માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કૂષ્માંડા…. દેવી કૂષ્માંડા કરે છે તમામ વ્યાધિનો નાશ

માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કુષ્માંડા…..નવરાત્રીના ચોથા દિવસે માં દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ અંધકાર હતો અને સૃષ્ટિ સંપૂર્ણ શૂન્ય હતી, ત્યારે આદ્યશક્તિ માતા દુર્ગાએ ઉદર સ્વરૂપમાં બ્રહ્માંડની રચના કરી હતી. આ કારણે માતાજીનું ચોથું સ્વરૂપ કુષ્માંડા કહેવાયું. આ સ્વરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાને કારણે આદ્યશક્તિ નામથી પણ ઓળખાય છે……..

તેમના સ્વરૂપનું વર્ણન કરતી વખતે પુરાણમાં કહેવાયું છે કે, તેમને આઠ ભુજા છે અને તે સિંહ પર સવાર છે. માતા કુષ્માંડાના સાત હાથમાં ચક્ર, ગદા, ધનુષ, કમંડલુ (કમંડળ), અમૃતથી ભરેલું કળશ, બાણ અને કમળનું ફૂલ છે તથા આઠમા હાથમાં માતાજીની જાપમાળા છે, જે તમામ પ્રકારની સિદ્ધિઓથી યુક્ત છે…….સૂર્યના પ્રભામંડળની અંદર તેમનો નિવાસ માનવામાં આવ્યો છે. તેમનું મુખમંડળ પણ સૂર્યની જેમ દૈદીપ્યમાન રહે છે. આથી માનવામાં આવ્યું છે કે, નવરાત્રમાં તેમની પૂજાઅર્ચના કરવાથી સાધકને તેજની પ્રાપ્તિ થાય છે……..એવી પણ માન્યતા છે કે, તેમના તેજને કારણે સાધકની તમામ વ્યાધિ એટલે કે બીમારીઓ પણ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને બળ તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તેમની પૂજા મિષ્ટાન્નનો ભોગ વિશેષ રીતે ધરાવવો જોઈએ. માતાજીના આ કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના નિમ્ન મંત્રથી કરવી જોઈએ.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *