ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝન 22 માર્ચે શરૂ થઈ હતી અને 7 મે સુધીમાં 57 મેચ રમાઈ હતી. 8 મેના રોજ, ધર્મશાલામાં 58મી મેચમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ એકબીજા સામે ટકરાયા હતા, પરંતુ રમત માત્ર 10.1 ઓવર પછી બંધ કરી દેવામાં આવી હતી. નજીકના જમ્મુ અને પઠાણકોટ શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણી જારી કરવામાં આવતા મેચ રદ કરવી પડી. જ્યારે લાઇટ બંધ થઈ ગઈ ત્યારે પંજાબનો સ્કોર 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન હતો, જોકે શરૂઆતમાં તેનું કારણ ફ્લડલાઇટની સમસ્યા હોવાનું માનવામાં આવતું હતું. અગાઉ, વરસાદને કારણે મેચ 1 કલાક મોડી શરૂ થઈ હતી અને પછી લગભગ 1 કલાક પછી મેચ બંધ કરવામાં આવી હતી. આ પછી મેચ રદ જાહેર કરવામાં આવી અને ત્યારબાદ બંને ટીમો અને દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા. ધર્મશાલામાં મેચ રદ થયા બાદ, હવે IPL ચાલુ રહેવા અંગે શંકા છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ચેરમેન અરુણ ધુમલે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે લશ્કરી મુકાબલા વચ્ચે લીગ ચાલુ રાખવાનો નિર્ણય લેતા પહેલા સરકારી સૂચનાઓની રાહ જોવાઈ રહી છે, પરંતુ હાલમાં 9 મેના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ શેડ્યૂલ મુજબ રમાશે. ચાલો જાણીએ IPL 2025 ની બાકીની મેચોનું શેડ્યૂલ અને કઈ ટીમ પોઈન્ટ ટેબલમાં કયા સ્થાન પર છે.
પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ થયા પછી, IPL દ્વારા હજુ સુધી પોઈન્ટ ટેબલ અપડેટ કરવામાં આવ્યું નથી, પરંતુ તે ટૂંક સમયમાં અપડેટ થવાની અપેક્ષા છે. ચાલો જાણીએ પોઈન્ટ ટેબલમાં બધી ટીમોનું સ્થાન….
IPL 2025 પોઈન્ટ ટેબલ (7 મે સુધી અપડેટ થયેલ)
નોંધનીય છે કે IPL 2025 ની એક મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. ૧૧ મેના રોજ ધર્મશાળામાં રમાનારી પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
IPL 2025 ની બાકી રહેલી મેચોનો સમયપત્રક
- ૯ મે: લખનૌ સુપરજાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૧૦ મે: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ, હૈદરાબાદ (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૧૧ મે: પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, અમદાવાદ (બપોરે ૩.૩૦ વાગ્યે)
- ૧૧ મે: દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, દિલ્હી (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૧૨ મે: ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૧૩ મે: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, બેંગ્લોર (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૧૪ મે: ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનૌ સુપરજાયન્ટ્સ, અમદાવાદ (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૧૫ મે: મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૧૬ મે: રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, જયપુર (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૧૭ મે: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, બેંગ્લોર (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૧૮ મે: ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, અમદાવાદ (બપોરે ૩.૩૦ વાગ્યે)
- ૧૮ મે: લખનૌ સુપરજાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનૌ (સાંજે ૭:૩૦ વાગ્યે)
- 20 મે: ક્વોલિફાયર-1, હૈદરાબાદ (સાંજે 7:30 વાગ્યે)
- ૨૧ મે: એલિમિનેટર, હૈદરાબાદ (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૨૩ મે: ક્વોલિફાયર-૨, કોલકાતા (સાંજે ૭:૩૦ વાગ્યે)
- ૨૫ મે: ફાઇનલ, કોલકાતા (સાંજે ૭:૩૦ વાગ્યે)