હોળી તહેવારની દેશભરમાં ખૂબ ધૂમ-ધામ ઉજવણી કરવામાં આવી,બોલિવુડની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્સે પણ અનોખી રીતે હોળીની ઉજવણી કરી હતી.

ગુજરાતી સિનેમાની ખૂબસુરત અભિનેત્રી ઇશા કંસારાએ સફેદ રંગનાં ટ્રેડિશનલ સલવાર કુર્તામાં હોળીનો તહેવાર મનાવ્યો હતો,જેનો ફોટો તેને સોશિયલ મિડિયામાં શેયર કર્યો હતો.

તાજેતરમાં જ લવની લવ સ્ટોરીમાં જોવા મળેલી દીક્ષા જોશીએ પણ પોતાની તસવીર શેર કરતાં લખ્યું હતું કે સફેદ કપડાં પહેરીને ધુળેટી રમનારાઓને મેં સ્ક્રીન પર તો જોયા હતા પણ આજે ફાઇનલી મેં પણ સફેદ કપડામાં ધુળેટી કરી અને મને જે રીતે હવા અને પ્રકાશ સ્પર્શતા હતા મને બહુ સ્પેશ્યલ ફીલ થયું.દીક્ષાની બંન્ને તસવીરો બહુ જ લાઇવ છે જેમાં તેની અદાઓ વ્હાલી લાગે એવી છે.ટર્સ ચઢાવીને સ્વેગમાં આ સેલ્ફી પોર્ટેઇટ શેર કર્યો હતો.

પાર્થીવ ગોહિલ, માનસી પારેખ ગોહીલે પોતાની દીકરી નિર્વી સાથેનો આ રંગબેરંગી ફોટોગ્રાફ ધુળેટીનાં સેલિબ્રેશન તરીકે શેર કર્યો હતો.

પ્રતિક અને ભામિની ગાંધીએ પોતાનો આ ફોટોગ્રાફ શેર કર્યો જેમાં તેઓ નાનકડી દીકરી મિરાયા સાથે ખડખડાટ હસી રહ્યા છે.

ગાયક નિરવ બારોટે પત્ની નીલકમલ બારોટ સાથે આ તસવીર શેર કરી હતી. તમામને હોળી ધુળેટીની શુભેચ્છા આપી હતી.

ભૂમિ ત્રિવેદીની આ તસવીરમાં તે રંગે રંગાયેલી હોવાની સાથે સાથે મનમાં કોઇ સંગીતના તાલે ઝુમી રહી હોય તેવું વર્તાય છે.

કિંજલ દવેએ કલર ફુલ ટીશર્ટ પહેર્યું હતું અને સ્ટાઇલિશ ગ્લેર્સની સાથે હાથમાં રંગોનો થાળ લઇને ધુળેટી પર આ ખાસ પોઝ આપ્યો હતો.

ઐશ્વર્યા મઝમુદારે ભક્તિ કુબાવત સાથેની આ ધમાલ મસ્તીની ખડખડાટ હસતી તસવીર શેર કરી હતી.

મુયર ચૌહાણે તો રંગાવામાં કોઇ કસર નહોતી છોડી અને તેમના ચહેરા પર રંગ સિવાય ભાગ્યે જ કંઇ દેખાતું હતું.

ગીતા રબારીએ ટર્કોઇઝ કલરનો પારંપરિક ડ્રેસ પહેર્યો હતો અને હાથોમાં જાણે રંગોની મહેંદી કરી હોય તેવો પોઝ આપ્યો હતો.

આર્જવ ત્રિવેદીએ એવિએટર્સ ચઢાવીને સ્વેગમાં આ સેલ્ફી પોર્ટેઇટ શેર કર્યો હતો.


