આ ખાસ કારણોસર કપિલ શર્મા ના દરેક શો માં જોવા મળે છે અભિનેત્રી સુમોના

આશરે એક વર્ષ રાહ જોયા બાદ કપિલ શર્મા ફરીથી ટીવી સ્ક્રીન પર પાછો ફર્યો છે અને તે પણ તેમના ફેમસ શો ‘ધ કપિલ શર્મા’ સાથે. જણાવી દઈએ કે, આ શો સોની ટીવી પર પ્રસારિત થયો છે. આ વખતે આ શોમાં ભારતી સિંહ અને કૃષ્ણા જેવા કેટલાક કેટલાક નવા અભિનેતાઓની એન્ટ્રી થઇ છે જે અગાઉ ના શો માં ન હતા.

પરંતુ હજુ પણ જૂના કલાકાર આ શો સાથે સંકળાયેલા છે. અને આ શો ના કલાકારોમાં આજે અમે તમને અભિનેત્રી સુમોના વિશે કઈંક જણાવવા જઈ રહ્યા છીયે જે કદાચ તમે નહિ જાણતા હશો. સુમોના શરૂઆતથી જ આ શોમાં જોવા મળે છે. જો કે, સુમોનાની કોમેડી અન્ય કોમેડિયન થી એવરેજ રહે છે. તો પણ આખરે કેમ, કપિલ શર્મા સુમોના ચક્રવર્તીને ક્યારેય શો માંથી બહાર કરતા નથી? અને આખરે કેમ દરેક સિઝનમાં કપિલ સાથે જે દેખાય છે? તો ચાલો તેની પાછળના સત્યને જાણીએ.

સૌ કોઈને ખબર છે કે સુમોના બોલિવુડ અને ટીવીમાં લાંબા સમયથી સક્રિય છે. તેમણે ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકા પણ ભજવી છે. સુમોના ચક્રવર્તીએ આમિર ખાન અને મનીષ કોઈરાલાની ફિલ્મ ‘મન’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેની ઉંમર ફક્ત 10 વર્ષની હતી. પાછળથી ઘણા શો કર્યા અને ત્યારબાદ ૨૦૧૧ માં સોની ટીવીના શો ‘બડે અચ્છે લગતે હે’ માં તેને રામ કપૂરની બહેન નતાશા નો રોલ કરવાની તક મળી. શો દરમિયાન, તેમણે ‘કહાની કૉમેડી સર્કસ’ માં પણ કામ કર્યું હતું અને આ દરમ્યાન કપિલની પાર્ટનર બની.

સુમોના શરૂઆતથી કપિલ સાથે કામ કરી રહી છે. તે પહેલા કપિલના પાર્ટનર નો રોલ ભજવતી હતી. જ્યારે હવે આ શોમાં તેના રોલ માં ફેરફાર કરવામાં આવ્યો છે. અને આ શો માં તેને ફરી સ્થાન મળ્યું છે. અત્યાર સુધી કપિલે સુમોના સાથે જેટલું પણ કામ કર્યું છે તે સુપર હીટ રહ્યું છે. આવા માં કપિલ તેને લેડી લક તરીકે માને છે અને તેના પ્રદર્શનમાં ત્રુટી હોવા છતાં તેને શોમાં જગ્યા આપી છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *