લોકડાઉનના કારણે ટાટા સન્સ કંપનીએ લીધો ઔતિહાસિક નિર્યણ

ટાટા સમૂહના ઇતિહાસમાં પહેલીવાર ટાટા સન્સના ચેરમેન તથા સહાયક કંપનીઓના તમામ સીઇઓના પગારમાંથી લગભગ 20 ટકા પગાર કાપવામાં આવશે. કોરોના વાયરસની મહામારીથી થયેલા નુક્શાનની ભરપાઇ માટે કંપનીએ આ પગલા ઉઠાવ્યા છે.

ગ્રુપના સૌથી મહત્વના પોસ્ટ પર બેઠેલા અને કંપનીને સૌથી વધુ ફાયદો અપાવતા, ટાટા કંસલ્ટેસી સર્વિસસને સીઇઓ રાજેશ ગોપીનાથનની સેલરીમાં સૌથી પહેલા કાપ મૂકવામાં આવ્યા છે. જે અંગે જાહેરાત પણ કરવામાં આવી છે. ઇન્ડિયા હોટલ્સે પહેલા જ કહ્યું હતું કે વરિષ્ઠ નેતૃત્વ આ ત્રિમાસીમાં પોતાના સેલરીમાંથી એક ભાગ કંપનીને થયેલા નુક્શાનની ભરપાઇ માટે આપશે.

ટાટા સ્ટીલ, ટાટ મોટર્સ, ટાટા પાવર,ટ્રેંટ, ટાટા ઇન્ટરનેશનલ, ટાટા કેપિટલ તથા વોલ્ટાસના સીઇઓ તથા એમડીના પગાર પર પણ આ કાપ મૂકવામાં આવશે. કંપનીનો આ પગલાની જાણકારી રાખનાર અધિકારીએ વધુમાં જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના બોનસમાં પણ કપાત થશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

જેમાં અનેક મોટો ઉદ્યોગ એકમો પણ લાંબા સમય સુધી બંધ રહ્યા હતા. જેના કારણે નાની મોટી તમામ કંપનીઓને આ રીતનું નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ સ્થિતિમાં ટાટાએ તેના ટોચના અધિકારીઓ અને તેમનો મોટા પગારમાંથી કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.

ટાટા ગ્રુપના એક ટોચના સીઇઓ નામ ન આપવાની શરતે કહ્યું કે ટાટા સમૂહના ઇતિહાસમાં આ પહેલા કદી પણ આવું નથી થયું. પણ હાલ વેપારને બચાવવા માટે નેતૃત્વ અને સ્થિતિને સુનિશ્ચિત કરવા કેટલાક કડક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ટાટા સમૂહની તે પ્રણાલી રહી છે તે દરેક સંભવ પ્રયાસ કરે છે જેથી કર્મચારીઓના હિતો પર આંચ ન આવે. અને તેના હિતોનું રક્ષણ થાય.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *