કોરોના વાયરસ દુનિયાનો પહેલો એવો વાયરસ છે જેના વિશે કરવામાં આવેલા રિસર્ચ ધીરે ધીરે ખોટા સાબિત થઈ રહ્યા છે. કોરોનાને લઈને હજું સુધી કોઈની પણ પાસે સાચી માહિતી નથી. જેનું સૌથી મોટું કારણ એ છે કે સમયની સાથે કોરોના પોતાનું સ્વરુપ બદલી રહ્યો છે. તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે
સમયની સાથે કોરોના પોતાનું સ્વરુપ બદલી રહ્યું છે. તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે સમજીએ તો અમેરિકામાં કોરોનાનો ટાઈપ એ- ટાઈપ -બી ફેલાયો છે. એટલા માટે ત્યાં સૌથી વધારે મોત નિપજ્યા છે. જ્યારે ભારતીય દર્દીઓમાં અત્યાર સુધીમાં 17 કરતા પણ વધારે દેશોના વાયરસ જોવા મળી ચુક્યા છે. વાયરસના 5 મ્યૂટેશન એટલે કે આનુવાંશિક પરિવર્તન મળ્યા છે.
અત્યાર સુધીમાં કોરોના વાયરસના લક્ષણોમાં તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણોનો સમાવેશ થયો છે. પરંતુ હવે આના 6 નવા લક્ષણો સામે આવ્યા છે. અમેરિકાના હેલ્થ પ્રોટેક્શન એજન્સી સેન્ટ ઓફ ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ કોરોના વાયરસના નવા 6 લક્ષણ જણાવ્યા છે. જેમાં ઠંડી લાગવાની સાથે કમમાટી આવવી, માંસપેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ અને સ્વાદ કે ગંધનો અનુભવ ન થવો વગેરેનો સમાવેશ થયો છે. આ લક્ષણોના સામે આવ્યા બાદ કોરોનાના કુલ 6 લક્ષણો થઈ ગયા છે. જો આમાંથી કોઈ પણ લક્ષણ છે તો કોરોના હોઈ શકે છે.
સીડીસીના જણાવ્યાનુંસાર કોઈને પણ શ્વાસ લેવામાં તકલીફ છે. છાતીમાં દુખાવો અથવા હોઠ કે ચહેરા પર સતત દુખાવો થઈ રહ્યો છે અથવા ભારે ભારે લાગે છે . અથવા ભ્રમ જેવુ લાગે છે તો તરત ડૉક્ટરને બતાવો.
કરોનાના મુખ્ય લક્ષણો
- તાવ
- ખાંસી
- શ્વાસ લેવામાં તકલીફ
- ઠંડી લાગવી
- ઠંડી લાગવાની સાથે કમમાટી આવવી
- માંસપેશીઓમાં દુખાવો
- માથાનો દુખાવો
- ગળામાં ખરાશ
- સ્વાદ કે ગંધનો અનુભવ ન થવો