Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ
Uncategorized

કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ

Palak Thakkar
Last updated: March 28, 2020 12:13 pm
By Palak Thakkar 8 Min Read
Share
3hyoap4K9TnihHRjK8swsF scaled
SHARE

દેશ અને દુનિયા અત્યારે કોરોનાના કહેરથી પરેશાન છે,દુનિયાના કેટલાક દેશમાં લોકડાઉનની લાગુ પાડી દેવામાં આવ્યું છે,પરંતુ કોરોના વાયરસની સાથે અફવાઓનો પણ દોર જોવા મળી રહ્યો છે.

Contents
2. શું મોબાઈલ, કોમ્પ્યુટર -લેપટોપથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?3. શું ચપ્પલ, ઘડીયાળથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?4 શું માસ્ક લગાવવું બધા માટે જરૂરી છે?5. કોઈને સંક્રમણ ન હોય, તો તેનાથી દૂર રહેવું જરૂરી છે?6. શું આ વાઈરસ હવામાં પણ રહે છે?7. શું ડોર નોબથી પણ આ વાઈરસ આવી શકે છે?8. કોરોના વાઈરસની તપાસ કોણે કરાવવી જોઈએ? શું જેને સામાન્ય હળવો તાવ કે કફ છે, તેમણે પણ તપાસ કરાવવી જોઈએ?9.કોરોના વાઈરસના સંકેત કેટલા દિવસોમાં જોવા મળે છે?10. વાઈરસ કેટલા અંતરથી પણ મને શિકાર બનાવી શકે છે?11. જો ઓફિસ અથવા ઘરમાં મારા સાથીને સંક્રમણ થયું છે તો શું કરવું જોઈએ?12. શું હાલ હોસ્પિટલની મુલાકાત લેવી સેફ છે?13. શું ગરમી વધવા પર કોરોના વાઈરસ ખતમ થશે?14. શું કોરોના વાઈરસ કોઈ વ્યક્તિને ફરી થઈ શકે છે?15 શું આનાથી સુરક્ષિત રહેવાનો એકમાત્ર વિકલ્પ ડિસ્ટેસિંગ જ છે?16. શું યોગા, પ્રાણાયામ કરવાથી આ વાઈરસથી બચી શકાય છે?17. બ્લડ ડોનરને કોરોના વાઈરસની તપાસ કરાવવી જરૂરી છે?18. શું આ આલ્કોહોલ, ગરમ પાણીના સેવનથી મરે છે?19. શું હેન્જ સેનેટાઈઝર સાબુ કરતા વધારે સારો વિકલ્પ છે?20. બહારનું જમવાનું અને નોનવેજથી સંક્રમણ થઈ શકે છે?

1667c3a2f9ac4d4abea1b1ab1ea0b35c 18

અપૂરતી માહિતીના કારણે લોકો અફવાઓનો ભોગ બનતા હોય છે,દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ અંગે યોગ્ય માહિતી ન હોવાના કારણે લોકોના મનમાં ડર છે. સાથે જ લોકો એવી સતર્કતા વર્તી રહ્યા છે જે કદાચ એટલી જરૂરી નથી. જેવી કે, શરદી ખાંસી વગર પણ N-95 માસ્ક લગાવીને ફરી રહ્યા છે. શરદી થાય તો પણ તેમને કોરોનાનું જોખમ લાગે છે.

- Advertisement -

 

iStock 1134952868
શુ તમને પણ આવા પ્રશ્ર્નો મુજવી રહ્યા છે,તો તમારા બધા જ પ્રશ્ર્નો ના જવાબ અહીં છે,
1 તમે જે કપડાં પહેરો છો, શું તેનાથી સંક્રમણ થઈ શકે છે?

હા બિલકુલ થઈ શકે છે. તમે જે કપડાં પહેરી રહ્યા છો તેને તરત ઘરે આવીને સારી રીતે ધોવો. કારણ કે બહાર નીકળવા પર અમે ઘણા લોકો સાથે અથડાઈએ છીએ. એવામાં સંક્રમણ કોઈના પણ દ્વારા કપડા સુધી આવી શકે છે. કપડાં પર હાથ લગાવીને તમે મોંઢા-નાક સુધી લઈ જશો અને સંક્રમિત થઈ જશો.

- Advertisement -

2. શું મોબાઈલ, કોમ્પ્યુટર -લેપટોપથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?

બિલકુલ. આ તમામ ગેજેટ્સને સેનેટાઈઝ કરવા જરૂરી છે. કી-બોર્ડને સેનેટાઈઝ કરતા રહો. મોબાઈલની સ્ક્રીન પણ સેનેટાઈઝ કરો. જો કે આ ત્યારે જ થઈ શકે છે, જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ તેમની આસપાસ રહે. સંક્રમણ જાતે પેદા નથી થતું. ક્યાંકને ક્યાંકથી ફેલાય છે.

3. શું ચપ્પલ, ઘડીયાળથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?

જુત્તા-ચપ્પલથી સંક્રમણ નથી ફેલાતું. ઘડીયાળ પહેરો છો તો તેને સેનાટાઈઝ કરતા રહો, કારણ કે ડ્રોપલેટ્સ દ્વારા ઘડીયાળ સુધી પણ સંક્રમણ આવી શકે છે.

- Advertisement -

4 શું માસ્ક લગાવવું બધા માટે જરૂરી છે?

ના બિલકુલ જરૂરી નથી. N-95ને તો બિલકુલ ન લગાવશો કારણ કે એ ડોક્ટર્સ અને નર્સ માટે છે. જો તમને શરદી ખાંસી થઈ રહી છે તો જરૂર માસ્ક લગાવો જેથી અન્ય લોકો સુધી સંક્રમણ પહોંચી ન શકે. તમે એવું માનીને જ આગળ ચાલો કે તમે સંક્રમિત છો. આવું કરવાથી તમે જાતે પુરે પુરી સાવચેતી રાખી શકશો. લોકો કોઈ પણ કારણ વગર પણ માસ્ક લગાવી રહ્યા છે. આનાથી માસ્કનું કાળું બજાર ઊભું થયું છે.

coronavirus 4833754 1920 1

- Advertisement -
- Advertisement -

5. કોઈને સંક્રમણ ન હોય, તો તેનાથી દૂર રહેવું જરૂરી છે?

દરેક વ્યક્તિ સાથે અંતર રાખવું જરૂરી છે. ઘરે હોવ તો પરિવારના લોકો સાથે ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખો. કોઈ પણ દ્વારા સંક્રમણ ફેલાઈ શકે છે.

6. શું આ વાઈરસ હવામાં પણ રહે છે?

બિલકુલ રહે છે. હવાથી ધીમે ધીમે સપાટી પર આવે છે. હવામાં ઘણી મિનિટો સુધી રહે છે. એટલા માટે બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.

7. શું ડોર નોબથી પણ આ વાઈરસ આવી શકે છે?

તેનું સંક્રમણ ડ્રોપલેટથી થાય છે. જો ડ્રોપલેટ હવામાં અથવા કોઈ સપાટી પર છે અને જો તમે એ સપાટી પર હાથ લગાવશો તો સંક્રમણનો શિકાર થઈ શકો છો. જો કે, જ્યારે તમે હાથને મોઢા-નાક પર લગાવશો, ત્યારે આ સંક્રમણ તમારી બોડીમાં અંદર પહોંચશે. એટલા માટે વારં વાર હાથ ધોવા અને હાથને ચહેરા પર ન લગાવવાની અપીલ કરવામાં આવી રહી છે

- Advertisement -

8. કોરોના વાઈરસની તપાસ કોણે કરાવવી જોઈએ? શું જેને સામાન્ય હળવો તાવ કે કફ છે, તેમણે પણ તપાસ કરાવવી જોઈએ?

હળવો શરદી-ખાંસી, કફની સાથે જો તાવ છે, ત્યારે પણ કોરોનાની તપાસ કરાવવાની જરૂર નથી. તપાસ કરાવવાની જરૂર નથી. તપાસ કરાવવાના બે મુખ્ય ક્રાઈટેરિયા છે. પહેલો, જો તમે ગત દિવસોમાં વિદેશની મુલાકાત કરી હોય. બીજુ તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, જેમાં કોરોના વાઈરસની પુષ્ટી થઈ ચુકી હોય. બદલાતા હવામાનમાં શરદી-ખાંસી થવી સામાન્ય બાબત છે.

9.કોરોના વાઈરસના સંકેત કેટલા દિવસોમાં જોવા મળે છે?

સામાન્ય રીતે 5 થી 7 દિવસોમાં તેના સંકેત જોવા મળે છે. ઘણી વખત 14 દિવસો સુધીનો પણ સમય લાગી જાય છે. આ જ કારણે 14 દિવસ ઓબ્જર્વેશન પીરિયડ રાખવામાં આવે છે.

10. વાઈરસ કેટલા અંતરથી પણ મને શિકાર બનાવી શકે છે?

કોઈ પણ સંક્રમિત વ્યક્તિના 1 મીટરની આસપાસ સુધી તમે ગયા છો તો પણ તમને સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. વાઈરસના ડ્રોપલેટ્સ 1 મીટરના વિસ્તારમાં ફેલાય છે, એટલા માટે કહેવામાં આવે છે કે દરેકે ઓછામાં ઓછા 1 મીટરનું અતંર જાળવવું જોઈએ.

VirusSymptoms web 1024

11. જો ઓફિસ અથવા ઘરમાં મારા સાથીને સંક્રમણ થયું છે તો શું કરવું જોઈએ?

જો તમે તેના સંપર્કમાં આવ્યા છો તો તાત્કાલિક ક્વોરેન્ટાઈન થઈ જવું જોઈએ.

12. શું હાલ હોસ્પિટલની મુલાકાત લેવી સેફ છે?

હોસ્પિટલમાં વિઝિટ કરી શકો છો, પરંતુ રૂટીન ચેકઅપ અથવા કારણ વગર ન જશો. બહું જરૂરી હોય તો જ જાવ. કારણ કે હોસ્પિટલમાં ભીડ હોય છે અને અહીંયા તમે કોવિડ-19 અથવા એવા જ કોઈ અન્ય વાઈરસના સંક્રમણનો શિકાર બની શકો છો.

13. શું ગરમી વધવા પર કોરોના વાઈરસ ખતમ થશે?

ગરમીથી વાઈરસ ખતમ થઈ જશે, એ કહેવું યોગ્ય નથી. કારણ કે સિંગાપુર, થાઈલેન્ડ જેવા દેશોમાં જ્યાં હાઈ હ્યૂમિનિટી હોય છે, ત્યાં પણ આ વાઈરસના ફેલાવાનો કેસ સામે આવ્યો છે. સાથે જ ગરમીના તાપમાનમાં લોકો શોપિંગ મોલ, મૂવી થિયેટર જેવી જગ્યાઓ પર ભેગા થાય છે. અહીંયા એર કન્ડીશનર ઓન હોય છે. જેનાથી માહોલ ઠંડો બની રહે છે. એવા માહોલમાં ભીડ વચ્ચે રહેવાથી વાઈરસનો શિકાર થઈ શકાય છે. એટલા માટે ભીડ વાળી જગ્યાઓ પર જવાથી બચવું જોઈએ.

14. શું કોરોના વાઈરસ કોઈ વ્યક્તિને ફરી થઈ શકે છે?

બિલકુલ થઈ શકે છે, પરંતુ ફરી થવા અંગે તેના સંક્રમણની અસર પહેલા જેટલું જોખમકારક નથી.

15 શું આનાથી સુરક્ષિત રહેવાનો એકમાત્ર વિકલ્પ ડિસ્ટેસિંગ જ છે?

ભારતમાં આ જ એકમાત્ર સારો વિકલ્પ છે. ઘણા દેશોમાં આને ફોલો પણ કરી ચુકાયું છે. જ્યાં સકારાત્મક પરિણામ સામે આવ્યા હતા.

template 2020 03 12T155613.371

16. શું યોગા, પ્રાણાયામ કરવાથી આ વાઈરસથી બચી શકાય છે?

ના, આનું કોઈ પ્રમાણ નથી. ઈમ્યુનિટી સારી ન હોવા પર કોવિડ-19નું જોખમ વધી જાય છે. એવામાં ઈમ્યુનિટી વધારવા માટે વ્યાયામ, યોગા કરી શકાય છે.

17. બ્લડ ડોનરને કોરોના વાઈરસની તપાસ કરાવવી જરૂરી છે?

જો કોઈ સ્વસ્થ છે તો કોઈ પણ પ્રકારની તપાસ વગર બ્લડ ડોનેટ કરી શકે છે.

18. શું આ આલ્કોહોલ, ગરમ પાણીના સેવનથી મરે છે?

આવું ન હોય. આલ્કોહોલ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ વધારે નબળી પડે છે. જેનાથી સંક્રમણનો શિકાર થવાની આશંકા વધી જાય છે. સિગારેટ પીતા હોવ તો રિકવર થવામાં ઘણો સમય લાગી શકે છે.

19. શું હેન્જ સેનેટાઈઝર સાબુ કરતા વધારે સારો વિકલ્પ છે?

જો તમે રોજ સાબુ અને પાણીથી હાથ ધોવો છો તો આવું કરતા જ રહો, કારણ કે જો તમારી દિનચર્યામાં સામેલ છે અને તમે સારી રીતે હાથ ધોતા રહેજો. જો ક્યારેક બહાર જઈ રહ્યા હોવ, જ્યાં પાણીની વ્યવસ્થા નથી તો ત્યાં હેન્ડ સેનેટાઈઝર સાથે લઈ જાવ. હેન્ડ સેનેટાઈઝર પણ આખા હાથમાં લગાવી દો.

20. બહારનું જમવાનું અને નોનવેજથી સંક્રમણ થઈ શકે છે?

તેનું કોઈ પ્રમાણ નથી. આ જાનવરોથી માંડી મનુષ્યમાં આવ્યો છે પરંતુ નોનવેજ ખાવાથી થાય છે એવું કોઈ પ્રમાણ નથી.

You Might Also Like

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

માર્ચમાં બે વાર ગુજરાતની મુલાકાત લેશે પીએમ નરેન્દ્ર મોદી, તેમના સ્વાગતની તૈયારીઓ શરૂ, જાણો કાર્યક્રમ

OTP શેર કર્યા વિના પણ થઈ શકે છે કૌભાંડ, જાણો કેવી રીતે સુરક્ષિત અને સાવધ રહેવું

BSNL એ ખાનગી કંપનીઓની મુશ્કેલી વધારી, આટલા દિવસો માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન

અક્ષયની સ્કાય ફોર્સે 100 કરોડનો આંકડો પાર કર્યો, 7મા દિવસે કેટલી કમાણી કરી?

- Advertisement -
TAGGED:#CoronaAlertcorona effectcorona virus updatecoronaromerscoronavirus symptoms
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 7 2
Uncategorized

HMP વાયરસના કારણે રાજ્યમાં ડરનો માહોલ, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ; એડવાઈઝરી આવી ગઈ

By Gujju Media 3 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 7 1
Uncategorized

આવી ગયું બોબી દેઓલની 2025ની પહેલી ફિલ્મનું ટ્રેલર, પાછો ફેલાવશે વિલન બનીને આતંક

By Gujju Media 2 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 2 1
Uncategorized

SIP vs STP: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જાણો આ બેમાંથી ક્યુ છે તમારા માટે બેસ્ટ

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

Saif Ali Khans 20 year old film will be re released his pairing with Rani Mukerji was a hit A
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

By Gujju Media 2 Min Read
Big tension of crores of BSNL users is over company installed 84 thousand new 4G towers better connectivity will be available

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

By Gujju Media
Hazelnuts macadamia nuts walnuts almonds A
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

By Gujju Media 2 Min Read
- Advertisement -
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

નસો આપણા શરીરના બધા કોષો અને રક્તવાહિનીઓને જોડાયેલા રાખવાનું કામ કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે,…

By Gujju Media
હેલ્થ

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

નસો આપણા શરીરના બધા કોષો અને રક્તવાહિનીઓને જોડાયેલા રાખવાનું કામ કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે,…

By Gujju Media
ગુજરાત

GSEB: 10મા બોર્ડ પરીક્ષામાં રેકોર્ડ 83.08% પરિણામ, 32 વર્ષમાં સૌથી વધુ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું…

By Gujju Media
ટેકનોલોજી

256GB સ્ટોરેજવાળો Vivoનો લેટેસ્ટ ફોન થયો સસ્તો, Flipkartનો નવો સેલ તમને ખુશ કરશે

Vivo ના તાજેતરમાં લોન્ચ થયેલા લેટેસ્ટ 5G સ્માર્ટફોન T3 Ultra ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.…

By Gujju Media
હેલ્થ

તમે ક્યારેય લાલ કેળા ખાધા છે? જાણો તેને ખાવાથી શરીર પર શું અસર પડે છે?

મોટાભાગના લોકો દિવસભર ઉર્જાવાન અનુભવવા માટે પ્રોટીનથી ભરપૂર પીળા કેળાનું સેવન કરે છે. પણ શું તમે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?