Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જૂનો સ્માર્ટફોન નકામો સમજીને ફેંકતા નહીં! Google લાવ્યું છે એક એવો પ્લાન કે જાણીને ચોંકી જશો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > જૂનો સ્માર્ટફોન નકામો સમજીને ફેંકતા નહીં! Google લાવ્યું છે એક એવો પ્લાન કે જાણીને ચોંકી જશો
ટેકનોલોજી

જૂનો સ્માર્ટફોન નકામો સમજીને ફેંકતા નહીં! Google લાવ્યું છે એક એવો પ્લાન કે જાણીને ચોંકી જશો

Gujju Media
Last updated: June 15, 2026 3:32 pm
By Gujju Media
6 Min Read
Share
1781517759 Copy of Satya web temp 42.jpg.webp
SHARE

વીજળીનો વપરાશ ઘટાડવા માટે ગુગલ જૂના સ્માર્ટફોનની મદદથી બનાવશે ગ્રીન ક્લાઉડ સિસ્ટમ

Contents
  • શું છે ‘ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ’નો અનોખો કોન્સેપ્ટ?
  • જૂના ફોન કેવી રીતે બની શકે મિની ‘ડેટા સેન્ટર’?
  • તો શું આ જૂના ફોન હવે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ચલાવશે?
  • પર્યાવરણ માટે કેમ વરદાન છે આ આઈડિયા?

આપણા બધાના ઘરમાં કોઈને કોઈ ગલ્લા, ખાના કે કબાટના ખૂણામાં એક-બે જૂના સ્માર્ટફોન ચોક્કસ પડ્યા હોય છે. સ્ક્રીન તૂટી ગઈ હોય, બેટરી બેકઅપ ઓછો થઈ ગયો હોય અથવા નવો મોડલ આવી ગયો હોય, એટલે આપણે એ જૂના સાથીને નકામો સમજીને ભૂલી જઈએ છીએ. કેટલાક લોકો તેને પસ્તીના ભાવે વેચી દે છે અથવા રિસાયકલ કરવા આપી દે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ફોન હવે તમારા કોઈ કામનો નથી રહ્યો, તે ભેગો થઈને દુનિયાના મોટા-મોટા સાયન્ટિફિક રિસર્ચ અને એજ્યુકેશન સિસ્ટમને ચલાવી શકે છે? જી હા, દિગ્ગજ ટેક કંપની Google હવે તમારા આ જ જૂના અને ‘નકામા’ સ્માર્ટફોન માટે એકદમ નવો અને ક્રાંતિકારી આઈડિયા લઈને આવી છે. ગુગલના એક નવા રિસર્ચ અનુસાર, જૂના સ્માર્ટફોન હવે ઈલેક્ટ્રોનિક કચરો (E-waste) બનવાને બદલે એક મિની ડેટા સેન્ટર કે સુપર કોમ્પ્યુટરનો હિસ્સો બની શકે છે. ચાલો જાણીએ કે ગુગલનો આ આખો મામલો આખરે છે શું.

- Advertisement -

શું છે ‘ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ’નો અનોખો કોન્સેપ્ટ?

ગુગલે આ અફલાતૂન રિસર્ચ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગો ના વૈજ્ઞાનિકો સાથે મળીને કર્યું છે. આ આખા આઈડિયાને ‘ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ’ (Phone Cluster Computing) નામ આપવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, આનો હેતુ જૂના સ્માર્ટફોનને ફેંકી દેવાને બદલે તેની અંદર છુપાયેલા પાવરફુલ હાર્ડવેરને એક નવું જીવન આપવાનો છે.

તમે ભલે તમારા 3-4 વર્ષ જૂના ફોનને સ્લો માનતા હોવ, પરંતુ તેની અંદર લાગેલો પ્રોસેસર, મેમરી અને સ્ટોરેજ આજે પણ ખૂબ જ તાકાતવર હોય છે. આ પ્રોસેસમાં વૈજ્ઞાનિકો સૌથી પહેલા ફોનના એ ભાગોને હટાવી દે છે જે કોમ્પ્યુટર બનાવવા માટે જરૂરી નથી હોતા—જેમ કે સ્ક્રીન, કેમેરા, બેટરી અને બહારની બોડી. આ બધું કાઢ્યા પછી જે બચે છે, તે હોય છે ફોનનું ‘મધરબોર્ડ’. આવા ઘણા બધા મધરબોર્ડ્સને એકસાથે એક નેટવર્કથી જોડી દેવામાં આવે છે અને તેને ‘લિનક્સ’ (Linux) બેઝ્ડ સિસ્ટમ પર ચલાવવામાં આવે છે. આ તમામ ડિવાઈસીસને મેનેજ કરવા માટે ‘કુબરનેટિસ’ (Kubernetes) સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, જે સામાન્ય રીતે મોટા-મોટા ક્લાઉડ સર્વરને કંટ્રોલ કરવાના કામમાં આવે છે.

- Advertisement -

જૂના ફોન કેવી રીતે બની શકે મિની ‘ડેટા સેન્ટર’?

ગુગલના આ રિસર્ચમાં એક ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, જો માત્ર 25 થી 50 જૂના સ્માર્ટફોનને એકસાથે સાચી રીતે જોડી દેવામાં આવે, તો તે બધા મળીને એક નાના સર્વર જેટલી તાકાત મેળવી લે છે. એટલે કે જેને આપણે કચરો સમજી રહ્યા હતા, તે એક મિની ડેટા સેન્ટર બની શકે છે!

વિચારો, જો થોડાક ડઝન ફોન મળીને આવું કરી શકતા હોય, તો હજારો જૂના ફોન ભેગા થઈને કેટલો મોટો કમાલ કરી શકે! આ જ આઈડિયાને હકીકત બનાવવા માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચર્સ એક બહુ મોટો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 2000 જૂના પિક્સેલ (Pixel) સ્માર્ટફોન્સ ને અંદરોઅંદર જોડીને એક બહુ મોટું કમ્પ્યુટિંગ ક્લસ્ટર બનાવવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આ સિસ્ટમનો ઉપયોગ કોલેજના સ્ટુડન્ટ્સને ‘સિસ્ટમ પ્રોગ્રામિંગ’ અને ‘પેરેલલ કમ્પ્યુટિંગ’ જેવા અઘરા કોર્સ શીખવવા માટે કરવામાં આવશે. સાથે જ, આનાથી વૈજ્ઞાનિકોને એ સમજવામાં પણ મદદ મળશે કે જે ફોન આપણે રોજબરોજ વાપરીએ છીએ, તે એક ડેટા સેન્ટર જેવા ભારેખમ માહોલમાં કેવું પર્ફોર્મન્સ આપે છે.

તો શું આ જૂના ફોન હવે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ચલાવશે?

આ સવાલ મનમાં આવવો સ્વાભાવિક છે. પરંતુ અહીં ગુગલે એક વાત બિલકુલ સાફ કરી દીધી છે. ગુગલનો એવો બિલકુલ મતલબ નથી કે આ જૂના ફોન મળીને આજની મોટી-મોટી AI એપ્લિકેશન્સ (જેમ કે Google Gemini) ને ટ્રેન કરવા વાળા મોંઘા અને વિશાળકાય GPU ક્લસ્ટર્સની જગ્યા લઈ લેશે. એવું થવું હાલના તબક્કે શક્ય નથી.

- Advertisement -
- Advertisement -

આ પ્રોજેક્ટનો અસલી હેતુ નાના અને મીડિયમ લેવલના ક્લાઉડ પ્રોજેક્ટ્સનો બોજ ઉપાડવાનો છે. ઉદાહરણ તરીકે—

  • યુનિવર્સિટીના નાના-મોટા રિસર્ચ વર્કને પૂરા કરવા.

  • સ્કૂલ-કોલેજોની ઓનલાઈન ગ્રેડિંગ સિસ્ટમ અને એજ્યુકેશનલ એપ્સને રન કરવી.

  • વેબ સર્વિસીસ અને ક્લાઉડ પર ચાલતા કોડિંગ ટૂલ્સને પાવર આપવો.

  • ‘જુપિટર નોટબુક’ (Jupyter Notebook) જેવા ડેટા સાયન્સ ટૂલ્સને સંભાળવા.

પર્યાવરણ માટે કેમ વરદાન છે આ આઈડિયા?

આજના દોરમાં ઈ-કચરો (Electronic Waste) દુનિયા સામેની સૌથી મોટી મુસીબતોમાંથી એક છે. દર વર્ષે કરોડો ફોન કચરાના ઢગલામાં ચાલ્યા જાય છે, જેનાથી પર્યાવરણને ભારે નુકસાન થાય છે. બીજું મોટું નુકસાન એ છે કે નવા ડેટા સેન્ટર્સને બનાવવા અને તેને ચોવીસે કલાક ઠંડા રાખવામાં પુષ્કળ વીજળી અને પાણી ખર્ચાય છે, જેનાથી કાર્બન એમિશન વધે છે.

ગુગલનો આ ફોર્મ્યુલા એક તીરે બે નિશાન લગાવે છે. પહેલું તો એ કે જૂના ફોનને ફેંકવાને બદલે તેનો રી-યુઝ થઈ જશે, જેનાથી ઈ-કચરો ખૂબ હદ સુધી ઓછો થશે. બીજું એ કે મોંઘા અને ભારેખમ સર્વર્સની સરખામણીમાં આ નાના ફોન ક્લસ્ટર્સને ચલાવવામાં વીજળીનો વપરાશ ખૂબ જ ઓછો થાય છે.

- Advertisement -

ગુગલની આ પહેલ આપણને શીખવે છે કે ટેકનોલોજીની દુનિયામાં કંઈ પણ નકામું નથી હોતું, બસ સાચા દ્રષ્ટિકોણની જરૂર હોય છે. આજે ભલે આ પ્રયોગ લેબ અને યુનિવર્સિટી લેવલ પર થઈ રહ્યો હોય, પણ એ દિવસ દૂર નથી જ્યારે તમારા ઘરનો જૂનો ફોન દુનિયાને બદલનારા કોઈ મોટા રિસર્ચનો હિસ્સો બનશે. તો હવે પછી જ્યારે પણ નવો ફોન ખરીદો, ત્યારે જૂના ફોનને કચરો સમજવાની ભૂલ બિલકુલ ન કરતા!

શું તમારા ઘરમાં WiFi લગાવવા આવેલી વ્યક્તિ ફ્રોડ છે? ઇન્ટરનેટ કનેક્શન લેતી વખતે આ બાબતો ભૂલશો નહીં
તમારું iCloud Drive સ્ટોરેજ ફુલ થઈ ગયું છે? તો સ્ટોરેજ માટે આ વિકલ્પોનો કરો ઉપયોગ
ચશ્મા છે કે જાદુ? હાથ અડાડ્યા વગર ફોટા પાડશે અને Google વગર સવાલોના જવાબ આપશે! ખરીદતા પહેલાં ખાસ વાંચો
ડોલરના વર્ચસ્વને ખતમ કરવા આવી રહ્યું છે ‘બ્રિક્સ પે’, જાણો કેવી રીતે બદલાશે ગ્લોબલ ટ્રેડ
ભાવ સાંભળીને કેસો ના હોય! AI ફીચર્સ, ઇન્ટેલ પ્રોસેસર અને પાવરફુલ ફીચર્સ સાથેનું એસરનું લેપટોપની કિંમત માત્ર 20 હજાર
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

1774677572 Copy of Satya web temp 31.jpg.webp
ગેજેટ

OnePlus 13sની કિંમતમાં મોટો ઘટાડો, હવે ₹8,000 સસ્તો મળશે આ પાવરફુલ ફ્લેગશિપ ફોન!

By Gujju Media
4 Min Read
dharmishtha 1 8.jpg.webp
ઓટોમોબાઇલ

સ્કૂટર હવે બન્યું વધુ સ્માર્ટ! એથર 450X માં આવ્યું ‘ઈન્ફિનિટ ક્રુઝ’ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

By Gujju Media
3 Min Read
MG Windsor EV2.jpg.webp
ઓટોમોબાઇલ

મોંઘી થઈ MG Windsor EV: ભાવમાં ₹60,000 સુધીનો તોતિંગ વધારો, જાણો નવી કિંમત

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?