શિયાળામાં ખાસ ખાવું લીલું લસણ

લસણનો દરેક પ્રકારના ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. એક લસણની એક કળી શરીરની અંદર ઉત્પન્ન થનારા અનેક રોગોનો નાશ કરી શકે છે. લસણ ઘણી બિમારીઓની સારવાર તથા ઉપચારમાં અસરકારક છે. જ્યારે કંઇપણ ખાતા અથવા પીતા પહેલાં લસણ લેવામાં આવે તો શરીરમાં તાકાત વધી જાય છે. લસણ એક મહત્વપૂર્ણ કુદરતી એન્ટીબાયોટિકની માફક કાર્ય કરે છે. ખાસ કરીને લસણનો પ્રયોગ જમવાને સ્વાદિષ્ટ બનાવવા માટે થતો હોય છે. લસણ ખોરાકનો સ્વાદ વધારે છે સાથે સાથે તેના અનેક ફાયદા પણ છે. લસણ ઔષધીય ગુણોથી ભરપુર છે. જો  વધતા વજનથી પરેશાની હોય તો લસણનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે. ઉપરાંત શિયાળામાં લીલું લસણ ખાવાથી શ્વસનતંત્રના રોગો જેમકે શરદી, ખાંસી, કફ, ઇન્ફ્લુએન્ઝાની સાથે સાથે આંતરડાના રોગો પણ મટે છે. તે એન્ટી એલર્જિક હોવાથી એલર્જી સામે લડવામાં પણ ઉપયોગી છે. લસણ બ્લડ કલોટિંગને રોકે છે. સવારે ખાલી પેટ લસણની 1 કળી ખાવાથી ખીલ કે ફોડલીઓની સમસ્યા દુર થાય છે. લસણના સેવનથી શરીરમાં લોહી સ્વચ્છ રહેશે અને ખીલ ફોડલીઓની સમસ્યા પણ ધીમે ધીમે દુર થઇ જશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *