Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ પાવાગઢ: ઈતિહાસના પાનામાં લટાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ઈતિહાસના પાનામાં લટાર > મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ પાવાગઢ: ઈતિહાસના પાનામાં લટાર
ઈતિહાસના પાનામાં લટાર

મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ પાવાગઢ: ઈતિહાસના પાનામાં લટાર

Gujju Media
Last updated: February 3, 2019 11:23 am
By Gujju Media 6 Min Read
Share
pawagadh 5
SHARE

અમારા વાચક વર્ગ માટે અમે નવો લેખ લઈને આવ્યા છીએ જેનું નામ છે ‘ઈતિહાસના પાનામાં લટાર’. આ લેખ માં અમે તમને જણાવી શું આપણા ઈતિહાસ વિશે જે ગુજરાતમાં રચાયેલો છો અને જે આપણું ગૌરવ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો આજે આપણે ઇતિહાસના આ પાનામાં લટાર મારીશું.

pawagadh 2

ઇતિહાસ:

- Advertisement -

pavagadh hill

હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. આ ફાટેલા જવાળામુખી માંથી આ પાવાગઢનાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો અને એક લોકવાયકા એવી પણ છે કે આ પવૅત જેટલો બહાર દેખાય છે તેનાં કરતાં ધરતી ની અંદર તરફ વધારે છે. આ નગરના નામ ચાંપાનેર અંગે પણ ત્રણેક લોકવાયકા પ્રચલિત છે. અહીંના લાલાશ પડતા પથ્થરોનો રંગ ચંપક (સોનચંપો) ફૂલના રંગ જેવો હોવાથી તેનું નામ ચાંપાનેર પડ્યું. બીજી વાયકા મુજબ, ગુજરાત પ્રદેશના રાજા વનરાજ ચાવડાના મિત્ર અને દીવાન ચાંપા વાણિયાના નામ પરથી આ નગર ચાંપાનેર તરીકે ઓળખાયું. અને ત્રીજું ચાંપા નામના ભીલ અગ્રણીના નામ પરથી આ નગરનું નામ ચાંપાનેર હોવાનું પણ મનાય છે. નામ જે રીતે પડ્યું હોય એ રીતે, પણ પાવાગઢ અને તેની તળેટીમાં વસેલા ચાંપાનેરનું ગુજરાતના ઈતિહાસમાં વિશિષ્ટ મહત્વ રહ્યું છે.

- Advertisement -

champaner pavagadh saatkamman

પાવાગઢમાં ઉત્ખનન દરમ્યાન પાષાણ યુગના અવશેષો મળી આવ્યા છે, આ સિવાય મૈત્રક શાસકોના જમાનાના સિક્કાઓ પણ મળી આવ્યા છે. પાવાગઢ ખૂબ મજબૂત કિલ્લો હતો અને પાવાગઢમાં કુલ ૧૨ રાજા થઈ ગયા. ઈ.સ.૧૩૦૦ ની આસપાસ પાવાગઢનો વિસ્તાર ચૌહાણ વંશના શાસકોના હાથમાં આવ્યો, જેમના શાસનનો કુલ ગાળો ૧૮૪ વરસનો હતો. ચાંપાનેર પડાવવા માટે અહમદશાહે ઈ.સ. ૧૪૧૮ અને ૧૪૨૦માં કૂચ કરી હતી, પણ તેને સફળતા મળી નહોતી. ફરી એક વાર તે ૧૪૩૧માં ચડી આવ્યો,અને વધુ એક વાર ખાલી હાથે પાછો ગયો. ૧૪૫૦માં મહંમદ બીજાએ અહીં ચડાઈ કરી અને નીચેનો ગઢ કબજે કર્યો. પરંતુ, તેણે છેવટે ગોધરા જતું રહેવું પડ્યું. ચાંપાનેરનો છેલ્લો રાજપૂત શાસક રાજા હતો પતાઈ રાવળ જેમનું ખરું નામ જયસિંહદેવ પતાઈ હતું. જેને ગુજરાતના સુલતાન નાસીરૂદ્દીન મહેમૂદશાહે પરાસ્ત કર્યો. મહેમૂદશાહે આ કિલ્લાને વીસ વીસ મહિના સુધી ઘેરો ઘાલેલો રાખ્યો અને પોતાની ભીંસ વધારતો ગયો. એપ્રિલ, ૧૪૮૩ થી ડિસેમ્બર, ૧૪૮૪ સુધી ચાલેલા આ ઘેરા પછી પતાઈ રાવળનું પતન થયું.

- Advertisement -

champaner pavagadh

મહેમૂદશાહે ચાંપાનેરને પોતાની બીજી રાજધાની બનાવ્યું અને તેનું નામ આપ્યું મેહમૂદાબાદ. પાવાગઢ જીતેલા મહેમૂદશાહનું ઉપનામ ત્યાર પછી ‘બેગડો’ (બે ગઢ- જૂનાગઢ અને પાવાગઢને જીતનાર) પડ્યું અને ઈતિહાસમાં તે ‘મહંમદ બેગડા’ તરીકે જાણીતો થયો. મહેમૂદ બેગડાના શાસનકાળમાં ચાંપાનેરની સમૃદ્ધિ ખીલી, પણ તે અલ્પજીવી નીવડી. મોગલ બાદશાહ હુમાયુએ અહીં આક્રમણ કર્યું અને ત્યાર પછી પાટનગર અમદાવાદ ખસેડાયું. એ પછી મહેમૂદ ત્રીજાએ સમ્રાટ અકબરના શાસનકાળ દરમ્યાન ચાંપાનેર ફરી કબજે કર્યું. પછી શાહ મિરઝાએ પણ ચાંપાનેર પર શાસન કર્યું, અને ત્યારબાદ બહુ ઝડપથી ચાંપાનેર ઉજ્જડ થતું ગયું. એમ તો ૧૭૧૭માં આ નગર કૃષ્ણાજી કદમના હાથમાં આવ્યું અને ત્યાર પછી સિંધીયા ના હાથમાં ગયું. ૧૮૫૩માં છેવટે તે અંગ્રેજોને સુપરત કરાયું.

- Advertisement -
- Advertisement -

દંતકથાઓ:

૧ દંતકથા:-

pawagadh 9

- Advertisement -

પૌરાણિક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમનાં ઘરે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેમાં બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું પરંતું પોતાની પુત્રી પાર્વતી અને તેના પતિ દેવાધિદેવ શંકરને આમંત્રણ નહોતુ આપ્યું છતાં પણ પોતાના પતિની અવગણના કરીને દેવી સતી ત્યાં ગયાં જ્યાં તેઓ પોતાના પતિનું વારંવાર અપમાન થતું જોઈને તેઓ તે સહન ન કરી શક્યાં અને પોતે અગ્નિકુંડમાં કુદી પડ્યાં. આ વાતની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ ત્યારે તેઓ ત્યાં પહોચીને સતીના બળેલા દેહને જોઈને અતિ કોપાયમાન થયાં અને તેમના દેહને લઈને આખા બ્રહ્માંડમાં પરિભ્રમણ કરવા લાગ્યાં. ભગવાન શિવના આ રૂપને જોઈને બધાં જ દેવતાંઓ ખુબ જ ભયભીત થયાં તેથી ભગવાન વિષ્ણુંએ તેમના સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહને ટુકડાઓમાં વિભાજીત કરી દીધો. દેવી સતીના દેહના ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં મોટી મોટી શક્તિપીઠો સ્થાપિત થઈ ગઈ. આખા ભારતમાં આવી બાવન શક્તિપીઠો છે. એવું કહેવામાં આવે છે કે દેવીના દેહની જમણા પગની આંગળી આ જ્ગ્યા પર પડી હતી. તેથી પાવાગઢ માં આ શક્તિપીઠની સ્થાપના થઈ હતી.

૨ દંતકથા:-

maharishi vishvamitra

આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા.આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્વર્યા અને આરાધના કરીને બહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્વ કર્યુ હતું. એવું પણ કહેવાય છે કે, શ્રી કાલિકા માતાજીએ આપેલ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગદ્જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી.

૩ દંતકથા:-

mahakali pavagadh

એવું પણ માનવામાં આવે છે કે એક વખત મહાકાળી મા એ મનુષ્યનું રૂપ ધારણ કરીને નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે આવ્યાં તો તેમના સૌદર્યને જોઈને રાજા પતાઈ અંજાઇ ગયા અને તેઓએ દેવીનો પાલવ પકડીને તેને પોતાની સાથે રાજમહેલમાં જવા માટે કહ્યું તો દેવીએ તેના પર કોપાયમાન થઈ ગયાં અને તેને શ્રાપ આપી દિધો કે તારા રાજનો નાશ થશે. દેવીના શ્રાપના કારણે પતાઈ રાજા નું રાજ નાશ પામ્યું. અને તે ગઢ ઉપર ગુજરાતનો મહંમદ બેગડો ચઢી આવ્યો.

pavagadh ropeway

પાવાગઢ પર ભદ્રકાળી તથા મહાકાળિનાં બે શિખર છે. જે ૧૭૦૦ તથા ૨૭૨૦ ફૂટ ઊંચે છે. પાવાગઢ પર ૧૭૦૦ ફૂટ ઉપર માંચી નામનું સ્થળ છે. યાત્રાળુ રાત્રે માંચી રોકાય છે. સવારે ગઢ ચઢે છે. બપોર પહેલાં દર્શન કરી નીચે આવી જાય છે. પહેલાં તો અહીં પગથિયાં ચડીને જ જવું પડતું હતું પરંતુ હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ છે. •

You Might Also Like

એક જ માતાએ જુદા જુદા વર્ષોમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો, જુઓ આ ફોટાઓ અને માહિતી.

ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ

ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં કરવામાં આવ્યો છે ક્વોરન્ટીન શબ્દનો ઉલ્લેખ,જાણો શા માટે ગાંધીજીને 23 દિવસ માટે ક્વોરન્ટીન રહેવુ પડ્યુ હતું

આ પહેલા પણ ચીને કરી હતી આવી ખોફનાક ભૂલ, જેના કારણે થયા હતા કરોડો લોકોના મોત

જાણો દુનિયાની એવી કેટલીક રહસ્યમય જગ્યાઓ વિશે, જેના રહસ્યનો ભેદ ઉકેલવામાં હજુ સુધી કોઈને સફળતા મળી શકી નથી.

- Advertisement -
TAGGED:history of pavagadhmahakali pavagadhપાવાગઢ નો ઈતિહાસ
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

krishna bhajan
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ભજન શ્રી કૃષ્ણ ભજન
bal krishna
કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા
આરતી શ્રી કૃષ્ણ ભજન
shree krishna
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
શ્રી કૃષ્ણ ભજન ભજન
mangala aarti
શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી
ભજન
dwarikadish
દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…
ભજન શ્રી કૃષ્ણ ભજન
- Advertisement -

You Might Also Like

haunted
ઈતિહાસના પાનામાં લટારજાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

જાણો એવા કેટલાક રહસ્યમય સ્થળો વિશે જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે…

By Gujju Media 5 Min Read
TITLE
ઈતિહાસના પાનામાં લટારજાણવા જેવુંલાઈફ સ્ટાઈલવિશ્વ

“પથ્થર હૃદય” શબ્દને એક નવો અર્થ આપતા, વિશ્વના કેટલાક કલાકારો અને તેમનાં અદભૂત શિલ્પો…

By Gujju Media 5 Min Read
parliament house 1934b0de 20f1 11e7 a5a9 704c25d3160d
ઈતિહાસના પાનામાં લટારજાણવા જેવું

18 વર્ષ પહેલા આજના દિવસે ભારતના ‘લોકતંત્રનું મંદિર’ લોહીથી ખરડાયું

By Chintan Mistry 2 Min Read

More Popular from Gujju Media

CIDs ACP Ayushman bought a house now his family members are behind the wedding he revealed about the wedding plan
એન્ટરટેઈન્મેન્ટ

CIDના ACP આયુષ્માને ખરીદ્યું ઘર, હવે તેના પરિવારના સભ્યો લગ્નની પાછળ પડ્યા છે, લગ્નના પ્લાન વિશે કર્યો ખુલાસો

By Gujju Media 3 Min Read
Theaters will be housefull this week

આ અઠવાડિયે હાઉસફુલ રહેશે થિયેટરો, આ અદ્ભુત સાઉથ ફિલ્મો થશે રિલીઝ, તમને કોમેડી અને એક્શનનો મળશે આનંદ

By Gujju Media
Indian government gives another blow bans X accounts of news portals Balochistan Times and Balochistan Post
ભારત

ભારત સરકારે આપ્યો વધુ એક ઝટકો, ન્યૂઝ પોર્ટલ બલૂચિસ્તાન ટાઇમ્સ અને બલુચિસ્તાન પોસ્ટના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

By Gujju Media 2 Min Read
- Advertisement -
ભારત

India Pakistan Tension: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર, સુરક્ષા દળોને સૂચનાઓ જારી, ડીજીપીએ શું કહ્યું

ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી…

By Gujju Media
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે તમારા શરીરને જરૂરી પોષક તત્વો પણ…

By Gujju Media
બોલીવુડ

કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથનું ટ્રેલર રિલીઝ!

સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, આકાશા શર્મા અને સુરજ પંચોલી અભિનિત બહુપ્રતિક્ષિત ફિલ્મ કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

બોલિવૂડમાં ફરીથી રિલીઝ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આ સંદર્ભમાં, 90 અને 2000 ના દાયકાની શરૂઆતની…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

શું ફીકો પડી ગયો અજય દેવગનનો જાદુ? ‘રેડ-2’ ની ઓપનિંગ ફક્ત આટલા કરોડ સુધી મર્યાદિત રહી, આ રહ્યું BO કલેક્શન

અજય દેવગન સ્ટારર ફિલ્મ 'રેડ-2' ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. પહેલા ભાગની સફળતા પછી, આ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?