અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે,ત્યારે આપણે બહારથી કોઇ વસ્તુ ખાઇ શક્તા નથી તેની ત્યારે ગુજરાતીઓને થોડા થોડા દિવસે જમવામાં મીઠાઇ ખાવાની ઇચ્છા થતી હોય છે. સામાન્ય રીતે ત્યારે આપણે દુકાનમાં જઇને જે મન હોય તે લઇ આવી શકીએ છીએ. પરંતુ આ લોકડાઉનમાં આવું શક્ય નથી. તો આપણે જે ખાવું હોય ઘરે જ બનાવવું પડે. તો કંઇ વાંધો નહીં, તો આજે આપણે જોઇએ કે ઘરે જ બહાર જેવી ક્રિસ્પી જલેબી કઇ રીતે બનાવી શકાય
Contents

સામગ્રી
- 2 વાટકી મેંદો
 - 1 નાની ચમચી બેકિંગ પાવડર
 - તળવા માટે ઘી
 - કેસર1 ચમચી ગુલાબજળ
 - 2 નાની એલચી
 

જલેબી બનાવવાની પદ્ધતિ

- જલેબી બનાવવા માટે સૌપ્રથમ મેદામાં બેકિંગ પાવડર મેળવી ચાળી લો.
 - તે પછી મેંદામાં પાણી નાંખી ક્રીમ જેટલું પાતળુ બનાવી લો અને તે મિક્સને 24 કલાક માટે એક જગ્યાએ મૂકી રાખો. જેથી હળવો આથો આવી જાય.
 - જલેબીમાં આથાનું ખુબજ મહત્વ છે.
 - ત્યારબાદ 2 વાટકી ખાંડમાં 2 વાટકી પાણી નાંખો અને એક તારની ચાસણી બનાવાવા માટે ઉકાળો.
 - ચાસણીમાં હુંફાળા પાણીમાં ઘોળેલું કેસર, ગુલાબ જળ તથા એલચી નાંખો. ચાસણી તૈયાર થઈ ગયા બદા કઢાઈમાં ઘી ગરમ કરો.
 - મેદાનાં ઘોળને એક નરમ કપડામાં નાંખી બાંધી લો અને નીચેથી નાનકડું કાંણુ પાડી દો. અથવા તમારી પાસે જલેબી પાળવાની સ્પેશિઅલ બોટલ હોય તો પણ ચાલે.
 - જલેબીનાં મિક્સમાં ધ્યાન એ રાખવાનું છે કે, તે વધારે પાતળું કે વધારે જાડુ ન હોવું જોઇએ. જે બાદ કઢાઈમાં ગોળ-ગોળ જલેબીઓ બનાવીને ઉતારી લો. તળેલી જલેબીઓ ચાસણીમાં નાંખો. 5 મિનિટ બાદ ચાસણીમાંથી કાઢી ગરમ-ગરમ જલેબી પિરસો.
 


