જાણવા જેવું
કોરોનાને કારણે નહીં, પણ આ કારણે વિશ્વમાં ચિંતાજનક રીતે જનસંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો
Published
2 years agoon

2064 સુધીમાં વિશ્વની વસ્તી 9.7 અબજ થઈ જશે, પરંતુ આ બાદ તે સતત ઘટવાનું શરૂ કરશે. જે વર્ષ 2100 સુધીમાં ઘટીને 8.8 અબજ થઈ જશે. જ્યારે કે વર્ષ 2019 માં સંયુક્ત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં 2100 સુધીમાં વસ્તીની સંખ્યા 10.9 અબજ સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો હતો.
વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધનકારો સંયુક્ત રાષ્ટ્રના અનુમાનને ખોટા ગણાવી રહ્યા છે. મુખ્ય સંશોધનકાર ક્રિસ્ટોફર મુરેના મતે 2100 સુધીમાં 195 દેશોમાંથી 183 દેશોની વસ્તીમાં ઘટાડો જોવા મળશે. 23 દેશોની વસ્તી અડધી થઈ જશે તો 34 દેશોની વસ્તીમાં 25 થી 50 ટકા ઘટાડો જોવા મળશે.
લાન્સેટમાં છપાયેલા આ અહેવાલ મુજબ સંયુક્ત રાષ્ટ્રએ પોતાના સંશોધનમાં ઘટી રહેલા પ્રજનન દર અને વૃદ્ધ લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખી પણ નીતિઓ સાથે જોડાયેલા માપદંડોને નજર અંદાજ કરી દીધા હતા.
ક્રિસ્ટોફરના મતે એકવાર વસ્તીમાં ઘટાડો થવા માંડશે તો તેને રોકવું અશક્ય બનશે. જેને પગલે દુનિયામાં મોટા ફેરફારો જોવા મળશે. જે 23 દેશો જેની વસ્તી અડધી થઈ જવાની છે તેમાં જાપાન, સ્પેન, ઇટાલી, થાઇલેન્ડ, પોર્ટુગલ, દક્ષિણ કોરિયા અને પોલેન્ડનો પણ સમાવેશ થયો છે.
હાલમાં ચીનની વસ્તી 1.4 અબજ છે. પરંતુ આવનારા 80 વર્ષોમાં તે 73 કરોડ થઈ જશે. આ દરમિયાન આફ્રિકન દેશો વસ્તીમાં વધારો જોવા મળશે. ઉપ સહારાના આફ્રિકામાં વસ્તી ત્રણ ગણી વધીને ત્રણ અબજ થઈ શકે છે. ખાલી નાઇજિરિયાની વસ્તી જ 80 કરોડ થઈ જશે.
2100 સુધીમાં ભારતમાં વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. જો કે ભારતની વસ્તીમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. જ્યારે નાઇજીરીયા બીજા સ્થાને રહેશે. અર્થતંત્ર અને સત્તાકીય તાકાતની દ્રષ્ટિએ ભારત, અમેરિકા, ચીન અને નાઇજિરિયા વિશ્વના ચાર મહત્વપૂર્ણ દેશો બની જશે. જીડીપીના મામલે ભારત ત્રીજા સ્થાને રહેશે. જ્યારે વિશ્વના 10 મહત્વી અર્થવ્યવસ્થામાં જાપાન, જર્મની, ફ્રાન્સ અને બ્રિટન હશે.
સંશોધનકારોનું કહેવું છે કે આ અંદાજ પર્યાવરણ માટે ફાયદાકારક સાબિત થશે. કેમ કે ખાદ્ય ઉત્પાદન સિસ્ટમો પરનું દબાણ ઘટશે. કાર્બન ઉત્સર્જન ઘટશે અને ઉપ સહારા આફ્રિકામાં નોંધપાત્ર આર્થિક તકો ઉભી થશે.
You may like
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
-
પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ
-
દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો
-
બંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી
-
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેરાત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે
-
સુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસને લઈ શરદ પવારે આપ્યુ નિવેદન
જાણવા જેવું
આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત
Published
3 weeks agoon
July 29, 2022
આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.
જાણવા જેવું
ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ
Published
3 weeks agoon
July 25, 2022
જો તમે ક્યારેય ફ્લાઇટમાં મુસાફરી કરી હોય, તો તમે સફર દરમિયાન ચા-કોફી પીધી હશે. પરંતુ શું તમે ક્યારેય ફ્લાઇટમાં કેબિન ક્રૂ અને એર હોસ્ટેસને ફ્લાઇટ દરમિયાન ચા કે કોફી પીતા જોયા છે? કદાચ નહિ જ જોયા હોય. તમને જાણીને આશ્ચર્ય થશે કે ક્રૂ મેમ્બર્સ ક્યારેય ફ્લાઇટની અંદર ચા-કોફી પીતા નથી. આ પાછળનું કારણ જાણીને તમે પણ આગળથી ફ્લાઇટમાં ચા-કોફી મંગાવતા પહેલા અનેક વાર વિચારશો.
તમને જણાવી દઈએ કે, એક ફ્લાઈટ એર હોસ્ટેસ સિએરા મિસ્ટે આ રહસ્ય જણાવ્યું છે. સિએરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ટિકટોક એકાઉન્ટ પર તેના 31 મિલિયન ફોલોઅર્સ છે. તે ઘણીવાર ફ્લાઇટ અને તેના કામ સાથે સંબંધિત માહિતી શેર કરે છે. આ દિવસોમાં તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે ફ્લાઇટ અટેન્ડન્ટ અને પાયલટના રહસ્યો ખોલ્યા છે.
સિએરા મિસ્ટે વીડિયોમાં કહ્યું છે કે, ક્રૂ મેમ્બર્સ ફ્લાઇટમાં પાણીની ટાંકીનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેણે લખ્યું, “હું તમને ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો જણાવીશ. હું શરત લગાવી શકું છું કે, તમે આ વિશે જાણતા નહીં હોય.” તેણીએ કહ્યું કે જ્યાં સુધી તે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી અમે ફ્લાઇટમાં ચા કોફી પીતા નથી, કારણ કે અમે ચા અને કોફી બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે વિમાનની ટાંકીમાંથી આવે છે.
જેને ક્યારેય સાફ કરવામાં આવતી નથી. સિએરાએ વધુમાં જણાવ્યું હતું કે, એરલાઇન્સ કંપનીઓ સમયાંતરે પાણીની તપાસ કરે છે. પરંતુ જો પાણીમાં કશું ન મળે તો ટાંકી સાફ થતી નથી. એર હોસ્ટેસે ફ્લાઇટનું બીજું રહસ્ય પણ શેર કર્યુ છે. તેમણે કહ્યું કે, એર હોસ્ટેસ હંમેશા ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન સનસ્ક્રીન લગાવે છે. સીએરાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. “અમે આવું એટલા માટે કરીએ છીએ કારણ કે અમારે દરરોજ જમીનથી 35,000 ફૂટની ઊંચાઈએ ફ્લાઇટ્સમાં મુસાફરી કરવી પડે છે. ફ્લાઇટ ઓઝોનના સ્તરની એકદમ નજીક ઊડે છે. આવી સ્થિતિમાં ઓઝોન રેડિએશનનું જોખમ ખૂબ વધી જાય છે. આરોગ્ય વીમા કંપનીઓ ક્રૂ મેમ્બર્સને અવકાશયાત્રીઓ અને રેડિયોલોજિસ્ટની શ્રેણીમાં મૂકે છે.
જાણવા જેવું
એક બસ જેમાં ગામના બાળકો કોમ્પ્યુટરનું જ્ઞાન લે છે
Published
4 weeks agoon
July 20, 2022
બાળકો દેશનું ભવિષ્ય છે, આવી સ્થિતિમાં તેમના માટે પુસ્તકીયું જ્ઞાન સાથે ટેકનિકલી નિપુણ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે વિકાસનો અસલી મંત્ર શિક્ષણમાં જ છુપાયેલો છે. આ વિચારને આત્મસાત કરીને, ગ્રામોત્થાન રિસોર્સ સેન્ટરે વર્ષ 2017માં એક અનોખી પહેલ શરૂ કરી. ઓનલાઈન શિક્ષણના આ યુગમાં ગામના બાળકો પણ હાઈટેક શિક્ષણ લઈ શકે તે માટે આ કેન્દ્ર દ્વારા મીની બસમાં કોમ્પ્યુટરના વર્ગો ચલાવવામાં આવે છે. તેમને કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવવા માટે ન તો ક્યાંય જવું પડતું નથી અને ન તો કોઈ ફી ચૂકવવાની હોય છે. દરેક ગામના બાળકોને દરરોજ બે કલાક મફત કોમ્પ્યુટરની માહિતી આપવામાં આવે છે.
ગામમાં પહોંચતી આ મિનિબસની દરેક સીટ પર લેપટોપ છે. જેના દ્વારા બાળકોને કોમ્પ્યુટરની બારીકાઈઓ શીખવવામાં આવે છે. અહીના કોમ્પ્યુટર શિક્ષકેના જણાવ્યા અનુસાર ગામની બહાર પહોંચ્યા પછી ડ્રાઈવર હોર્ન વગાડે છે, જે સાંભળીને 15 થી 18 બાળકો તરત જ આવી જાય છે. બે વિદ્યાર્થીઓ એક સીટ પર બેસે છે. કોર્સ પૂરો થયા પછી કમ્પ્યુટર એપ્લિકેશનમાં મૂળભૂત પ્રમાણપત્ર આપવામાં આવે છે. કોરોના રોગચાળાને કારણે બસ બે વર્ષથી ચલાવવામાં આવી ન હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે, તેથી તેને ફરીથી શરૂ કરવામાં આવી છે.
સંસ્થાની આ સિંગલ ડ્રાઈવ મિનિબસ દરરોજ ત્રણ ગામોમાં જાય છે. આ ગામોના બાળકોને ત્રણ મહિનાનો કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પછી આગામી ત્રણ ગામોની પસંદગી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 50થી વધુ ગામોમાં 1300 બાળકોને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી છે.
કોમ્પ્યુટર શિક્ષકના જણાવ્યા અનુસાર ધોરણ આઠથી દસમા સુધીના બાળકો કોમ્પ્યુટરની તાલીમ લેવા આવે છે. જે ગામડાઓમાં બાળકોને તાલીમ આપવામાં આવે છે ત્યાંની શાળાઓમાં કોમ્પ્યુટર શીખવવાની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં બાળકો ઈચ્છે તો પણ તેનાથી વંચિત રહ્યા. ગામમાં જ કોમ્પ્યુટરની તાલીમની જાણ થતાં જ તે ઉત્સાહિત થઈ ગયો.
જેતીખેડા ગામના વિદ્યાર્થીએ જણાવ્યું કે, મેં વિચાર્યું ન હતું કે હું ગામમાં પણ કોમ્પ્યુટરની ઝીણવટભરી બાબતો શીખી શકીશ. તેની તાલીમ લેવા માટે સીતાપુર જવું પડતું હતું અને ફી પણ ચૂકવવી પડી હતી. એક દિવસ ગ્રામ ઉત્થાન સંસાધન કેન્દ્રનું વાહન આવ્યું અને મારી સમસ્યા સરળ થઈ ગઈ. લોધૌરા, તેલિયાનિહરિહરપુર, રઘુબરપુર, ટીપોના, બેલહૈયા, ખાનહુના, બેલહારી, ફૌલાદગંજ, કડીનગર, સહવપુર, તરસાવન, લોધૌરા-II, કલ્લી, રઘુનાથપુર, રાનીપુર, કુનમાઉ, મદાર, મદ્રુવા, શિવસિંહપુર અને સતનાપુર વિસ્તારમાં એકલ મિશ્રિતે અભિયાન હેઠળ પંખીયાપુર ગામોના બાળકોએ કોમ્પ્યુટરની તાલીમ મેળવી છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ