Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
ગુજરાતજાણવા જેવુંધર્મદર્શન

world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

Chintan Mistry
Last updated: February 4, 2020 3:21 pm
By Chintan Mistry
4 Min Read
Share
WhatsApp Image 2020 02 04 at 12.16.00 2
SHARE

એકને નશો છોડાવો, પાંચના જીવન બચાઓ….બીડી છે મોતની સીડી….જેવા અનેક સુત્રો આપણે સાંભળ્યા હશે અથવા વાંચ્યા હશે…..પણ તેમ છતાં વિશ્વમાં હજારો લોકો આજે પણ વ્યસનના કારણે કેન્સરથી પીડાઈને મોતને ભેટતા હોય છે…આજે વર્લ્ડ કેન્સર ડે છે ત્યારે આપણે એક એવી વ્યક્તિ વિષે જાણીશું જેમણે માત્ર વ્યસન છોડી તો દીધું પણ આજે લોકોને વ્યસન છોડાવી રહ્યા છે.. તેમણે માત્ર સંતોનું જીવન જોઈ પોતાના જીવનમાંથી હંમેશ માટે વ્યસન દૂર કરી દીધું….

gopalbhaisuthar2

જીહાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ ડાહ્યાભાઈ સુથાર કે જેઓ પહેલા વ્યસનના ચંગુલમાં ફસાયેલા હતા. ૫૫ વર્ષીય ગોપાલભાઈએ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ (૯ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૧) સુધીમાં એક લાખ વ્યક્તિઓને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે. તેમણે અત્યાર સુધીમાં ૭00થી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા છે. રસપ્રદ બાબત એ છે કે દરરોજ ૧૫ મસાલા અને રોજની ૧૦ સિગરેટ પીનારા ગોપાલભાઈને જ્યારે સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા ત્યારે તેમના ખુદના જીવનમાં પરિવર્તન આવ્યું…તેમણે પોતે તો વ્યસન છોડી દીધું પરંતુ આજે તેઓ અન્યોને પણ વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપી રહ્યા છે…આ કાર્ય માટે તેઓ 24 કલાકમાંથી 3થી 4 કલાક ફાળવે છે….તેમનું કહેવું છે કે,  વ્યસન એ આજના યુગનું સૌથી મોટું દુષણ  છે. એક વખત માણસ વ્યસનના રવાડે ચડી જાય પછી તે બહાર નીકળી શકતો નથી. વ્યસનને કારણે આર્થિક અને શારીરીક નુકસાન થાય છે.

- Advertisement -

IMG 20200204 WA0056

(બોલીવુડ કલાકાર અનુપમ શ્યામ)

- Advertisement -

તેમણે પોતાના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ એ પછી કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કલાકાર કે અધિકારી તમામને વ્યસન અંગે વાત કરી તેમને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપે છે.  ગોપાલભાઈના જણાવ્યા મુજબ તેઓ ૧૭ વર્ષના હતા ત્યારે ખરાબ સંગતે ચડી ગયા અને તમાકુયુક્ત મસાલા અને ધૂમ્રપાન કરવા લાગ્યા. તેમણે જણાવ્યું કે, એક તબક્કે તો મારા પિતા ડાહ્યાભાઈ કહેતા કે ‘આ ગોપાલ કદી વ્યસનમુક્ત નહીં બને…’ જોકે, વર્ષ-૨૦૦૭માં ૪૨મા વર્ષે હું સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજીનાં દર્શન કરવા ગયો હતો અને અચાનક આ મંદિરની પાછળ આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર-સારંગપુર તીર્થ ખાતે ગયો. ત્યાં ઉચ્ચ અભ્યાસથી યુક્ત સંતોને સેવા કરતાં જોયા ત્યારે મને તેઓને મળવાનું મન થયું. તેઓને મળ્યા બાદ હું જ્યારે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવા ગયો ત્યારે તેમના એક ધબ્બાથી જાણે મારા જીવનમાં પરિવર્તન આવ્યું. મેં એ જ ક્ષણે પાન-મસાલા ખાવાનું અને ધૂમ્રપાન કરવાનું છોડીને એક વ્યસનમુક્ત વ્યક્તિ બની ગયો. એટલું જ નહીં, મને બીજાઓને પણ વ્યસનમુક્ત બનાવવાની પ્રેરણા મળી. તેમણે જણાવ્યું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી લાખો લોકો વ્યસનમુક્ત બન્યા છે, તેમાંનો એક હું પણ છું. હું આ વ્યસનમુક્તિના અભિયાનમાં આજીવન જોડાઈ ગયો છું. હું મારી સાથે બે પુસ્તકો પણ રાખું છું અને તેના દ્વારા હું તેમને સાચું માર્ગદર્શન આપું છું. તેમણે કહ્યું કે તાજેતરમાં જ ચાંગોદરમાં એક ફેક્ટરીમાં ગયો હતો ત્યાં પણ એક સાથે ૩૧ કારીગરોને વ્યસનમુક્ત કર્યા છે. ખાસ કરીને આગામી વર્ષે એટલે કે તા.૯ નવેમ્બરથી તા.૧૧મી ડિસેમ્બર, ૨૦૨૧ દરમિયાન અમદાવાદમાં ‘પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી વર્ષ’ની ૩૩ દિવસની ઉજવણી થવાની છે તે સમયગાળા સુધીમાં એક લાખ લોકોને વ્યસનમુક્ત કરવાના સંકલ્પ લેવડાવવા છે. આ માટે દરરોજ હું ચાર-પાંચ કલાક ફાળવી રહ્યો છું. મારા જીવનનો હેતુ એ છે કે જીવનનાં અંતિમ શ્વાસ સુધી લોકોને વ્યસનમુક્ત બનાવવા છે.

WhatsApp Image 2020 02 04 at 12.45.58

- Advertisement -
પૂજા પછી હવન કરવાથી કયા આધ્યાત્મિક લાભ મળે છે? જાણો આની પાછળનું ગૂઢ વિજ્ઞાન
કોન્ફરન્સ માટે આવેલી ભૂતપૂર્વ વિદ્યાર્થિની પર કર્યો બળાત્કાર, કેસ નોંધાયો, શોધ ચાલુ
કોરોના વાયરસની વચ્ચે સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
કોરોના વાયરસના કહેર વચ્ચે હેલ્થ વીમાની પોલિસીમાં કરવામાં આવશે ફેરફાર
લગભગ 74 ટકા પુરુષો સીધા સ્ત્રીઓના સ્તન તરફ જુએ છે: મહિલાના સ્તન વિશેની રસપ્રદ જાણકારી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

These banks offer personal loans with the cheapest interest! Check out the list soon
જાણવા જેવું

આ બેન્કો પર્સનલ લોન આપે છે સૌથી સસ્તા વ્યાજ સાથે! જલ્દી ચકાસી લો લિસ્ટ

By Subham Agrawal
3 Min Read
Earthquake tremors felt in Kutch magnitude 4.3 recorded
ગુજરાત

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.3 ની તીવ્રતા નોંધાઈ

By Gujju Media
1 Min Read
BeFunky collage 2020 06 19T185320.675
જાણવા જેવું

આ તારીખે શાળામાંથી મેળવી શકાશે ધોરણ-10ની માર્કશીટ, કરવું પડશે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?