Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમારી કાર સ્ટાર્ટ થવામાં વાર લાગે છે? બેટરી ડેડ થવાના આ લક્ષણો જાણી લો, નહીં તો પસ્તાશો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ઓટોમોબાઇલ > શું તમારી કાર સ્ટાર્ટ થવામાં વાર લાગે છે? બેટરી ડેડ થવાના આ લક્ષણો જાણી લો, નહીં તો પસ્તાશો
ઓટોમોબાઇલ

શું તમારી કાર સ્ટાર્ટ થવામાં વાર લાગે છે? બેટરી ડેડ થવાના આ લક્ષણો જાણી લો, નહીં તો પસ્તાશો

Gujju Media
Last updated: April 2, 2026 3:47 am
By Gujju Media
3 Min Read
Share
car451.jpg.webp
SHARE

વચ્ચે રસ્તે કાર દગો દઈ શકે છે! બેટરી ખરાબ થતા પહેલા મળતા આ સંકેતોને ક્યારેય ન કરો નજરઅંદાજ

Contents
  • એન્જિન સ્ટાર્ટ થવામાં વિલંબ
  • ડેશબોર્ડ પર વોર્નિંગ લાઈટ
  • ઇલેક્ટ્રિકલ ફીચર્સમાં સમસ્યા
  • બેટરીનો આકાર બદલાવો કે દુર્ગંધ આવવી
  • ટર્મિનલ પર કાટ કે સફેદ જમાવટ

કાર અચાનક બંધ પડી જવી અથવા સ્ટાર્ટ ન થવી એ કોઈપણ ડ્રાઈવર માટે માથાનો દુખાવો બની શકે છે. આ સમસ્યા પાછળનું સૌથી મુખ્ય કારણ ઘણીવાર નબળી બેટરી હોય છે. સામાન્ય રીતે કારની બેટરી 3 થી 5 વર્ષ સુધી સારી રીતે કામ કરે છે, પરંતુ હવામાન, ડ્રાઈવિંગની રીત અને મેન્ટેનન્સના આધારે તેનું આયુષ્ય વધી કે ઘટી શકે છે. ઘણીવાર બેટરી સંપૂર્ણપણે ડેડ થઈ જાય તે પહેલા ગાડી કેટલાક ખાસ સંકેતો આપવા લાગે છે. જો તમે આ ઈશારાઓને સમયસર સમજી લો, તો વચ્ચે રસ્તે ફસાવવાની મુસીબતમાંથી બચી શકો છો.

એન્જિન સ્ટાર્ટ થવામાં વિલંબ

જો તમારી કાર પહેલા કરતા સ્ટાર્ટ થવામાં વધુ સમય લેતી હોય અથવા ચાવી ફેરવતા કે બટન દબાવતા તરત જ રિસ્પોન્સ ન મળતો હોય, તો સમજી લેવું કે બેટરી નબળી પડી રહી છે. ખાસ કરીને સવારના સમયે જો ગાડી સ્ટાર્ટ કરવામાં મહેનત પડતી હોય અથવા વારંવાર ‘જમ્પ-સ્ટાર્ટ’ કરવાની જરૂર પડતી હોય, તો તે સ્પષ્ટ સંકેત છે કે બેટરીમાં હવે પાવર બચ્યો નથી.

- Advertisement -

ડેશબોર્ડ પર વોર્નિંગ લાઈટ

ડ્રાઈવિંગ કરતી વખતે જો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર (ડેશબોર્ડ) પર બેટરીનો લાલ આઈકન અથવા ‘Check Engine’ લાઈટ સતત ચાલુ રહે, તો તેને હળવાશથી ન લેવી જોઈએ. આ લાઈટનો અર્થ એ છે કે બેટરી અથવા ગાડીની ચાર્જિંગ સિસ્ટમમાં કોઈ ખામી છે. આ સંકેત મળતા જ નજીકના મિકેનિક પાસે બેટરીનું વોલ્ટેજ ચેક કરાવી લેવું હિતાવહ છે.

ઇલેક્ટ્રિકલ ફીચર્સમાં સમસ્યા

નબળી બેટરીની સીધી અસર ગાડીના ઇલેક્ટ્રોનિક સિસ્ટમ પર જોવા મળે છે. જો તમને લાગે કે કારની હેડલાઈટ્સનો પ્રકાશ ઓછો થઈ ગયો છે, પાવર વિન્ડો ધીમી ગતિએ કામ કરી રહી છે અથવા મ્યુઝિક સિસ્ટમ વારંવાર રીસ્ટાર્ટ થઈ રહી છે, તો આ તમામ લક્ષણો બેટરીની ખરાબી તરફ ઈશારો કરે છે. બેટરી પૂરતો કરંટ સપ્લાય ન કરી શકતી હોવાને કારણે આવું બને છે.

- Advertisement -

બેટરીનો આકાર બદલાવો કે દુર્ગંધ આવવી

તમારે સમયાંતરે બોનેટ ખોલીને બેટરીની શારીરિક સ્થિતિ પણ તપાસવી જોઈએ. જો બેટરીનો બોડી પાર્ટ ફૂલેલો દેખાય અથવા તેમાંથી કોઈ વિચિત્ર કેમિકલ જેવી દુર્ગંધ આવતી હોય, તો તે ઓવરહીટિંગ અથવા ગેસ લીકેજ હોઈ શકે છે. આવી સ્થિતિમાં બેટરી ગમે ત્યારે ફાટી શકે છે અથવા સંપૂર્ણપણે બંધ પડી શકે છે, તેથી તેને તરત જ બદલાવી લેવી જોઈએ.

- Advertisement -

ટર્મિનલ પર કાટ કે સફેદ જમાવટ

બેટરીના કનેક્શન પોઈન્ટ્સ (ટર્મિનલ્સ) પર સફેદ કે વાદળી રંગનો પાવડર જેવો પદાર્થ જમા થવો એ ‘કર્રોઝન’ અથવા કાટ લાગવાની નિશાની છે. આ જમાવટને કારણે બેટરીમાંથી એન્જિન સુધી પાવર બરાબર પહોંચી શકતો નથી. જો તેને સાફ કર્યા પછી પણ વારંવાર આવો કાટ જમા થતો હોય, તો તેનો અર્થ એ છે કે બેટરી હવે તેનું આયુષ્ય પૂરું કરી ચૂકી છે.

ગાડીનું નિયમિત સર્વિસિંગ અને બેટરીના વોલ્ટેજની તપાસ તમને રસ્તા પરના અણધાર્યા સંકટથી બચાવી શકે છે. હંમેશા સારી ગુણવત્તાની બેટરીનો જ આગ્રહ રાખવો જોઈએ.

- Advertisement -
- Advertisement -
કેમ દુનિયાભરમાં લોકો TVS Apache ના છે દિવાના? માત્ર 2 વર્ષમાં વેચાઈ 20 લાખ બાઈક!
નવી કાર લેવાનું સપનું થશે પૂરું: જુલાઈમાં લોન્ચ થઈ રહી છે આ 5 શાનદાર કાર
Kia Seltosનું બુકિંગ શરૂ: Creta અને Sierra માટે બનશે સૌથી મોટી હરીફ?
Ninja ZX-10R ખરીદવાની સુવર્ણ તક, કંપની આપી રહી છે લાખોનું ડિસ્કાઉન્ટ
મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક SUV, e-Vitara ટૂંક સમયમાં લૉન્ચ, કિંમતની જાહેરાત આ દિવસે થશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1786168772 car2.jpg.webp
ઓટોમોબાઇલ

તહેવારો પહેલા કાર ખરીદવાનો જબરદસ્ત મોકો: 7-સીટર SUV પર ₹1.20 લાખનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર

By Gujju Media
6 Min Read
CAR AC2.jpg.webp
ઓટોમોબાઇલ

ચોમાસામાં કારનું AC વાપરવાની સાચી રીત જાણો, મોટાભાગના લોકો કરી રહ્યા છે આ મોટી ભૂલ!

By Gujju Media
6 Min Read
1775832457 dharmishtha 1 18.jpg.webp
ઓટોમોબાઇલ

ટાટા સિયેરાની ધમાકેદાર વાપસી! હવે 3 નવા વેરિઅન્ટમાં આવશે નજર, EV સાથે હાઈબ્રિડ અને AWDની મળશે મજા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?