Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચેતી જજો! નાની ઉંમરે સાંધાનો દુખાવો માત્ર થાક નથી, શરીર આપી રહ્યું છે આ મોટા રોગોના સંકેત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ચેતી જજો! નાની ઉંમરે સાંધાનો દુખાવો માત્ર થાક નથી, શરીર આપી રહ્યું છે આ મોટા રોગોના સંકેત
હેલ્થ

ચેતી જજો! નાની ઉંમરે સાંધાનો દુખાવો માત્ર થાક નથી, શરીર આપી રહ્યું છે આ મોટા રોગોના સંકેત

Gujju Media
Last updated: August 21, 2026 3:51 am
By Gujju Media
4 Min Read
Share
1787264500 health2.jpg.webp
SHARE

નાની ઉંમરે કેમ થાય છે સાંધાનો દુખાવો? જાણો તેની પાછળના મુખ્ય કારણો અને ઉપાયો

Contents
  • નાની ઉંમરમાં સાંધાનો દુખાવો થવાના મુખ્ય કારણો
  • કોનામાં આ જોખમ વધુ રહે છે?
  • ડૉક્ટરની સલાહ ક્યારે લેવી જરૂરી છે?
  • બચાવ અને સંભાળ માટેના ઉપાયો

સામાન્ય રીતે સાંધાના દુખાવા (Jont Pain)ને વધતી ઉંમર અથવા તો વૃદ્ધાવસ્થા સાથે જોડીને જોવામાં આવે છે. પરંતુ આજની આધુનિક જીવનશૈલીમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે નાની ઉંમરના યુવાનો અને કિશોરોમાં પણ ઘૂંટણ, ખભા, કોણી, કાંડા કે પીઠના સાંધામાં દુખાવાની ફરિયાદો ઝડપથી વધી રહી છે.

આ દુખાવો ક્યારેક હળવો તો ક્યારેક ખૂબ તીવ્ર હોઈ શકે છે. તેની સાથે સાંધાની આસપાસ સોજો આવવો, અકડાઈ જવું (Stiffness), ત્વચા લાલ થઈ જવી કે ત્યાં ગરમાહટ અનુભવવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. કેટલાંક કિસ્સામાં તો રોજિંદા કામકાજ કરવા પણ મુશ્કેલ બની જાય છે.

- Advertisement -

નાની ઉંમરમાં સાંધાનો દુખાવો થવાના મુખ્ય કારણો

યુવાનોમાં સાંધાના દુખાવા પાછળ માત્ર એક જ નહીં, પરંતુ અનેક શારીરિક અને મેડિકલ કારણો જવાબદાર હોઈ શકે છે:

ઇજા અને સ્નાયુઓનો ખેંચાણ (Injury & Muscle Strain):
રમતગમત, જિમ અથવા તો કોઈ અકસ્માત દરમિયાન વાગવાથી, મચકોડ આવવાથી કે સ્નાયુઓ ખેંચાઈ જવાથી સાંધાના ટિશ્યૂ પર વિપરીત અસર પડે છે. જેના કારણે ત્યાં તુરંત જ દુખાવો અને સોજો આવી જાય છે.

- Advertisement -

ગાઉટ (Gout – યુરિક એસિડનું વધવું):
શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી તેના ક્રિસ્ટલ્સ (સ્ફટિકો) સાંધામાં જમા થવા લાગે છે. આના કારણે અચાનક સાંધામાં અસહ્ય તીવ્ર દુખાવો અને સોજો આવે છે, જે મોટે ભાગે પગના અંગૂઠા કે ઘૂંટણમાં વધુ જોવા મળે છે.

રુમેટોઇડ આર્થરાઇટિસ (Rheumatoid Arthritis):
આ એક ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ સાંધા પર હુમલો કરવા લાગે છે. આના કારણે નાની ઉંમરે પણ સાંધામાં કાયમી સોજો અને દુખાવો રહે છે.

- Advertisement -

ઓસ્ટિયોઆર્થરાઇટિસ (Osteoarthritis):
સાંપ્રત સમયમાં ખોટી ખાનપાન અને શારીરિક શ્રમના અભાવને લીધે સાંધા વચ્ચે આવેલું રક્ષણાત્મક કવર એટલે કે ‘કાસટીલેજ’ (Cartilage) ધીમે ધીમે ઘસાવા લાગે છે. તેના કારણે હાડકાં એકબીજા સાથે ઘસાય છે અને દુખાવો થાય છે.

અન્ય તબીબી કારણો:
થાઇરોઇડની સમસ્યા, વિટામિન-ડી કે કેલ્શિયમની ભારે અછત, લ્યુપસ, ફાઇબ્રોમાયલ્જિયા, ટ્રેન્ડિનાઇટિસ અને ચોક્કસ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન પણ નાની વયે સાંધાના દુખાવાનું કારણ બની શકે છે.

- Advertisement -
- Advertisement -

કોનામાં આ જોખમ વધુ રહે છે?

જે યુવાનો રમતગમતમાં વધુ સક્રિય હોય છે અથવા તો જેમના રોજિંદા કામમાં એક જ પ્રકારની શારીરિક હલચલ વારંવાર કરવાની થતી હોય છે (જેમ કે કલાકો સુધી એક જ પોઝિશનમાં કોમ્પ્યુટર સામે બેસી રહેવું), તેમના સાંધા પર વધારાનું દબાણ આવે છે. ખોટી બેસવાની કે ઊભા રહેવાની ટેવ (Poor Posture) પણ યુવાનોમાં સાંધાના દુખાવાનું મોટું કારણ છે.

ડૉક્ટરની સલાહ ક્યારે લેવી જરૂરી છે?

જો દુખાવો સામાન્ય હોય તો થોડો આરામ કરવાથી કે શેક કરવાથી મટી શકે છે, પરંતુ નીચે દર્શાવેલા લક્ષણો દેખાય તો તુરંત જ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ:

સાંધામાં અચાનક ખૂબ વધારે સોજો, લાલચોળ ત્વચા કે ગરમાહટ આવે.

- Advertisement -

સાંધાના દુખાવાની સાથે સતત તાવ આવતો હોય.

ઇજા પછી સાંધાનો આકાર બદલાઈ ગયેલો દેખાય.

દુખાવો એટલો તીવ્ર હોય કે પગ જમીન પર મૂકી ન શકાય કે હાથ હલાવી ન શકાય.

જો દુખાવો વારંવાર ઉથલો મારતો હોય કે અઠવાડિયાથી વધુ સમય સુધી સતત રહેતો હોય.

બચાવ અને સંભાળ માટેના ઉપાયો

નાની ઉંમરે સાંધાના દુખાવાથી બચવા માટે જાતે પેઇનકિલર (દુખાવાની દવાઓ) લેવાને બદલે ડૉક્ટર પાસે યોગ્ય નિદાન કરાવવું જરૂરી છે. આ ઉપરાંત, દરરોજ હળવી કસરત કરવી, સૂર્યપ્રકાશમાંથી વિટામિન-ડી મેળવવું, પૌષ્ટિક આહાર લેવો અને વજન નિયંત્રણમાં રાખવું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

છાતી સિવાય શરીરમાં બીજે ક્યાં હાર્ટ એટેકનો દુખાવો થાય છે? નિષ્ણાતો શું કહે છે તે જાણો છો?
લીવર માટે ‘ઝેર’થી ઓછા નથી આ 5 ‘હેલ્ધી’ ખોરાક! રોજ ખાવાથી જઈ શકે છે જીવ
કોરોના સામે બાથ ભીડવા ટ્ર્મ્પે આપ્યા મોટા સંકેત, Remdesivir નામની દવા અસરકારક સાબિત થઈ શકે છે
શું તમારી દવા તમારા માટે જોખમી બની રહી છે? જાણો એન્ટિબાયોટિક્સ વિશેનું આ કડવું સત્ય
જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Ather Konarc1.jpg.webp
માત્ર રૂ. 1 લાખના બજેટમાં આખા કુટુંબ માટે બેસ્ટ EV! લૉન્ચ થવા જઈ રહ્યું છે એથરનું સસ્તું અને મજબૂત ‘Konarc’
ટેકનોલોજી
car.jpg.webp
નવી ડિઝાઇન સાથે આવી રહી છે Skoda Slavia Facelift, 18 ઓગસ્ટે થશે લોન્ચ
ટેકનોલોજી
iNDIA 44.jpg.webp
વિજય કેડિયાના 2 પસંદગીના શેરમાં 50%થી વધુનું ગાબડું: છતાં કેમ નથી વેચી રહ્યા હિસ્સો?
શેરમાર્કેટ
court2.jpg.webp
‘India’s Got Latent’ વિવાદમાં સમય રૈનાને રાહત, SC એ બધી FIR રદ કરવાનો આપ્યો આદેશ
એન્ટરટેઈન્મેન્ટ
Water 1603.jpg.webp
શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે રોજ કેટલું પાણી પીવું જરૂરી?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

chia seeds shikanji recipe in hindi
લાઈફ સ્ટાઈલહેલ્થ

ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે બનાવો એકદમ ઇઝી ડ્રિંક્સ,જે શરીરને આપશે ઠંડક

By Palak Thakkar
1 Min Read
dharmishtha 1 22.jpg.webp
હેલ્થ

શક્કરિયા: માત્ર સ્વાદ જ નહીં, શિયાળાનું પાવરફુલ ‘સુપરફૂડ’; જાણો ઓરેન્જ, સફેદ અને પર્પલમાંથી કયું છે સૌથી શ્રેષ્ઠ?

By Gujju Media
3 Min Read
Makeup
લાઈફ સ્ટાઈલહેલ્થ

ફક્ત ૧૦ મીનીટમાં ચમકાવો ચહેરાને, અપનાવો આ સરળ ઉપાય

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ઓટોમોબાઇલ

પેટ્રોલના ભાવ વધ્યા બાદ હવે 1 જૂનથી આ કંપનીની ધાંસુ બાઇક્સ પણ થશે મોંઘી, જાણો કેટલો વધશે ભાવ

પેટ્રોલ-ડીઝલ બાદ હવે લાગશે મોંઘવારીનો નવો ઝટકો: ૧ જૂનથી મોંઘી થઈ શકે છે આ શાનદાર પ્રીમિયમ…

By Gujju Media
ઓટોમોબાઇલ

રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક

ભારતમાં લોન્ચ થઈ અત્યાર સુધીની સૌથી પાવરફુલ Bullet, પ્રીમિયમ લુક અને 650cc એન્જિન સાથે મચાવશે ધૂમ…

By Gujju Media
શેરમાર્કેટ

કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો

₹14 નો આ શેર કરાવી શકે છે મોટી કમાણી! ₹25,000 કરોડની લોન લેવાની તૈયારીમાં વોડાફોન આઈડિયા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?