Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ

સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો

Gujju Media
Last updated: August 28, 2026 12:14 pm
By Gujju Media
6 Min Read
Share
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
SHARE

આંખો સામે કાળા ધબ્બા કે ઝબકારા દેખાય છે? સ્વાઈન ફ્લૂ દર્દીઓ માટે ડોક્ટરની સૌથી મોટી ચેતવણી!

Contents
  • H1N1 વાયરસ આંખોને કેવી રીતે અસર કરે છે?
  • H1N1-સંબંધિત આંખની સમસ્યાઓના ૭ ચેતવણીજનક લક્ષણો
  • ૧. ઝાંખી દ્રષ્ટિ કે રોશની ઓછી થવી (Blurred or Reduced Vision)
  • ૨. આંખોમાં અસહ્ય દુખાવો (Eye Pain)
  • ૩. પ્રકાશ પ્રત્યે અતિસંવેદનશીલતા (Increased Sensitivity to Light)
  • ૪. આંખોનું ભારે લાલ થવું (Eye Redness)
  • ૫. સતત પાણી પડવું અને ખંજવાળ આવવી (Excessive Watering or Irritation)
  • ૬. આંખો સામે વીજળીના ઝબકારા દેખાવા (Flashes of Light)
  • ૭. આંખો સામે કાળા ધબ્બા અચાનક વધવા (Sudden Increase in Floaters)
  • કોણે વિશેષ કાળજી લેવાની જરૂર છે?
  • H1N1 દરમિયાન આંખોનું રક્ષણ કેવી રીતે કરવું?

તાવ, શરીરનો દુખાવો, ગળામાં બળતરા કે ખરાશ અને સતત ઉધરસ એ H1N1 ઈન્ફલુએન્ઝા (H1N1 Influenza) એટલે કે સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના અત્યંત સામાન્ય લક્ષણો છે. સામાન્ય રીતે H1N1 વાયરસ મુખ્યત્વે આપણા શ્વસનતંત્ર (Respiratory System) પર હુમલો કરે છે. પરંતુ આ વાયરલ ઈન્ફેક્શન અને તેના કારણે શરીરમાં ઉત્પન્ન થતી બળતરા (Inflammation) ક્યારેક આંખો સંબંધિત ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આંખોના મોટાભાગના લક્ષણો અસ્થાયી હોય છે અને ફ્લૂ મટવાની સાથે સરખા થઈ જાય છે, પરંતુ અમુક ચોક્કસ ચેતવણીરૂપ લક્ષણો એવા છે જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવા જોઈએ.

- Advertisement -

‘શાર્પ સાઈટ આઈ હોસ્પિટલ્સ’ (Sharp Sight Eye Hospitals) ના સિનિયર કન્સલ્ટન્ટ ડો. શાહાન પુષ્પ (Dr. Shahaan Pushp) ના જણાવ્યા મુજબ, વાયરલ ઈન્ફેક્શન દરમિયાન અથવા મટ્યા પછી આંખોમાં આ સમસ્યાઓ દેખાઈ શકે છે, જે ક્યારેક કંજંકટિવાઈટિસ (આંખ આવવી) જેવી પણ લાગે છે. ડો. પુષ્પે જણાવ્યું કે, “H1N1 મુખ્યત્વે શ્વસનતંત્રનો ચેપ હોવા છતાં તે માત્ર ગળા કે ફેફસાં સુધી સીમિત રહેતો નથી. અમુક કિસ્સાઓમાં આ ચેપ અને બળતરા આંખો માટે પણ જોખમ ઊભું કરી શકે છે.”

H1N1 વાયરસ આંખોને કેવી રીતે અસર કરે છે?

સ્વાઈન ફ્લૂથી પીડાતી વખતે કેટલાક દર્દીઓમાં આંખો લાલ થવી, સતત પાણી પડવું, આંખોમાં બળતરા થવી કે ખૂંચવાની અનુભૂતિ (Gritty Sensation) થઈ શકે છે. આ સામાન્ય લક્ષણો ફ્લૂના તાવ સાથે શરૂ થાય છે અને વાયરલ ઈન્ફેક્શન ઓછું થતાં જ મેળે શમી જાય છે.

- Advertisement -

જોકે, ડો. શાહાન પુષ્પે વધુમાં ઉમેર્યું કે, “અત્યંત દુર્લભ કિસ્સાઓમાં ઈન્ફલુએન્ઝા સંબંધિત જટિલતાઓ આંખની અંદરના ભાગો સુધી પહોંચી શકે છે. આ બળતરા આંખના પડદા (Retina) અથવા દ્રષ્ટિની નસ (Optic Nerve) ને અસર કરી શકે છે, જેના કારણે દ્રષ્ટિમાં કાયમી કે અસ્થાયી ફેરફારો થઈ શકે છે.” આવી જટિલતાઓ ભલે ઓછી જોવા મળતી હોય, પરંતુ જો ફ્લૂ દરમિયાન અચાનક દ્રષ્ટિમાં કોઈ ફેરફાર અનુભવાય તો તેને માત્ર ફ્લૂનો સાધારણ દોષ ગણીને બેસી રહેવું નાસમજી ગણાશે.

H1N1-સંબંધિત આંખની સમસ્યાઓના ૭ ચેતવણીજનક લક્ષણો

જો તમને અથવા પરિવારમાં કોઈને સ્વાઈન ફ્લૂ દરમિયાન નીચે મુજબના ૭ લક્ષણોમાંથી કોઈ પણ અનુભવાય, તો તાત્કાલિક નેત્ર ચિકિત્સક (Eye Specialist) નો સંપર્ક કરવો જોઈએ:

- Advertisement -

૧. ઝાંખી દ્રષ્ટિ કે રોશની ઓછી થવી (Blurred or Reduced Vision)

જો ફ્લૂના ઈન્ફેક્શન દરમિયાન કે તે પછી અચાનક સ્પષ્ટ દેખાવાનું બંધ થઈ જાય કે દ્રષ્ટિમાં ઝાંખપ આવી જાય, તો તરત જ આંખની તપાસ કરાવવી અનિવાર્ય છે.

૨. આંખોમાં અસહ્ય દુખાવો (Eye Pain)

આંખોમાં સતત કે તીવ્ર દુખાવો થવો એ સામાન્ય નથી. તે આંતરિક બળતરા કે અન્ય ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

- Advertisement -
- Advertisement -

૩. પ્રકાશ પ્રત્યે અતિસંવેદનશીલતા (Increased Sensitivity to Light)

પ્રકાશ સામે જોવામાં તકલીફ પડવી અથવા અંજપો થવો (Photo-phobia) એ આંખના અંદરના ભાગમાં ઈન્ફેક્શનનો સંકેત છે, જેની તબીબી તપાસ જરૂરી છે.

૪. આંખોનું ભારે લાલ થવું (Eye Redness)

વાયરલ સંક્રમણમાં આંખો લાલ થવી સામાન્ય છે, પરંતુ જો આંખોની લાલાશ સતત વધતી જાય અને સાથે દુખાવો કે દ્રષ્ટિમાં ઝાંખપ આવે તો ડોક્ટરની સલાહ લેવી.

- Advertisement -

૫. સતત પાણી પડવું અને ખંજવાળ આવવી (Excessive Watering or Irritation)

આંખોમાંથી અવિરત પાણી વહેવું કે ખૂંચાડો થવો એ અસ્થાયી હોઈ શકે છે, પણ જો આ અસ્વસ્થતા લાંબા સમય સુધી રહે તો તેની અવગણના ન કરવી.

૬. આંખો સામે વીજળીના ઝબકારા દેખાવા (Flashes of Light)

અચાનક આંખો સામે રોશનીના ઝબકારા (Flashes) દેખાવા એ રેટીના (અંતરપટલ) માં સમસ્યા હોવાનો સ્પષ્ટ સંકેત છે. આ લક્ષણ દેખાતાં જ ઈમરજન્સી આઈ એક્ઝામિનેશન કરાવવું જોઈએ.

૭. આંખો સામે કાળા ધબ્બા અચાનક વધવા (Sudden Increase in Floaters)

આંખો સામે કાળા ટપકાં કે ઝાાળાં (Floaters) અચાનક વધી જવા, ખાસ કરીને જ્યારે તેની સાથે ઝબકારા કે દ્રષ્ટિ ઓછી થવાની સમસ્યા હોય, ત્યારે રેટીનામાં પંક્ચર કે નુકસાન હોઈ શકે છે.

કોણે વિશેષ કાળજી લેવાની જરૂર છે?

જે દર્દીઓમાં સ્વાઈન ફ્લૂનું પ્રમાણ ખૂબ ગંભીર હોય, તેમને ડીહાઈડ્રેશન (શરીરમાં પાણીની અછત), રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, લાંબા સમય સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું અથવા ચોક્કસ દવાઓની આડઅસરને કારણે પણ આડકતરી રીતે આંખોની તકલીફ થઈ શકે છે. તેથી, H1N1 પછી થતી દરેક આંખની સમસ્યા વાયરસથી જ થઈ હોય તેવું જરૂરી નથી, પરંતુ તેની તપાસ કરાવવી સલાહભર્યું છે.

H1N1 દરમિયાન આંખોનું રક્ષણ કેવી રીતે કરવું?

સ્વાઈન ફ્લૂના સંક્રમણ દરમિયાન આંખોના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે નીચે મુજબના પગલાં ભરવાં જોઈએ:

  • હાઈડ્રેટેડ રહો: પૂરતા પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરો.

  • હાથની સ્વચ્છતા: વારંવાર સાબુથી હાથ ધોવો અને અસ્વચ્છ હાથે આંખોને સ્પર્શ કરવાનું કે ચોળવાનું ટાળો.

  • જાતે દવાઓ ન લો (No Self-Medication): ડો. શાહાન પુષ્પે ખાસ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, “લોકોએ ડોક્ટરની સલાહ વગર જાતે જ એન્ટિબાયોટિક કે સ્ટેરોઈડ ધરાવતા આઈ ડ્રોપ્સ (Eye Drops) વાપરવાનું ટાળવું જોઈએ. આવી આડધડ દવાઓનો ઉપયોગ આંખોની સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.”

પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત, 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન
શાકાહારી બન્યા પછી પણ કોલેસ્ટ્રોલ કેમ ઓછું નથી થતું? જાણીઓ આ આશ્ચર્યજનક કારણો અને તબીબી સત્ય
પલાળેલી બદામ: યાદશક્તિ વધારવાથી લઈને હૃદયને સ્વસ્થ રાખવા સુધીના જાણો ૬ મોટા ફાયદા
ગરમ પાણી પીધા પછી ઓડકાર આવવો: શું આ શરીરમાં ઝેરી તત્વો અને આંતરડાના સ્વાસ્થ્યની નિશાની
યુવાનોમાં વધતું બ્રેઈન સ્ટ્રોકનું જોખમ! 40 વર્ષથી નાની ઉંમરે કેમ આવે છે એટેક? ડોક્ટરોએ જણાવ્યા 3 મુખ્ય કારણો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 83.jpg.webp
હેલ્થ

બેઠા-બેઠા પગ હલાવવાની આદત સારી કે ખરાબ? જાણો શું કહે છે વિજ્ઞાન અને તેના કારણો

By Gujju Media
4 Min Read
sick2.jpg.webp
હેલ્થ

વરસાદી સીઝનમાં બાળકોને બીમારીઓથી રાખવા છે દૂર? તો આ ઘરેલું નુસખાઓ આવશે ખૂબ કામ!

By Gujju Media
5 Min Read
In the summer season definitely eat peaches rich in nutrients these health problems will go away
હેલ્થ

ઉનાળાની ઋતુમાં, પોષક તત્વોથી ભરપૂર પીચ ચોક્કસ ખાઓ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?