BSNL
BSNL એ તેના બે બ્રોડબેન્ડ પ્લાનની ઈન્ટરનેટ સ્પીડ વધારી છે. સાથે જ હવે યુઝર્સને પહેલા કરતા વધુ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે. પહેલા આ બ્રોડબેન્ડ પ્લાન્સમાં 3300GB ડેટા મળતો હતો.
BSNL એ યુઝર્સને મોટી ભેટ આપી છે. જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીએ તેના બે બ્રોડબેન્ડ પ્લાનની સ્પીડ વધારી છે. આ ઉપરાંત આ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પ્લાન્સમાં યુઝર્સને વધુ ડેટા લિમિટ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડની આ બ્રોડબેન્ડ યોજનાઓ ભારતનેટ ફાઈબર હેઠળ ઓફર કરવામાં આવી રહી છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, યુઝર્સને હવે આ પ્લાન્સમાં 125Mbps સુધીની સ્પીડ મળશે. આવો, BSNLના આ બે બ્રોડબેન્ડ પ્લાન વિશે જાણીએ…
BSNL રૂ 599 નો બ્રોડબેન્ડ પ્લાન
ભારત સંચાર નિગમ લિમિટેડ અગાઉ આ બ્રોડબેન્ડ પ્લાનમાં 60Mbpsની ઝડપે FUP (ફેર યુઝ પોલિસી) મર્યાદા હેઠળ 3300GB ડેટા ઓફર કરતી હતી. હવે આ બ્રોડબેન્ડ પ્લાનમાં યુઝર્સને FUP લિમિટ સાથે કુલ 4,000GB ડેટાનો લાભ મળશે. આ મર્યાદા ખતમ થયા પછી, ઇન્ટરનેટ સ્પીડ 4Mbps થઈ જશે. એટલું જ નહીં, આ પ્લાનમાં યૂઝર્સને હવે 75Mbpsની સ્પીડ પર ઇન્ટરનેટનો લાભ મળશે.
BSNL રૂ 699 બ્રોડબેન્ડ પ્લાન
BSNLના આ બ્રોડબેન્ડ પ્લાનમાં અગાઉના યુઝર્સને આખા મહિના માટે 3300GB ડેટા FUP લિમિટ સાથે 60Mbps સ્પીડ ઓફર કરવામાં આવી રહી હતી. હવે આ પ્લાનમાં યુઝર્સને 4,000GB ડેટાનો લાભ મળશે. આ ઉપરાંત આ પ્લાનની ઈન્ટરનેટ સ્પીડ પણ 60Mbps થી વધારીને 125Mbps કરવામાં આવી છે. BSNLના આ બ્રોડબેન્ડ પ્લાનમાં યુઝર્સને OTT એપનું સબસ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.
ડિઝની+ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન આ પ્લાન સાથે યુઝર્સને ફ્રીમાં ઓફર કરવામાં આવી રહ્યું છે. આ બંને બ્રોડબેન્ડ પ્લાન સાથે યુઝર્સને અનલિમિટેડ કોલિંગ પણ આપવામાં આવી રહી છે. નવા બ્રોડબેન્ડ પ્લાન લેનારા યુઝર્સને આ પ્લાન સાથે આ ઓફર મળશે. એરટેલ અને જિયો તેમના બ્રોડબેન્ડ વપરાશકર્તાઓને 30Mbps થી 300Mbpsની ઈન્ટરનેટ સ્પીડ સાથે ઈન્ટરનેટ ડેટા ઓફર કરી રહ્યા છે.