદી ફટકારી હતી.

Ganguly became the first Indian to make this history at Lord's

આ ટેસ્ટમાં સુકાની મોહમ્મદ અઝહરૂદ્દીને ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 344 રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં ગ્રેહામ થોર્પે 89 રન ફટકાર્યા હતા. જ્યારે વિકેટકીપર બેટર જેક રસેલે અદ્દભુત બેટિંગ કરતા 124 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. 44 વર્ષ બાદ લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડના વિકેટકીપરે સદી ફટકારી હતી. ભારત માટે વેંકટેશ પ્રસાદે 76 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જવાગલ શ્રીનાથે 76 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. સૌરવ ગાંગુલીએ બે વિકેટ ખેરવી હતી.

- Advertisement -

Ganguly became the first Indian to make this history at Lord's

ભારતે તેના પ્રથમ દાવમાં 429 રનનો સ્કોર ખડકીને સરસાઈ મેળવી હતી. જેમાં વન-ડાઉન આવેલા સૌરવ ગાંગુલીએ 301 બોલમાં 20 ચોગ્ગા સાથે 131 રનની ઐતિહાસિક ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારનારો સૌરવ ગાંગુલી પ્રથમ ભારતીય બેટર બન્યો હતો. જોકે, રાહુલ દ્રવિડ પાંચ રન માટે આ સિદ્ધિથી ચૂકી ગયો હતો. રાહુલ દ્રવિડ 95 રનના સ્કોર પર આઉઠ થયો હતો. તેણે 363 બોલ રમ્યા હતા. વિકેટકીપર રસેલે તેનો કેચ કર્યો હતો. આમ લોર્ડ્સના મેદાન પર બે ડેબ્યુ ખેલાડી સદી ફટકારે તે ઘટના બનતા-બનતા રહી ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે ક્રિસ લૂઈસ અને એલન મૂલાલેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ડોમિનિક કોર્કને બે તથા પીટર માર્ટિન અને રોની ઈરાનીને એક-એક સફળતા મળી હતી.

- Advertisement -

Ganguly became the first Indian to make this history at Lord's

ઈંગ્લેન્ડે નવ વિકેટે 278 રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો અને અંતે મેચ ડ્રો રહી હતી. આ મેચ જાણીતા અમ્પાયર ડિકી બર્ડની 66મી અને અંતિમ ટેસ્ટ મેચ હતી. તેઓ જ્યારે અમ્પાયરિંગ માટે મેદાનમાં ઉતર્યા ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. જ્યારે સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ તેમને ઊભા થઈને તાળીઓથી વધાવી લીધા હતા. ત્યારે ડિકી બર્ડની આંખોમાં આંસુ આવી ગયા હતા. જોકે, તેની બે મિનિટ બાદ તેમણે મેચની પ્રથમ ઓવરમાં જ ઈંગ્લેન્ડના સુકાની માઈક આર્થટનને એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો. ડિકી બર્ડે 66 ટેસ્ટમાં અમ્પાયરિંગ કર્યું તે ત્યારે એક રેકોર્ડ હતો. તેના બે વર્ષ બાદ 1998માં તેમણે પોતાની અંતિમ કાઉન્ટી મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું.
બીજી વનડે બુધવાર, 3 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે
જય શાહની જગ્યાએ આ સંભાળશે બીસીસીઆઈના સેક્રેટરીનું પદ, એસજીએમની બેઠકમાં મળશે મંજૂરી
પાકિસ્તાન ક્રિકેટમાં નવો યુગ: એશિયન ગેમ્સ ૨૦૨૬માં સાહિબઝાદા ફરહાન સંભાળશે કપ્તાની
IND vs AUS: ટીમ ઇન્ડિયાને પડ્યો જોરદાર ફટકો, ઘાયલ થયો KL રાહુલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દુબઈની પીચ કેવી હશે, અહીં ટીમ ઈન્ડિયા તેની મેચો રમશે
- Advertisement -
TAGGED:cricketloards stadiummake recordsarabh gangulSPORTS
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
rahul.jpg.webp
દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલાં સાઉથ ઝોનને મોટો ઝટકો: સ્ટાર બેટ્સમેન KL રાહુલ બહાર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 6 1.jpg.webp
સ્પોર્ટ્સ

IPL 2026 શરૂ થાય તે પહેલા જ CSKને લાગ્યો મોટો ઝટકો, ધોની શરૂઆતી મેચોમાંથી થયો બહાર

By Gujju Media
3 Min Read
1779238666 Dharmishtha 9.jpg.webp
સ્પોર્ટ્સ

IND vs AFG: ઋષભ પંતનું કદ ઘટ્યું, બુમરાહને આરામ; અફઘાનિસ્તાન સિરીઝ માટે 4 નવા ચહેરાઓની એન્ટ્રી!

By Gujju Media
5 Min Read
1781981344 Dharmishtha 4.jpg.webp
સ્પોર્ટ્સ

IPL 2027: સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ બનવા તૈયાર

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?